ગજબ !! બકરીનું હિંદુ રીતિ-રિવાજથી અંતિમ સંસ્કાર, માલિકે કરાવ્યુ મુંડન, બ્રાહ્મણ મિજબાનીનું પણ આયોજન

|

Dec 05, 2021 | 12:41 PM

પરિવારે ગ્રામજનો સાથે મળીને સૌપ્રથમ બકરીની અંતિમયાત્રા કાઢી હતી. ત્યારબાદ રામપ્રકાશ તેને પોતાના ખેતરમાં લઈ ગયા અને હિંદુ રીતિ-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કર્યા.

ગજબ !! બકરીનું હિંદુ રીતિ-રિવાજથી અંતિમ સંસ્કાર, માલિકે કરાવ્યુ મુંડન, બ્રાહ્મણ મિજબાનીનું પણ આયોજન
Goat cremated with Hindu customs

Follow us on

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કૌશામ્બી જિલ્લામાંથી બકરીના અંતિમ સંસ્કારનો (Goat Funeral) એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બકરીના મૃત્યુ બાદ તેના માલિકે હિંદુ રીતિ-રિવાજ મુજબ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ ઉપરાંત બકરીના આત્માની શાંતિ માટે બ્રાહ્મણ મિજબાનીનું પણ આયોજન કરવામાં આવશે.

આ ઘટના સામે આવ્યા પછી ઘણા લોકો ચોંકી ગયા છે, જ્યારે ઘણા લોકો વ્યક્તિના પ્રાણી પ્રેમને જોઈને ભાવુક થઈ રહ્યા છે. કૌશામ્બી જિલ્લાના સિરાથુ તાલુકા હેઠળના સાયરા મીઠાપુર નિહાલપુર ગામના રહેવાસી રામપ્રકાશ યાદવ હોમગાર્ડ તરીકે કામ કરે છે. તેઓ મુખ્ય વિકાસ અધિકારીની ઓફિસમાં પોસ્ટેડ છે. રામપ્રકાશ યાદવે પોતાના ઘરે એક બકરી પાળી હતી. તે બકરીને પોતાના પુત્રની જેમ પ્રેમ કરતો હતો. બકરી પણ પોતાના ઘરમાં રહેતા બધા સાથે ભળી ગઈ અને ખૂબ પ્રેમથી રહેતી. રામપ્રકાશ એ બકરીનું નામ કલ્લુ રાખ્યું.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

રામપ્રકાશના પરિવારના સભ્યો પણ કલ્લુ બકરીના પ્રેમમાં પડ્યા હતા. આ કારણે તેની વૃદ્ધાવસ્થા બાદ પણ પરિવાર બકરીને કસાઈને વેચવા માંગતો ન હતો. આ કારણે તેણે બકરીને પોતાની પાસે રાખી હતી. આ પછી બકરી બીમાર થઈ ગઈ. રામપ્રકાશએ તેને દવા કરાવી પરંતુ શુક્રવારે સવારે અચાનક બકરીનું મૃત્યુ થયું. કલ્લુના મૃત્યુથી પરિવારમાં ભારે શોક છવાઈ ગયો હતો.

આ પછી રામપ્રકાશનો પરિવાર બકરીના અંતિમ સંસ્કારમાં સામેલ થયો. પરિવારે ગ્રામજનો સાથે મળીને સૌપ્રથમ બકરીની અંતિમયાત્રા કાઢી હતી. ત્યારબાદ રામપ્રકાશ તેને પોતાના ખેતરમાં લઈ ગયા અને હિંદુ રીતિ-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કર્યા. રામપ્રકાશે માથું પણ મુંડન કરાવ્યું અને રામપ્રકાશે કહ્યું કે તે બકરીની તેરમી પણ કરશે.

આ પણ વાંચો –

Australia Ashes Series ની પ્રથમ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી, જાણો ક્યા ખેલાડીઓને મળ્યું સ્થાન?

આ પણ વાંચો –

Shukan Shastra : ભારતમાં અશુભ મનાતી બિલાડીની વિદેશમાં બોલબાલા, આ દેશમાં તો બિલાડીને માનવમાં આવે છે ભાગ્યની દેવી !

આ પણ વાંચો –

Jugaad : વાયર પર ફસાયેલી બિલાડીને બચાવવા આ વ્યક્તિએ લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈ લોકોએ કહ્યુ ” લાજવાબ”

Next Article