Uttar Pradesh: રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા CM યોગી આદિત્યનાથ, સરકારના એક વર્ષ લેખા-જોખા કર્યા રજૂ

|

Mar 25, 2023 | 7:45 PM

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને પણ મળવા માટે પહોંચ્યા અને તેમને યોગી સરકારના એક વર્ષ લેખા-જોખા રજૂ કર્યા. સાથે જ જણાવ્યું કે એક વર્ષ દરમિયાન રાજ્યએ ઘણી સિદ્ધીઓ હાંસલ કરી છે.

Uttar Pradesh: રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા CM યોગી આદિત્યનાથ, સરકારના એક વર્ષ લેખા-જોખા કર્યા રજૂ

Follow us on

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સફળતાપૂર્વક એક ટર્મ પૂર્ણ કર્યા બાદ આજે તેમને બીજા કાર્યકાળનું પણ એક વર્ષ પૂર્ણ કરી લીધુ છે. આ અવસરે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લખનઉંમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યુ. આ દરમિયાન મુખ્યપ્રધાન યોગીએ પોતાના બે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય અને બૃજેશ પાઠકની સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની સરકારની એક વર્ષની સિદ્ધીઓની સાથે છેલ્લા 6 વર્ષમાં જે કામ કર્યા છે, તેના વખાણ કર્યા.

આ સાથે જ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને પણ મળવા માટે પહોંચ્યા અને તેમને યોગી સરકારના એક વર્ષ લેખા-જોખા રજૂ કર્યા. સાથે જ જણાવ્યું કે એક વર્ષ દરમિયાન રાજ્યએ ઘણી સિદ્ધીઓ હાંસલ કરી છે. તેમને કહ્યું કે પહેલા કહેવામાં આવતુ હતુ કે ઉત્તરપ્રદેશનો વિકાસ ના થઈ શકે પણ આજે ઉત્તરપ્રદેશ વિકાસની હોડમાં નંબર વન બની ગયું છે.

યોગી આદિત્યનાથે કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં રાજ્ય દંગા મુક્ત થયુ. ગુનાઓ ઓછા થયા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યુ છે. સરકારી ક્ષેત્રની નોકરીઓમાં પારદર્શિતા રાખવાનું કામ કરવામાં આવ્યું છે. તે જ રીતે, ખાનગી ક્ષેત્રમાં ઘણી તકો ખોલવા માટે કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં દીકરીનું શિક્ષણ પૂરું થશે તો સરકારની મદદથી તેના લગ્ન થઈ શકશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો: Breaking News: બેંગ્લોરના દાવણગેરેમાં PM મોદીના રોડ શોમાં સુરક્ષામાં ચુક

ઝીરો ટોલરન્સ નીતિ

યોગી આદિત્યનાથે કહ્યું કે તેમની સરકારે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. આ જ કારણ છે કે હવે ઉત્તરપ્રદેશમાં માફિયારાજ નહીં પણ મહોત્સવ થશે. તેમનો ઈશારો ખાસ કરીને તે અસામાજિક તત્વો તરફ હતો, જેના કારણે ઉત્તરપ્રદેશ બદનામ હતું. તેમને કહ્યું કે 6 વર્ષમાં ઉત્તરપ્રદેશની તસ્વીર બદલાઈ છે અને આ બદલાવ માત્રને માત્ર સુશાસનના કારણે આવ્યો છે.

પારદર્શિતા સાથે કામ

સીએમ યોગીએ કહ્યું કે રાજ્યમાં 1 લાખ 64 હજાર પોલીસની ભરતીને પારદર્શિતા સાથે પૂર્ણ કરવામાં આવી. કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે સાત પોલીસ કમિશનરેટ બનાવવામાં આવ્યા. દરેક તાલુકામાં ફાયર કેન્દ્રની સ્થાપના કરી. દરેક રેન્જ સ્તર પર ફોરેન્સિક લેબ અને સાયબર પોલીસ સ્ટેશન ખોલવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

5 ઈન્ટરનેશનલ એરપોર્ટ

CM યોગીએ કહ્યું કે 2017માં જ્યારે અમે આવ્યા તો બે એરપોર્ટ હતા. આજે રાજ્યમાં 9 એરપોર્ટ સક્રિય છે. તેમને કહ્યું કે આગામી વર્ષ સુધી રાજ્યમાં કુલ 9 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. આ પ્રકારની સિદ્ધીવાળુ ઉત્તરપ્રદેશ પ્રથમ રાજ્ય હશે. તેના માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. સાથે જ રાજ્યના બાકી શહેરોને પણ એર કનેક્ટિવિટી આપવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

મહિલા સ્વાવલંબન માટે કામ કર્યુ

મહિલાઓ અને યુવાઓને સરળતાથી નોકરી મળે, આર્થિક સ્વાવલંબન આવી શકે. તેના માટે પણ સરકારે ઘણા કામ કર્યા છે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી દરેક જિલ્લાના યુવાનોને રોજગારમાં સ્થાન મળી રહ્યુ છે. હાલમાં ઉત્તરપ્રદેશ કરોડો યુવાઓને રોજગાર આપવાની દિશામાં કામ કરી રહ્યુ છે.

Next Article