ઉતરાખંડમાં (Uttarakhand) થયેલા હિમસ્ખલનથી નદી ઉપર બાંધેલ બંધ અને પુલ તૂટી પડતા ભારે પૂર આવ્યુ છે. નદીમાં વિજળી વેગે ઘસમસતા પૂરના પ્રચંડ વેગથી પૂલ પણ તણાઈ ગયા છે. એટલુ જ નહી ઋષિગંગા અને ધોલીગંગા હાઈડ્રોપાવર પ્રોજેક્ટના કામદારો પણ તણાઈ ગયાના સમાચાર છે. નદી પરના પૂલ અને રસ્તા તુટી પડતા, પ્રવાસીઓના વાહનવ્યવહારને ભારે અસર થવા પામી છે. આ સંજોગોમાં ગુજરાતની પ્રવાસીઓને મદદરૂપ થવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમને ઉતરાખંડ રાજ્યના વહીવટી તંત્ર સાથે સંપર્ક કેળવીને તમામ પ્રકારે મદદરૂપ થવા સુચના આપી છે.