AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: PM મોદી આજે વધુ 2 વંદે ભારત ટ્રેનને આપશે ગ્રીન સિગ્નલ, જાણો ટ્રેનમાં કેવી હશે સુવિધા?

પીએમ મોદી 7મી જુલાઈએ ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે. સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચે કરવામાં આવશે. રેલવે અનુસાર, ગોરખપુર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની યોજના છે.

Vande Bharat: PM મોદી આજે વધુ 2 વંદે ભારત ટ્રેનને આપશે ગ્રીન સિગ્નલ, જાણો ટ્રેનમાં કેવી હશે સુવિધા?
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 7:30 AM
Share

Vande Bharat Trains: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શુક્રવારે ગોરખપુર અને લખનૌ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. અહીંથી જોધપુર અમદાવાદ વચ્ચે ચાલી રહેલી વંદે ભારતને પણ રવાના કરશે. આ સિવાય પીએમ મોદી 7મી જુલાઈએ ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે. સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચે કરવામાં આવશે. રેલવે અનુસાર, ગોરખપુર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની યોજના છે. આ યોજના હેઠળ પીએમ તેનો શિલાન્યાસ કરશે. આ સૌથી સુંદર રેલવે સ્ટેશન હશે. આ સાથે ગોરખપુરને ધાર્મિક શહેર તરીકે વિકસાવવામાં આવશે.

ટ્રેનમાં કેવી હશે સુવિધા?

પશ્ચિમ રેલવે 9મી જુલાઈ, 2023થી અમદાવાદ (સાબરમતી) અને જોધપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે તૈયાર છે. આરામદાયક બેઠક, સ્લાઈડિંગ દરવાજા, વ્યક્તિગત રીડિંગ લાઈટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર કહે છે કે અમદાવાદ (સાબરમતી) – જોધપુર વંદે ભારત એક્સપ્રેસ 9 જુલાઈ, 2023થી દોડવાનું શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. ટ્રેન નંબર 12462 અમદાવાદ (સાબરમતી) – જોધપુર વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ (સાબરમતી)થી 16.45 કલાકે શરૂ થશે અને તે જ દિવસે 22.55 કલાકે જોધપુર પહોંચશે.

આ પણ વાંચો: Breaking News : 14 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, ISROએ જાહેર કરી તારીખ અને સમય

PRS કાઉન્ટર પર બુકિંગ ચાલુ

તેવી જ રીતે રિટર્નમાં ટ્રેન નંબર 12461 જોધપુર-અમદાવાદ (સાબરમતી) વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ જોધપુરથી 05.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.05 કલાકે અમદાવાદ (સાબરમતી) પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના અને પાલી મારવાડ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ટ્રેન નંબર 12462 નું બુકિંગ તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલ્લું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">