Uttarkashi bus accident: સીએમ શિવરાજ પહોંચ્યા ઉત્તરાખંડ, ઘાયલોની મુલાકાત લેશે તેમજ ઘટનાસ્થળે જશે

|

Jun 06, 2022 | 6:46 AM

સીએમ શિવરાજ હવે ઉત્તરાખંડ (Uttarakhand Bus Accident) પહોંચી ગયા છે. સીએમ શિવરાજ સાથે સ્થાનિક મંત્રી બ્રજેન્દ્ર પ્રતાપ સિંહ અને ચાર વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે. સીએમ રાત્રે દહેરાદૂનમાં બચાવ અને ઘાયલોની વ્યવસ્થા પર નજર રાખશે.

Uttarkashi bus accident: સીએમ શિવરાજ પહોંચ્યા ઉત્તરાખંડ, ઘાયલોની મુલાકાત લેશે તેમજ ઘટનાસ્થળે જશે
CM Shivraj arrives in Uttarakhand, will visit injured and go to the spot

Follow us on

Uttarkashi bus accident: ઉત્તરાખંડના ઉત્તરકાશી(Uttar Kashi)માં આજે સાંજે બસ દુર્ઘટના(Uttarakhand Bus Accident)માં 25 લોકોના કરુણ મોત થયા છે. મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના 28 શ્રદ્ધાળુઓને લઈને જઈ રહ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે દુર્ઘટના બાદ શોક વ્યક્ત કર્યો છે. સીએમ શિવરાજ (CM Shivraj sinh chauhan)હવે ઉત્તરાખંડના દેહરાદૂન પહોંચી ગયા છે. સીએમ શિવરાજ સાથે સ્થાનિક મંત્રી બ્રજેન્દ્ર પ્રતાપ સિંહ અને ચાર વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે. સીએમ રાત્રે દહેરાદૂનમાં બચાવ અને ઘાયલોની વ્યવસ્થા પર નજર રાખશે. 

સીએમ શિવરાજ સિંહે ટ્વિટ કરીને કહ્યું છે કે, ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ યમુનોત્રી ધામ જઈ રહેલી બસ ખીણમાં પડી જવાથી મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના તીર્થયાત્રીઓના મોત થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

હું અને મારી ટીમ સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રનાં સંપર્કમાં- શિવરાજસિંહ

ના સંપર્કમાં છીએ અન્ય એક ટ્વિટમાં સીએમ શિવરાજ સિંહે કહ્યું કે, “હું અને મારી ટીમ ઉત્તરાખંડ સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છીએ. ઘાયલોની સારવાર અને મૃતદેહોને મધ્યપ્રદેશ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દુઃખની આ ઘડીમાં પરિવારને એકલું ન અનુભવવું જોઈએ, અમે તમામ શોકગ્રસ્ત પરિવારોની સાથે છીએ. 

કેવી રીતે થયો અકસ્માત?

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના 28 શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના દમતા પાસે ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત કાર્યમાં લાગેલી છે.

Next Article