આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરાના સાક્ષી બન્યા PM મોદી, AIIMS સહિત આપી આ ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ ઓક્ટોબર 2017માં તેનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેની સ્થાપના કેન્દ્રીય ક્ષેત્રની યોજના- પ્રધાન મંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ કરવામાં આવી છે.

Oct 05, 2022 | 7:21 PM
TV9 GUJARATI

| Edited By: Ashvin Patel

Oct 05, 2022 | 7:21 PM

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરા ઉત્સવમાં ભાગ લેવા હિમાચલ પ્રદેશના કુલ્લુ પહોંચ્યા હતા. આ પહેલા પીએમએ બિલાસપુર સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું હતું.

1 / 6
અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અગાઉની સરકારો પરિયોજનાઓનો શિલાન્યાસ કરતી હતી અને ચૂંટણી પછી તેને પૂર્ણ કરવાનું ભૂલી જતી હતી, પરંતુ વર્તમાન સરકાર શિલાન્યાસ કરે છે અને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરે છે.

2 / 6
એઈમ્સ અને હાઈડ્રો ઈજનેરી કોલેજનું ઉદ્ઘાટન કર્યા બાદ લુહનુ મેદાનમાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે હિમાચલ દેશભરમાં રાષ્ટ્ર રક્ષાના વીરો માટે જાણીતું છે, એ જ હિમાચલ હવે એઈમ્સ (બિલાસપુર) પછી, જીવન રક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

3 / 6
હિમાચલ પ્રદેશમાં વિકાસનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે આ શક્ય બન્યું કારણ કે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપ સત્તામાં છે.

4 / 6
પીએમ(PM Narendra Modi)એ કહ્યું કે હિમાચલ એ તકોનું રાજ્ય છે, અહીં વીજળી ઉત્પન્ન થાય છે, ફળો અને શાકભાજી માટે ફળદ્રુપ જમીન અને અનંત રોજગારીની તકો આપતું પ્રવાસન અહીં છે.

5 / 6
PM એ કહ્યું કે દેશની મેડિકલ એજ્યુકેશન અને હેલ્થની સૌથી મોટી સંસ્થા AIIMS પણ હવે બિલાસપુરનું ગૌરવ વધારી રહી છે. મોદીએ કહ્યું કે હિમાચલની એક બાજુ મેડિકલ ટુરિઝમ છે, જેમાં અહીં વિકાસની અનંત શક્યતાઓ છુપાયેલી છે.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati