સુપ્રીમ કોર્ટમાં યુપી સરકારનો જવાબ, તોફાનીઓને પાઠ ભણાવવા માટે નહી, ગેરકાયદે બાંધકામ સામે છે બુલડોઝરની કાર્યવાહી

|

Jun 22, 2022 | 11:48 AM

ઉતરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલ સોગંદનામામાં (affidavit) જણાવ્યુ છે કે, જમીયત ઉલમા-એ-હિંદ (Jamiat Ulama-e-Hind) દ્વારા દાખલ કરવામાં આવેલ અરજીમાં જાણી જોઈને સાચી હકીકતો છુપાવવામાં આવી છે. આથી આ અરજીને દંડકીય કાર્યવાહી સાથે રદ કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં યુપી સરકારનો જવાબ, તોફાનીઓને પાઠ ભણાવવા માટે નહી, ગેરકાયદે બાંધકામ સામે છે બુલડોઝરની કાર્યવાહી
Supreme Court (file photo)

Follow us on

યુપીમાં બુલડોઝરની (Bulldozer) કાર્યવાહી પર, સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને (Supreme Court) જણાવ્યું હતું કે હિંસક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા આરોપીઓને સજા કરવાના ભાગરૂપે મિલકતોની તોડફોડ (Demolition campaign) કરવામાં આવતી નથી. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે બુલડોઝર દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહી એ મ્યુનિસિપલ કાયદાઓ અનુસાર અને નિયમોનો ઉલ્લંઘન કરનારાઓને યોગ્ય તક પૂરી પાડ્યા પછી ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવે છે. 16 જૂનના રોજ જાહેર કરાયેલ કોર્ટની નોટિસના જવાબમાં ઉતરપ્રદેશ સરકારે (Government of Uttar Pradesh) સોગંદનામું કરીને જણાવ્યુ કે, કાનપુર અને પ્રયાગરાજમાં તેના મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ન્યાયી છે. જ્યાં ત્રણ મિલકતો તોડી પાડવામાં આવી હતી.

બુલડોઝરની કાર્યવાહીને રમખાણો સાથે કોઈ લેવાદેવા નથી

યોગી આદિત્યનાથ સરકારે તેના સોગંદનામામાં કહ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ સામે બુલડોઝરની કાર્યવાહીને રમખાણો સાથે કોઈ લેવાદેવા નથી અને ઉત્તર પ્રદેશ શહેરી આયોજન હેઠળ દબાણ કરનારા અને ગેરકાયદે બાંધકામો કરનારા સામે ચાલી રહેલી ડિમોલિશન ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારે સોગંદનામામાં કહ્યું છે કે રમખાણોના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી સંપૂર્ણપણે અલગ કાયદા અનુસાર તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ, ભારતીય દંડ સંહિતા, યુપી ગેંગસ્ટર અને એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ પ્રિવેન્શન એક્ટ અને યુપી રિકવરી ઓફ ડેમેજ ટુ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી એક્ટ નામના સોગંદનામામાં તોફાનીઓ સામે લાગુ થવાના સંબંધિત કાયદા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા સુપ્રીમકોર્ટમાં દાખલ કરાઈ હતી અરજી

સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમ સંસ્થા જમીયત ઉલમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી બે અરજીઓ પૈકી, એક અરજીમાં માંગ કરવામાં આવી છે કે યુપી સરકાર દ્વારા હાથ ધરાતી બુલડોઝરની કાર્યવાહી સામે રોક લગાવવામાં આવે. આ અરજીને દંડ સાથે રદ કરવામાં આવે. એફિડેવિટમાં યુપી સરકારે જણાવાયું છે કે મુસ્લિમ સંસ્થા જમીયત ઉલમા-એ-હિંદ સંસ્થાએ જાણી જોઈને અરજીમાં સાચી હકીકતો છુપાવી છે.

Next Article