AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day : 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે કેમ ઉજવવામાં આવે છે ?

વેલેન્ટાઇન ડે પ્રેમનો દિવસ માનવામાં આવે છે. મોટાભાગના દેશોમાં વેલેન્ટાઇનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દંપતી એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

Valentine's Day : 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે કેમ ઉજવવામાં આવે છે ?
Valentine's Day
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 14, 2021 | 11:38 AM
Share

વેલેન્ટાઇન ડે પ્રેમનો દિવસ માનવામાં આવે છે. મોટાભાગના દેશોમાં વેલેન્ટાઇનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દંપતી એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. વેલેન્ટાઇન વિશે ઘણી પ્રેમ કથાઓ છે, પરંતુ શું તમે જાણો છો કે 14 મી ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડેની ઉજવણી માટે કેમ પસંદ કરવામાં આવી?

Valentine’s Day

વેલેન્ટાઇન ડેની શરૂઆત કેવી રીતે થઈ

‘ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાઝિન’ નામના પુસ્તક મુજબ, સંત વેલેન્ટાઈન રોમનો પાદરી હતા. તે વિશ્વમાં પ્રેમને પ્રોત્સાહિત કરવામાં માનતા હતા. તેમના માટે પ્રેમમાંજ જીવન હતું. પરંતુ એ જ શહેરના રાજા ક્લાઉડીયસને તેમની આ વાત પસંદ ન હતી. રાજાને લાગ્યું કે પ્રેમ અને લગ્ન પુરુષોની બુદ્ધિ અને શક્તિ બંનેનો નાશ કરે છે. આ કારણોસર, તેના રાજ્યમાં સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શક્યા નહીં.

જો કે, સંત વેલેન્ટાઈનએ કિંગ ક્લાઉડીયસના આ હુકમનો વિરોધ કર્યો હતો અને રોમના લોકોને પ્રેમ અને લગ્ન માટે પ્રેરણા આપી હતી. એટલું જ નહીં, તેમણે ઘણા અધિકારીઓ અને સૈનિકોનાં લગ્ન પણ કરાવ્યા હતા. આના વાતે રાજાને ઉશ્કેર્યા અને તેણે સેન્ટ વેલેન્ટાઈનને 14 ફેબ્રુઆરી 269 ના રોજ ફાંસી આપી. તે દિવસથી દર વર્ષે આ દિવસને ‘પ્રેમનો દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. કહેવામાં આવે છે કે સેન્ટ વેલેન્ટાઇને મૃત્યુ સમયે જેલરની અંધ પુત્રી જૈકોબસને તેની આંખો દાન કરી હતી. સેન્ટે જેકોબસને એક પત્ર પણ લખ્યો હતો, જેના અંતે તેમણે ‘યોર વેલેન્ટાઇન’ લખ્યું.

g clip-path="url(#clip0_868_265)">