ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે- અમેરિકાના ફોરેન અફેર્સ મેગેઝિનમાં કરાયો દાવો- વાંચો

એક અમેરિકી મીડિયામાં કરાયેલા દાવા અનુસાર ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે. એક જિયોપોલિટિકલ પ્રેડિક્શન અનુસાર આવનારા દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મોટુ યુદ્ધ થવાનું છે તેનો સ્કેલ બહુ મોટો હશે. ઓપરેશન સિંદૂર કરતા પણ મોટો હશે અને આ વખતે યુએસએ પણ આ યુદ્ધમાં કોઈપણ ઈન્ટરવેન્શન નહીં કરી શકે. અમેરિકી મેગેઝિને આ યુદ્ધમાં મોટા પરમાણુ હુમલાને લઈને પણ ચેતવ્યા છે.

ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે- અમેરિકાના ફોરેન અફેર્સ મેગેઝિનમાં કરાયો દાવો- વાંચો
| Updated on: May 15, 2026 | 4:32 PM

અમેરિકાના ફોરેન એફર્સ મેગેઝિનમાં છપાયેલા એક આર્ટિકલ મુજબ યુએસ ફોરેન પોલીસી થિંકર્સ એવુ જણાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અનેકવાર એવો દાવો કર્યો કે તેમણે મે 2025માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યુ હતુ. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે આ યુદ્ધ અટકાવીને લાખો લોકોના જીવ જતા બચાવ્યા હતા. જો આ બંને દેશો વચ્ચે યુદ્ધ લાંબુ ખેંચાતુ લાખો લોકોના મોત થઈ ગયા હોત. ટ્રમ્પના હિસાબે ભારત પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થવાનુ હતુ જે તેમણે મધ્યસ્થી કરીને રોકાવ્યુ હતુ. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે ભારત પાકિસ્તાનનુ યુદ્ધ અટકાવ્યુ એ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. જો કે ભારતે ટ્રમ્પના આ દાવાને સંપૂર્ણપણે ફગાવ્યો હતો અને ખુદ વડાપ્રધાન મોદીએ અનેકવાર તેમના દેશજોગ સંબોધનમાં જણાવ્યુ હતુ કે અમેરિકાના કહેવાથી ભારતે યુદ્ધ નથી રોક્યુ. ખુદ પાકિસ્તાની DGMO દ્વારા ભારતને યુદ્ધ રોકવા માટે વિનંતિ કરવામાં આવી હતી, જે બાદ યુદ્ધ રોકવામાં આવ્યુ છે. ફોરેન અફેર્સ મેગેઝિનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની કરાઈ આગાહી હાલ અમેરિકી ફોરેન અફેર્સ મેગેઝિનમાં...

Published On - 7:21 pm, Fri, 8 May 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.