Video: એક પાકિસ્તાની મૌલવીનો વિડીયો ભારતમાં વાયરલ થયો, હિન્દુ-મુસ્લિમ બધાની આંખો ખોલી રહ્યો છે આ વીડિયો

|

Jun 17, 2022 | 3:44 PM

પાકિસ્તાનના મૌલાના એન્જિનિયર મોહમ્મદ અલીએ પયગંબર વિવાદમાં સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નૂપુર શર્માનું (Nupur Sharma) સમર્થન કર્યું છે. મૌલાના અલીએ કહ્યું કે મુસ્લિમ પેનલિસ્ટે પહેલા નૂપુર શર્માને ઉશ્કેર્યા હતા, જેના જવાબમાં નૂપુર શર્માએ વિવાદીત નિવેદન આપ્યું હતું.

Video: એક પાકિસ્તાની મૌલવીનો વિડીયો ભારતમાં વાયરલ થયો, હિન્દુ-મુસ્લિમ બધાની આંખો ખોલી રહ્યો છે આ વીડિયો
Maulana Engineer Mohammad Ali and Nupur Sharma
Image Credit source: Facebook

Follow us on

ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માએ  પયગંબર મોહમ્મદ (Prophet Mohammad) વિશે આપેલા નિવેદન પર ભારતથી લઈને મુસ્લિમ દેશોમાં હોબાળો મચી ગયો છે. સમગ્ર મામલામાં નૂપુર શર્માને દોષી ઠેરવવામાં આવી રહી છે, જ્યારે મુસ્લિમ પેનલના સભ્ય તસ્લીમ અહેમદ રહેમાની ચર્ચામાં સામેલ હોવા છતા તેમની કોઈ ચર્ચા નથી કરાતી. આ દરમિયાન પાકિસ્તાનના ચર્ચાસ્પદ મૌલાના એન્જિનિયર મોહમ્મદ અલીએ (Maulana Engineer Mohammad Ali) નૂપુર શર્માનું  ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. મૌલાના અલીએ કહ્યું કે મુસ્લિમ પેનલિસ્ટે પહેલા નૂપુર શર્માને (Nupur Sharma) ઉશ્કેર્યા અને તેના જવાબમાં સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતાએ પ્રોફેટ વિશે ટિપ્પણી કરી હતી.

પાકિસ્તાનના મૌલાનાએ કહ્યું કે, આ મૂળભૂત રીતે આંતરરાષ્ટ્રીય રાજકારણ છે. હું જે કહી રહ્યો છું એ ઓરીજનલ ડેટા છે. મને એવું થયું કે આ અરબીઓમાં અચાનક કેમ ઇમાન જાગી ગયું. આ પહેલા પણ અનેક ઘટાનાઓ બની છે, તે સમયે આ બધા અરબ દેશ સૂઈ રહ્યા હતા. ભૂતકાળમાં જે ઘટાનાઓ થઈ હતી તે આના કરતા ઘણી મોટી હતી. આ તો માત્ર એક સ્ટેટમેન્ટ હતું, તેના પર કેસ થયો અને તેમણે માફી પણ માંગી લીધી. તે હાથ જોડીને પોતાની જીંદગીની ભીખ પણ માંગી રહી છે. તેમણે જે સ્ટેટમેન્ટ આપ્યું તે વિરોધના રૂપમાં આપ્યું હતું. જ્યારે તમે કોઈના ધર્મ પર હુમલો કરશો તો તે તમારા ધર્મ પર હુમલો કરશે. આ ઘટના બાદ ભાજપ દ્વારા તેના પર કાર્યવાહી પણ કરવામાં આવી. તેમ છતા પણ આ મામલાને ઠંડો પાડવામાં આવી રહ્યો નથી. તેનો હેતુ ભારત પણ દબાણ લાવવાનો છે કારણ કે રશિયા સાથે ભારતના સારા સંબંધ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મૌલાનાએ આગળ કહ્યું કે, જો તમે ટીવી કાર્યક્રમ જુઓ તો ખ્યાલ આવશે કે પહેલ મુસ્લિમ દ્વારા કરવામાં આવી હતી. અત્યારે જે ક્લિપ બધે ચાલી રહી છે તે અધુરી છે. તમને તે જોઈને ખબર પડશે કે તેમાં મહિલા જે જવાબ આપી રહી છે તે વિરોધના રૂપમાં આપી રહી છે. તે મહિલાએ કહ્યુ કે જ્યારે મુસ્લિમ દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવશે તો અમે પણ આ રીતે જવાબ આપીશું. મૌલાનાએ કહ્યું કે પહેલો ગુનેગાર એ મુસ્લિમ છે જેણે લાઈવ ટીવીમાં કોઈના ધર્મ વિશે વાત કરી છે. કુરાન મુજબ તમે કોઈના ધર્મની મજાક કરી શકતા નથી.

મૌલાના પર બે વખત થયો હતો હુમલો

પાકિસ્તાનમાં મૌલાના અલી મિર્ઝાને એન્જિનિયર મુહમ્મદ અલી મિર્ઝા તરીકે ઓળખવામાં આવે છે. જેઓ ઇસ્લામિક બાબતોના નિષ્ણાત છે અને ઘણીવાર વિવિધ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતા આવ્યા છે. મૌલાના અલીનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો હતો. તેઓ પોતાની રિસર્ચ એકેડમી પણ ચલાવે છે. પાકિસ્તાની અભિનેતા હમઝા અલી અબ્બાસી અને એન્કર શફાત અલી તેમના સમર્થક છે. પાકિસ્તાન સરકારે વર્ષ 2020માં તેની ધરપકડ કરી હતી. મૌલાના અલી ઉપર પણ બે વખત હુમલા થયા છે.

Published On - 3:43 pm, Fri, 17 June 22

Next Article