યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર સ્થળ પર ગંગાજળ અને કાબુલ નદીનું જળ અર્પણ કર્યું

|

Oct 31, 2021 | 7:07 PM

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, મારા અયોધ્યા જવાનો મુખ્ય હેતુ એ છે કે અફઘાનિસ્તાનની એક યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કાબુલ નદીનું જળ શ્રી રામ જન્મ ભૂમિને સમર્પિત કરવા મોકલ્યું છે. એ ભાવનાને હું ખાસ આ પ્રસંગ સાથે સાંકળવા જાઉં છું.

યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર સ્થળ પર ગંગાજળ અને કાબુલ નદીનું જળ અર્પણ કર્યું
Yogi Adityanath

Follow us on

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) રવિવારે અયોધ્યામાં રામ જન્મ ભૂમિ (Ayodhya Ram Janmabhoomi) ખાતે કાબુલ નદી અને ગંગાનદીનું જળ અર્પણ કર્યું હતું. કાબુલ નદીનું જળ અફઘાનિસ્તાનની એક યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામ જન્મ ભૂમિ પર અર્પણ કરવા મોકલ્યું હતું.

અયોધ્યામાં મુખ્યમંત્રીએ કહ્યું, ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આજે મને ગંગાજળ સાથે કાબુલ નદીમાંથી આવતા પાણીને સમર્પિત કરવાનો લહાવો મળ્યો છે. યોગીએ કહ્યું, તમે અંદાજ લગાવી શકો છો કે અફઘાનિસ્તાનમાં કેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિઓમાં પણ જો કોઈ છોકરી શ્રી રામ જન્મ ભૂમિ સંકુલમાં ભેટ મોકલે તો તે ખૂબ જ પ્રશંસાપાત્ર છે. એ ભાવનાઓનું સન્માન કરવા આજે હું પોતે આ જળ લઈને અયોધ્યા આવ્યો છું.

કાબુલ નદીનું જળ અર્પણ કરવા યોગી પહોંચ્યા
અયોધ્યા જતા પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં પત્રકારોને જણાવ્યું હતું કે, મારા અયોધ્યા જવાનો મુખ્ય હેતુ એ છે કે અફઘાનિસ્તાનની એક યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કાબુલ નદીનું જળ શ્રી રામ જન્મ ભૂમિને સમર્પિત કરવા મોકલ્યું છે. એ ભાવનાને હું ખાસ આ પ્રસંગ સાથે સાંકળવા જાઉં છું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

થોડી જ વારમાં યોગી હેલિકોપ્ટરથી અયોધ્યા ગયા. તેમણે કહ્યું કે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે, ત્યાં દુનિયાભરની પવિત્ર નદીઓના જળનો ઉપયોગ કરવામાં આવશે અને કાબુલની આ યુવતીએ ભક્તિનું ઉદાહરણ આપ્યું છે. તેમણે અફઘાનિસ્તાનની આ યુવતીની પ્રશંસા કરી.

દિવાળીની તૈયારીઓ
યોગી સરકાર અયોધ્યામાં દીપોત્સવની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજ્ય સરકારે રામનગરીને ગાયના છાણમાંથી બનાવેલા દીવાઓથી રોશન કરવાની તૈયારીઓ કરી છે. આ વખતે દિવાળીમાં અયોધ્યામાં પાંચ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે.

 

આ પણ વાંચો : PM MODI કેદારનાથમાં આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે, BJPનું રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન

આ પણ વાંચો : ‘હું મરી જઈશ પણ ભાજપ સાથે કોઈ સંબંધ નહીં રાખું’, પ્રિયંકા ગાંધીએ સંકલ્પ રેલીમાં યોગી સરકાર પર કર્યા પ્રહાર

Next Article