Uttarakhand :પૌરી ખીણ બસ દુર્ઘટનામાં 32 લોકોના મોત, 18 લોકો ઘાયલ, રાહત અને બચાવ કામગીરી પૂર્ણ

|

Oct 05, 2022 | 9:43 PM

ઉત્તરાખંડના(Uttarakhand) પૌરીમાં જિલ્લામાં જાનૈયાઓ ભરેલી બસ ખીણમાં પડતાં 32 લોકોનાં મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. આ બસમાં 50 લોકો સવાર હોવાની પોલીસે જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે બસ હરિદ્વારના લાલધાંગ શહેરથી બિરખાલના કાંડા ગામ જઈ રહી હતી ત્યારે મંગળવારે સાંજે લગભગ 7 વાગે સિમરી બેન્ડ નજીક 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.

Uttarakhand :પૌરી ખીણ બસ દુર્ઘટનામાં 32 લોકોના મોત, 18  લોકો ઘાયલ, રાહત અને બચાવ કામગીરી પૂર્ણ
Uttarakhand Bus Tragedy

Follow us on

ઉત્તરાખંડના(Uttarakhand) પૌરીમાં જિલ્લામાં જાનૈયાઓ ભરેલી બસ ખીણમાં પડતાં 32 લોકોનાં મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. આ બસમાં 50 લોકો સવાર હોવાની પોલીસે જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે બસ હરિદ્વારના લાલધાંગ શહેરથી બિરખાલના કાંડા ગામ જઈ રહી હતી ત્યારે મંગળવારે સાંજે લગભગ 7 વાગે સિમરી બેન્ડ નજીક 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં દુર્ઘટના બાદ SDRFની ટીમે રાહત અને બચાગ કામગીરી શરૂ કરી હતી.

રાહત અને બચાવ કાર્યમાં લાગેલી એસડીઆરએફની ટીમે જણાવ્યું કે બસમાં કુલ 50 લોકો સવાર હતા, જેમાંથી 32ના મોત થયા અને 18 ઘાયલ થયા. રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે બસમાં ફસાયેલા તમામ 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને બિરખાલ, રિખનીખાલ અને કોટદ્વારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે સાંજે બનેલી ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંધારાના કારણે બચાવ કાર્યમાં અડચણ આવી હતી

અકસ્માત સ્થળે લાઇટની કોઇ વ્યવસ્થા નહોતી

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ગામલોકોએ બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તેમના મોબાઇલ ફોનની ફ્લેશલાઇટનો ઉપયોગ કર્યો હતો કારણ કે અકસ્માત સ્થળે કોઈ લાઇટિંગ ન હતી. બાદમાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને પછી એમ્બ્યુલન્સ, લાઇટ અને જીવન રક્ષક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી. SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં બચાવ કામગીરી હાથ ધરવી ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે ખાઈની ઊંડાઈ 500 મીટર હતી. આવી સ્થિતિમાં ટીમને ત્યાં પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં મૃતકોના પરિવારજનોની હાલત કફોડી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મૃતકોના પરિવારજનોને 2 લાખ વળતરની જાહેરાત

આ દુર્ઘટના બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંક ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ કોટદ્વારમાં હોસ્પિટલમાં દાખલ ઘાયલોને પણ મળ્યા હતા. સીએમ ધામીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સીએમ ધામીએ મંગળવારે રાત્રે દેહરાદૂનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફિસની પણ મુલાકાત લીધી હતી અને બસ દુર્ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Published On - 9:00 pm, Wed, 5 October 22

Next Article