AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એપ્રિલ 2022 થી ભારતમાં Vehicle Scrappage Policy કરાશે લાગુ, જાણો તમારા વાહનને શું થશે અસર?

ભારતમાં સરકારી વિભાગો અને પીએસયુ દ્વારા ખરીદવામાં આવેલા 15 વર્ષથી વધુ વયના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિને ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે અને 1 એપ્રિલ 2022 થી તેનો અમલ કરવામાં આવશે.

એપ્રિલ 2022 થી ભારતમાં Vehicle Scrappage Policy કરાશે લાગુ, જાણો તમારા વાહનને શું થશે અસર?
Vehicle Scrappage Policy
Ankit Modi
| Edited By: | Updated on: Jan 27, 2021 | 11:18 AM
Share

ભારતમાં સરકારી વિભાગો અને પીએસયુ દ્વારા ખરીદવામાં આવેલા 15 વર્ષથી વધુ વયના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિને ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે અને 1 એપ્રિલ 2022 થી તેનો અમલ કરવામાં આવશે. માર્ગ પરિવહન, હાઇવે અને એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ વાહન સ્ક્રેપેજ નીતિ(Vehicle Scrappage Policy)ને મંજૂરી આપી છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “હાઇવે અને એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ સરકાર વિભાગ અને પીએસયુની માલિકીના 15 વર્ષથી વધુ જુના વાહનોની નોંધણી રદ અને સ્ક્રેપ કરવાની નીતિને મંજૂરી આપી છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હજી સુધી જાહેરાત કરવાની બાકી છે, આ નીતિ ભારતમાં 1 એપ્રિલ 2022 થી લાગુ કરવામાં આવશે.

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ અને પ્રમોશનને વેગ આપવા માટે સરકારે જુલાઈ 26, 2019 ના રોજ, મોટર વાહનના માપદંડમાં સુધારાની દરખાસ્ત કરી હતી, જેથી 15 વર્ષ કરતા વધુ જૂનાં વાહનોને દૂર કરવામાં આવી શકે. 15 જાન્યુઆરીએ માર્ગ પરિવહન, રાજમાર્ગો અને એમએસએમઈ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, અમે દરખાસ્ત રજૂ કરી છે અને હું આશા રાખું છું કે વહેલી તકે સ્ક્રેપિંગ નીતિ માટે મંજૂરી મળી જશે.

પ્રધાન નીતિન ગડકરીએ એમ પણ કહ્યું હતું કે એક વખત નીતિ મંજૂર થઈ જશે પછી ભારત એક ઓટોમોબાઈલ હબ બનશે અને ઓટોમોબાઈલના ભાવ પણ નીચે આવી જશે. તેમણે કહ્યું હતું કે જુના વાહનોમાંથી રિસાયકલ કરેલી સામગ્રીની કિંમતોને ઘટાડવામાં મદદ મળશે. અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, જૂના વાહનોને નાબૂદ કરવાની નીતિ “પ્રગતિ હેઠળ છે” અને સુધારા પછી મંત્રાલયો દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે.

મે 2016 માં, સરકારે એક સ્વૈચ્છિક વાહન ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ (V-VMP) બનાવ્યો, જેણે દાયકા જુના 28 મિલિયન વાહનોને રસ્તા પરથી દૂર કરવાની દરખાસ્ત કરી હતી.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">