AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand : જોશીમઠમાં ધૌલી ગંગા નદીના જળસ્તરમાં ઘટાડો, સાત વ્યકિતઓના મૃતદેહ મળ્યા

Uttarakhand ના ચમોલી જિલ્લામાં નંદાદેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી ગયા પછી કેન્દ્રીય જળ આયોગના અધિકારીઓએ કહ્યું કે જોશીમઠમાં ધૌલી ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ  હતું

Uttarakhand : જોશીમઠમાં ધૌલી ગંગા નદીના જળસ્તરમાં ઘટાડો, સાત વ્યકિતઓના મૃતદેહ મળ્યા
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 07, 2021 | 10:59 PM
Share

Uttarakhand ના ચમોલી જિલ્લામાં નંદાદેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી ગયા પછી કેન્દ્રીય જળ આયોગના અધિકારીઓએ કહ્યું કે જોશીમઠમાં ધૌલી ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ હતું .ગ્લેશિયર તૂટવાના લીધે હિમસ્ખલન થયું અને અલકનંદા નદીમાં જળપ્રલય આવ્યો હતો. તેમજ પાવર સ્ટેશન પણ વહી ગયા હતા. જેમાં 100 થી વધારે મજૂરો ફસાયા છે. જેમના મૃત્યુ થવાની આશંકા છે.

કેન્દ્રીય જળ આયોગના અધ્યક્ષ સૌમિત્ર હલદારે પીટીઆઈને કહ્યું – સવારે 11 વાગ્યે જોશીમઠમાં પાણીની સપાટી 1,388 મીટર નોંધાઇ હતી.કેન્દ્રીય જળ આયોગ ના અધિક્ષક ઇજનેર રાજેશ કુમારે જણાવ્યું હતું કે રવિવારે સાંજે છ વાગ્યા સુધીમાં નદીમાં જળસ્તર એક દિવસ અગાઉ નોંધાયેલ સામાન્ય સ્તરે પહોંચ્યું હતું.તેમણે કહ્યું કે પાણીનું સ્તર ઘટવાનું શરૂ થયું છે.

Uttarakhand જોશીમઠમાં 6 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યે પાણીની સપાટી 1,372 મીટર હતી. રવિવારે સાંજે છ વાગ્યે આ દુર્ઘટના બાદ પાણીનું સ્તર 1,375 મીટર હતું. નદીના નીચલા ભાગોમાં નંદપ્રયાગમાં સાંજના છ વાગ્યે પાણીનું સ્તર 840.40 મીટર હતું. એક દિવસ પહેલા બપોરે 1 વાગ્યે તે 848.30 મીટર હતું . કુમારે કહ્યું કે, રુદ્રપ્રયાગ, શ્રીનગર, દેવપ્રયાગ, ઋષિકેશ અને દેવપ્રયાગમાં પણ આવી જ સ્થિતિ હતી.

રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નંદા દેવી ગ્લેશિયરનો વિશાળ ભાગ તૂટી ગયો હતો, જેના કારણે ઋષિગંગા ખીણમાં અચાનક પૂર આવ્યું હતું. આનાથી ત્યાં બે હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરતા ઓછામાં ઓછા સાત લોકોના મોત નીપજ્યા છે અને 125 થી વધુ મજૂરો ગુમ થયા છે.મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે  અસરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરી હતી. તેમણે સાંજના સમયે દહેરાદૂનમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">