AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uniform Civil Code: પુષ્કર સિંહ ધામીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, UCC પર કહી આ મોટી વાત

PM મોદી સાથેની મુલાકાત બાદ પત્રકારોએ સીએમને યુનિફોર્મ સિવિલ કોડ પર સવાલ કર્યો હતો. તેના જવાબમાં પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે હજુ સુધી અમને UCC કમિટિનો ડ્રાફ્ટ સંપૂર્ણ રીતે મળ્યો નથી. તેનો ડ્રાફ્ટ મળશે ત્યારે જ કંઈક કહી શકાશે.

Uniform Civil Code: પુષ્કર સિંહ ધામીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, UCC પર કહી આ મોટી વાત
Pushkar Singh Dhami -PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 5:54 PM
Share

Delhi: યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) લાગુ કરવાની કવાયત વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સીએમ ધામીએ કહ્યું કે, અમને UCC સંબંધિત કોઈ ડ્રાફ્ટ મળ્યો નથી અને અમે આ મામલે ઉતાવળ કરવા માંગતા નથી. પુષ્કર સિંહ ધામીએ આજે ​​વડાપ્રધાન મોદીને મળ્યા બાદ કહ્યું કે, પીએમ મોદી સાથેની મુલાકાત જોશીમઠમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા અને કાવડ યાત્રા અંગે હતી.

UCC કમિટિનો ડ્રાફ્ટ સંપૂર્ણ રીતે મળ્યો નથી

PM મોદી સાથેની મુલાકાત બાદ પત્રકારોએ સીએમને યુનિફોર્મ સિવિલ કોડ પર સવાલ કર્યો હતો. તેના જવાબમાં પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે હજુ સુધી અમને UCC કમિટિનો ડ્રાફ્ટ સંપૂર્ણ રીતે મળ્યો નથી. તેનો ડ્રાફ્ટ મળશે ત્યારે જ કંઈક કહી શકાશે. સીએમ ધામીએ કહ્યું કે યુસીસીની ડ્રાફ્ટ કમિટીએ આદિવાસી લોકોમાં પણ ઘણું કામ કર્યું છે. યુસીસી કમિટીએ સ્થળ પરથી પ્રતિભાવ લીધા છે અને તેથી તેના આધારે જ આગળનું કામ થશે. તેમણે કહ્યું કે, તે પીએમની વિચારસરણી છે કે તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે. તેથી જ અમે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.

UCC પર ઉતાવળે કામ નહીં કરવામાં આવે

UCC ક્યાં સુધી લાગુ કરવામાં આવશે તે પ્રશ્ન પર સીએમ ધામીએ કહ્યું કે, અમે વધુ વિલંબ કરીશું નહીં અને સાથે જ આ કામ ઉતાવળમાં કરવામાં આવશે નહીં કે કંઈક ભૂલ થઈ જાય. ખૂબ જ સમજી વિચારીને કામ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે ટૂંક સમયમાં અમે તેનો અમલ કરીશું, પરંતુ થોડો સમય રાહ જુઓ.

આ પણ વાંચો : BJP Mission 2024: તેલંગાણામાં જી કિશન રેડ્ડી અને પંજાબમાં સુનીલ જાખડ, ભાજપે 4 રાજ્યમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ

અત્યાર સુધીમાં 34 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા કરી

જોશીમઠની સ્થિતિ અંગે પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, પીએમ મોદીએ જોશીમઠમાં અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે. રાજ્યમાં હાલમાં ચારધામ યાત્રા ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 34 લાખથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા કરી ચૂક્યા છે. આ સાથે જ આજથી કાવડ યાત્રા પણ શરૂ થઈ છે, તેથી આ બાબતે પણ પીએમ સાથે ચર્ચા કરવામાં આવી છે. આ પહેલા સીએમ ધામી ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">