AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી એકવાર અમેરિકી સાંસદોનો ભારત વિરોધી ચહેરો થયો બેનકાબ, દંગાના આરોપીને ન્યૂયોર્કના મેયર મમદાનીએ લખ્યો પત્ર

ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાની ફરી એકવાર ભારતના નિશાને આવ્યા છે અને તેમણે તેની ભારત વિરોધી છબીને વધુ એકવાર બેનકાબ કરી છે. જોહરાન મમદાનીએ દિલ્હી દંગાના આરોપી ઉમર ખાલિદને પત્ર લખ્યો છે, મમદાનીએ લખેલો આ પત્ર ઘણો ચર્ચામાં છે. આ અગાઉ પણ તેઓ ગુજરાત દંગાઓને લઈને અને ભારતના મુસ્લિમોને લઈને અનેક ભારત વિરોધી તેમજ હિંદુત્વ વિરોધી ટિપ્પણી કરી ચુક્યા છે.

ફરી એકવાર અમેરિકી સાંસદોનો ભારત વિરોધી ચહેરો થયો બેનકાબ, દંગાના આરોપીને ન્યૂયોર્કના મેયર મમદાનીએ લખ્યો પત્ર
| Updated on: Jan 02, 2026 | 8:53 PM
Share

અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના નેતા જોહરાન મમદાનીએ ન્યૂયોર્કના મેયર પદના શપથ લઈ લીધા છે. શપથ લીધા બાદ તેમણે ભારતની જેલમાં બંધ એક્ટિવિસ્ટ ઉમર ખાલિદને લખેલો પત્ર ઘણો ચર્ચામાં આવ્યા છે. જોહરાન મમદાનીએ UAPA હેઠળ 2020માં જેલમાં બંધ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ સાથે એકજુટ્તા દર્શાવી છે. અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ જિમ મૈકગવર્ન અને જેમી રસ્કિન સહિત અનેક મોટા નેતાઓએ પણ ઉમર ખાલિદના સમર્થનમાં અપીલ કરી છે. ઉમર ખાલિદની પાર્ટનર બનજ્યોત્સના લાહિડીએ X પર મમદાનીના નોટને શેર કરી છે. જો કે તેના પર તારીખ લખેલી નથી. જે બાદ હવે ભારતમાં તેના રિએક્શન આવવાના શરૂ થઈ ગયા છે.

જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટી (JNU)ના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ દિલ્હીમાં દંગા ભડકાવવાના આરોપમાં છેલ્લા 5 વર્ષથી જેલમાં છે. મમદાનીના મેયર પદના શપથ લીધાના તુરંત બાદ ઉમર ખાલિદને લખેલા પત્રએ ભારતમાં એક મોટા વર્ગનું ધ્યાન ખેંચ્યુ છે. અનેક લોકોએ મમદાનીના આ ક્રિયા પર આપત્તિ દર્શાવી છે.

મમદાનીએ પત્રમાં શું લખ્યુ

ઉમર ખાલિદની પાર્ટનર બાનોજ્યત્સના લાહિડીએ X પર શેર કરેલા તારીખ વિનાના પત્રમાં મમદાનીએ લખ્યુ છે, પ્રિય ઉમર, હું હંમેશા કડવાશ પર તમારા શબ્દો અને તેને પોતાના પર હાવી ન થવા દેવાના મહત્વ વિશે મનોમંથન કરુ છુ. તમારા માતાપિતાને મળીને સારુ લાગ્યુ. અમે સહુ તમારા વિશે વિચારીએ છીએ.”

ખાલિદના પિતા સૈયદ કાસિમ રસૂલ ઈલિયાસે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યુ કે તેમના પરિવારે ગત વર્ષે ડિસેમ્બરમાં અમેરિકા યાત્રા દરમિયાન મમદાની સાથે મુલાકાત કરી હતી. ઈલિયાસ મમદાની પાસે તેમની જીત પર શુભેચ્છા આપવા માટે તેનો સમય માગ્યો હતો, જે બાદ મમદાની અને તેમની પત્ની રમા દુવાજી સાથે મુલાકાત થઈ હતી.

અમેરિકી સાંસદોએ ઉમર ખાલિદની મુક્તિની કરી માગ

અમેરિકી સાંસદોનના એક ગૃપે અમેરિકામાં રહેલા ભારતીય રાજદૂત વિનય કાત્રાને પત્ર લખી ખાલિદને જામીન આપવા અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નિષ્પક્ષ સુનાવણીની માગ કરી છે. 8 અમેરિકી સાંસદોએ ખાલિદ સહિત ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલી હિંસાના સિલસિલામાં આરોપી વ્યક્તિઓને લાંબા સમય સુધી પ્રી- ટ્રાયલ ધરપકડ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી સાંસદોના પત્રમાં કહેવાયુ છે કે અમેરિકા અને ભારત એક લાંબી વ્યુહાત્મક ભાગીદારી ધરાવે છે. જે ઐતિહાસિક રીતે લોકતાંત્રિક મૂલ્યો, બંધારણીય શાસન અને મજબૂત લોકો-થી-લોકોના સંબંધો પર આધારિત છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર, કાયદાના શાસન અને માનવ અધિકારોની ભાવનામાં, અમે ખાલિદની અટકાયત અંગે અમારી ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છીએ.

અમેરિકી નેતાઓની ટિપ્પણી પર વિવાદ

ફર્સ્ટપોસ્ટના અહેવાલ મુજબ, કેટલાક લોકો, ખાસ કરીને દક્ષિણપંથી જૂથોના નેતાઓએ મમદાની પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ ખાલિદ પર અમેરિકન ધારાસભ્યોના પત્ર પર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે સપ્ટેમ્બર 2024 માં ગાંધીની અમેરિકા મુલાકાત દરમિયાન જેનિસ શાકોવસ્કી સાથેના તેમના ફોટાને ટાંકીને કોંગ્રેસ નેતા પર ભારત વિરોધી વલણ રાખવાનો આરોપ લગાવ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના પ્રવક્તા વિનોદ બંસલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ 34 વર્ષીય વ્યક્તિ ભારતને ન્યાયી ટ્રાયલ વિશે ઉપદેશ આપી રહ્યો છે તે આશ્ચર્યજનક છે. જો તે અમેરિકામાં જાતિવાદ વિરુદ્ધ બોલે તો તે સમજી શકાય તેવું હશે. જ્યારે આપણા મંદિરો પર હુમલો થાય છે ત્યારે તે શા માટે ચૂપ રહે છે? જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે ત્યારે તે કેમ બોલતા નથી?

ઉમર ખાલિદનો કેસ

ઉમર ખાલિદની સપ્ટેમ્બર 2020 માં દિલ્હી રમખાણોના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 53 લોકો માર્યા ગયા હતા અને 700 થી વધુ ઘાયલ થયા હતા. ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસાના માસ્ટરમાઇન્ડ માટે ઉમર પર ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ (UAPA) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. તેના પર દિલ્હી દંગાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. તે છેલ્લા 5 વર્ષથી જેલમાં કેદ છે અને સતત જામીન માટે અરજી કરતો રહ્યો છે, જો કે પાંચ વર્ષમાં માત્ર તેને એકવાર જામીન આપવામાં આવ્યા હતા. દિલ્હીની કડકડડુમા કોર્ટે ઉમર ખાલિદની બહેનના લગ્ન માટે કરાયેલી જામીનની અરજી ગ્રાહ્ય રાખી હતી અને તેને 16 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી વચગાળાના જામીન આપ્યા હતા.

આ અગાઉ તે અનેકવાર જામીન અરજી કરી ચુક્યો છે, પરંતુ તેને સફળતા મળી નથી. ઉમરે સુપ્રીમ કોર્ટમાં પણ જામીન અરજી કરી હતી, જો કે પાછળથી તેણે અરજી પરત લીધી હતી. જે બાદ ઉમરે ટ્રાયલ કોર્ટમાં બીજી રેગ્યુલર જામીન અરજી કરી હતી જે પણ ફગાવી રદ થઈ હતી.

કોણ છે જોહરાન મમદાની?

34 વર્ષિય ઝોહરાન મમદાની ઈન્ડિયન ફિલ્મ મેકર મીરા નાયરના પુત્ર છે. આ એજ મીરા નાયર જેમણે ‘સલામ બોમ્બે’, ‘મોનસૂન વેડિંગ’ અને ‘ધ નેમ સેક’ જેવી ફિલ્મો બનાવી છે. ઝોહરાન મમદાની માતા ફિલ્મમેકર છે તો પિતા પ્રોફેસર છે. જે ગુજરાતી મૂળના ભારતીય મુસ્લિમ છે. ઝોહરાનના પિતા મહેમુદ મમદાની વર્ષો પહેલા ગુજરાતથી યુગાન્ડા શિફ્ટ કરી ગયા હતા અને ઝોહરાન મમદાનીનો જન્મ પણ યુગાન્ડાના કમ્પાલા શહેરમાં થયો હતો. મમદાની જ્યારે સાત વર્ષના હતા ત્યારે જ તેમનો પુરો પરિવાર યુગાન્ડાથી ન્યૂયોર્ક શિફ્ટ થઈ ગયો હતો. બસ ત્યારથી મમદાની અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જ રહે છે અને મમદાની મોટા થયા તો પોલિટિક લીડર બની ગયા ત્યાં સુધી તો બધુ બરાબર છે પરંતુ હવે ચાન્સિસ એવા છે કે તેઓ વિશ્વના સૌથી મોંઘા શહેરના નવા મેયર બની શકે છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ ન્યૂયોર્ક શહેરના મેયર બનવા માટેની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે.

ભારતમાં મમદાનીની છબી હિંદુ વિરોધી અને કટ્ટર ડાબેરી માનસિક્તાવાળા મુસ્લિમ નેતાની છે. કોઈ પાર્ટીના વિરોધી હોવુ, ભાજપ વિરોધી કે મોદી વિરોધી હોય ત્યાં સુધી ઠીક છે પરંતુ મમદાની દેશ વિરોધી વાતો કરે છે. ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવે છે.

પાકિસ્તાની મૂળનો એ ‘કુખ્યાત ક્રિકેટર’, જેણે ઓસ્ટ્રેલિયાની ટીમમાં રહીને કર્યા અનેક મોટા કૌભાંડ

જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ
હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
ખૂબ જ અદભૂત નજારો...હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ
ખૂબ જ અદભૂત નજારો...હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપું નહીં અને લેવું નહીં
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપું નહીં અને લેવું નહીં
g clip-path="url(#clip0_868_265)">