Uttar Pradesh: ખાસ યોજના માટે પૂર્વાંચલ એકસપ્રેસ વેની બંને બાજુની જમીન ખરીદશે યોગી સરકાર, 12 જિલ્લામાં જમીન ખરીદાશે

|

Nov 11, 2021 | 12:36 PM

ઉત્તર પ્રદેશ સરકાર આવતા મહિનાથી ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પર કામ શરૂ કરવા જઈ રહી છે. જે માટે યોગી સરકાર આ જમીન ખરીદવાની કામગીરી કરવામાં આવશે.

Uttar Pradesh: ખાસ યોજના માટે પૂર્વાંચલ એકસપ્રેસ વેની બંને બાજુની જમીન ખરીદશે યોગી સરકાર, 12 જિલ્લામાં જમીન ખરીદાશે
uttar-pradesh-yogi-sarkar-to-buy-land-on-both-sides-of-purvanchal-expressway-for-special-scheme-to-buy-land-in-12-districts

Follow us on

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ની યોગી(Yogi Aditya Nath) સરકાર 12 જિલ્લામાં પૂર્વાંચલ એકસપ્રેસ વેની બંને બાજુની જમીન ખરીદશે. પૂર્વાંચલ એક્સપ્રેસ વેના કામકાજ બાદ ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) સરકાર આવતા મહિનાથી ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પર કામ શરૂ કરવા જઈ રહી છે. આ માટે એક્સપ્રેસ વેની બંને બાજુના 12 જિલ્લામાં 9179 હેક્ટર જમીનની ઓળખ કરવામાં આવી છે. હવે આ જમીન ખરીદવાની કામગીરી કરવામાં આવશે.

જમીન પર ઉદ્યોગો સ્થપાશે
યોગી સરકારનો આ જમીન ખરીદીને આ સ્થળોએ કાપડ, ઈલેક્ટ્રોનિક સાધનો, ફૂડ પ્રોસેસિંગ, હોઝિયરી, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને મશીનરી બનાવવાના ઉદ્યોગો સ્થાપવામાં આવશે. આ સાથે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ પણ ખુલશે. એક્સપ્રેસ વે આ ઉદ્યોગોના વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.

ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ડેવલપમેન્ટ ઓથોરિટીએ એક્સપ્રેસવેની આસપાસના જિલ્લાઓમાં જમીનની ઓળખ કરી છે. હવે UPCDA અહીં પાયાની સુવિધાઓ વિકસાવશે. કારણ કે એક્સપ્રેસ વે માલસામાનની ઝડપી અવરજવરને સક્ષમ બનાવશે અને ઉત્પાદનો પ્રમાણમાં ઓછા સમયમાં અને ઓછા ખર્ચે ગંતવ્ય સ્થાને પહોંચશે. તેથી રોકાણકારોને ઉદ્યોગો સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

દિલ્હીથી સીધી કનેક્ટિવિટી મળશે
એક્સપ્રેસ વે દ્વારા વારાણસી, ગોરખપુર, લખનૌ, આગ્રા, નોઈડા અને દિલ્હી માટે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. UPEDA દ્વારા 13 ઇન્ટરચેન્જ અને 11 સ્થળોએ ટોલ ટેક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં છ જગ્યાએ ટોલ પ્લાઝા અને પાંચ રેમ્પ પ્લાઝા પણ બનાવવામાં આવ્યા છે. સુલતાનપુર જિલ્લામાં ભારતીય વાયુસેનાના ફાઇટર જેટને લેન્ડ કરવા માટે 3.2 કિમીની એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કયા ઉદ્યોગ માટે કેટલી જમીન
માહિતી અનુસાર, બારાબંકી ફૂડ પ્રોડક્ટ, લાકડું, દવા માટે 735 હેક્ટર, અમેઠી ફૂડ પ્રોડક્ટ માટે 855 હેક્ટર, સુલતાનપુર ફૂડ પ્રોડક્ટ માટે 768 હેક્ટર, જૌનપુર ટેક્સટાઇલ માટે 484 હેક્ટર, આઝમગઢ ફૂડ પ્રોડક્ટ માટે 854 હેક્ટર, મૌ ફૂડ પ્રોડક્ટ માટે 813 હેક્ટર, અયોધ્યા ફેબ્રિક માટે 43 હેક્ટરમાં થશે. મેટલ પ્રોડક્ટ્સને, 949 હેક્ટર ગોરખપુર મેડિકલ ડેન્ટલ ઈક્વિપમેન્ટને, 760 હેક્ટર આંબેડકર નગર ટેક્સટાઈલને, 500 હેક્ટર બલિયા ફૂડ પ્રોસેસિંગને જમીન મળશે

પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કોઈ પણ નિર્ધારિત ધોરણ કરતાં વધુ ઝડપે મુસાફરી કરી શકશે નહીં. હવે એક્સપ્રેસ વે પર લક્ઝરી વાહનોની મહત્તમ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Indian Women Football Team પ્રથમ વખત ઓલિમ્પિક મેડલ વિજેતા બ્રાઝિલ સામે ટકરાશે, ચિલી અને વેનેઝુએલા સાથે પણ થશે ટક્કર

આ પણ વાંચોઃ Haryana : વર્લ્ડ ચેમ્પિયન નહીં યુનિવર્સિટી લેવલ કુસ્તીબાજ રહેલી નિશા દહિયાની હત્યા, નિશાની હત્યા બાદ લોકોમાં રોષ, એકેડમીમાં આગ લગાવી

 

Next Article