Lucknow: હજરતગંજમાં 5 માળની ઈમારત ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા

|

Jan 24, 2023 | 8:27 PM

દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને બચાવ ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. કાટમાળમાં મોટી સંખ્યામાં લોકો દબાયા હોવાની આશંકા છે. 5 માળની ઈમારતમાં લગભગ 20 ફ્લેટ હોવાની જાણકારી મળી રહી છે.

Lucknow: હજરતગંજમાં 5 માળની ઈમારત ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા

Follow us on

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ સહિત ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં આજે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા. તેની વચ્ચે સાંજે સમાચાર મળી રહ્યા છે કે લખનઉના હજરતગંજના વઝીર હસન રોડ પર 5 માળની એક ઈમારત ધરાશાયી થઈ. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને બચાવ ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. કાટમાળમાં મોટી સંખ્યામાં લોકો દબાયા હોવાની આશંકા છે. 5 માળની ઈમારતમાં લગભગ 20 ફ્લેટ હોવાની જાણકારી મળી રહી છે.

ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવાના CMએ આપ્યા નિર્દેશ

ત્યારે ઘટનાની જાણ થતાં જ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જૂની ઈમારત ધરાશાયી થવાની નોંધ લીધી છે. મુખ્યપ્રધાને ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાના નિર્દેશ જિલ્લા તંત્રના અધિકારીઓને આપ્યા છે. તેની સાથે જ જિલ્લાધિકારી અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓની સાથે SDRF, NDRFની ટીમને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય કરવાના આદેશ આપ્યા છે. તેની સાથે ઘણી હોસ્પિટલોને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા.

લખનઉ સહિત ઘણા શહેરોમાં આવ્યા ભૂકંપના ઝટકા

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ આજે બપોરે 2 વાગ્યેને 28 મિનિટ પર આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.8 હતી અને તેનું કેન્દ્ર નેપાળમાં નોંધાયું છે. રિપોર્ટ મુજબ ભૂકંપના ઝટકા લખનઉ સિવાય બરેલી, આગ્રા, નોઈડા, ગાજિયાબાદ તથા મેરઠમાં પણ અનુભવાયા છે.

ભૂકંપથી થઈ દુર્ઘટના?

ઉત્તરપ્રદેશના ડેપ્યુટી મુખ્યપ્રધાન બૃજેશ પાઠકે જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે. NDRF-SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. પોલીસ જવાન અને ફાયરબ્રિગેડના જવાન પણ ઘટનાસ્થળે છે. અત્યાર સુધી 3 લોકોના મૃતદેહ મળ્યા છે. લખનઉના જિલ્લાધિકારી સૂર્યપાલ ગંગવારને પૂછવામાં આવ્યું કે શું આ ઘટના ભૂકંપના કારણે થઈ છે તો તેમને કહ્યું કે હાલમાં કંઈ કહીં શકાય નહીં.

Published On - 7:49 pm, Tue, 24 January 23

Next Article