ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) ઝાંખી પ્રજાસત્તાક દિવસની પરેડ (Republic Day Parade) દરમિયાન રાજ્યની સર્વશ્રેષ્ઠ ઝાંખી તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્રની ઝાંખીએ લોકપ્રિય પસંદગીની શ્રેણીમાં (Popular Choice Category) જીત મેળવી છે. આ સિવાય સીઆઈએસએફ (CISF) ને સર્વશ્રેષ્ઠ માર્ચિંગ ટીમ તરીકે પસંદ કરવામાં આવી છે. રક્ષા મંત્રાલયે શુક્રવારે આ અંગે માહિતી આપી હતી.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારતીય નૌકાદળને સેવાઓમાં શ્રેષ્ઠ માર્ચિંગ ફોર્સ તરીકે પસંદ કરવામાં આવી છે. આ સાથે જ ભારતીય વાયુસેનાએ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં (Popular Choice Category) જીત મેળવી છે. શિક્ષણ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
Indian Navy chosen as best marching contingent among the Services during Republic Day parade 2022; Indian Air Force wins in popular choice category; Ministry of Education & Ministry of Civil Aviation declared joint winners among Ministries: Defence Ministry pic.twitter.com/ZTlT16nkMZ
— ANI (@ANI) February 4, 2022
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના 73માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત પરેડ દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી માટે વાયુદળના 75 વિમાનોનો ભવ્ય ‘ફ્લાયપાસ્ટ’ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતું. પરેડ દરમિયાન, રાજપથ પર દેશની સૈન્ય શક્તિ અને જીવંત સાંસ્કૃતિક વારસો ગૌરવપૂર્ણ રીતે ઝાંખી સ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જો કે, કોવિડ-19ની વૈશ્વિક મહામારીને કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણી બહુ મોટા પાયે આયોજિત કરવામાં આવી ન હતી. જેટલી સામાન્ય વર્ષોમાં કરવામાં આવતી હતી.
ભારતીય સેનાએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં સેન્ચ્યુરિયન ટેન્ક, PT-76 ટેન્ક, 75/24 પેક હોવિત્ઝર અને OT-62 પોખરાજ આર્મર્ડ વ્હીકલ જેવા મુખ્ય શસ્ત્રો અને સાધનો પ્રદર્શિત કર્યા હતા, જેણે 1971ના ભારત-પાક યુદ્ધમાં પાકિસ્તાનને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામેની જીતની ઉજવણી કરવા માટે ભારતે 2021માં સુવર્ણ વિજય વર્ષની ઉજવણી કરી હતી. આ યુદ્ધ પછી બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. સૈનિકો એક PT-76 ટેન્ક, એક સેન્ચ્યુરિયન ટેન્ક, બે MBT અર્જુન Mk-I ટેન્ક, એક OT-62 ટોપાઝ બખ્તરબંધ વાહન, એક BMP-I પાયદળ લડાયક વાહન અને બે BMP-II પાયદળ લડાયક વાહનો પણ પરેડમાં સામેલ કરાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપીને પ્રજાસત્તાક દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર વર્ષ 1971 અને તે પહેલા અને પછીના યુદ્ધો સહિત તમામ યુદ્ધોમાં શહીદ થયેલા ભારતીય શહીદ સૈન્ય જવાનોના નામ અંકિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ