UP News : દહેજમાં આપવામાં આવેલી રકમની નોટોનું પ્રદર્શન કરતો વીડિયો વાયરલ, બુમો પાડી પાડી કરાયું પ્રદર્શન
UP News : યૂપીના શામાલીમાં કુરેશી સમાજમાં થયેલી સગાઇ અને લગ્નમાં રુપિયા અને જ્વેલરીના પ્રદર્શનના બે વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં બુમો પાડી પાડીને જણાવવામાં આવી રહ્યુ છે કે કેટલુ દહેજ આપવામાં આવ્યુ.
UP News : યૂપીના શામાલીમાં કુરેશી સમાજમાં થયેલી સગાઇ અને લગ્નમાં રુપિયા અને જ્વેલરીના પ્રદર્શનના બે વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં બુમો પાડી પાડીને જણાવવામાં આવી રહ્યુ છે કે કેટલુ દહેજ આપવામાં આવ્યુ. કુરેશી સમાજના લોકોનો દાવો છે કે તેમણે લગ્ન સમારોહમાં જ્વેલરી સહિત 51 લાખ રુપિયા છોકરાવાળાને આપ્યા. જણાવવામાં આવી રહ્યુ છે કે આ લગ્નમાં કાર સહિત કુલ 65 લાખ રુપિયાનુ દહેજ અપાયું છે.
બીજો મામલો શામલીના કૈરાનાનો છે. કૈરાના કોતવાલીના ફળિયા છઠીયાનમાં લગ્ન પહેલા થનારા એક રિવાજમાં વરરાજાના માથા પર છોકરી પક્ષે હાથ મૂકવાના રિવાજ માટે 5 લાખ રુપિયા આપ્યા છે. બંને મામલા 10 દિવસ પહેલાના છે તેમ કહેવામાં આવી રહ્યુ છે. આનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
પહેલો કેસ શામલીના થાના ભવન થાનાની બિલ્કુલ પાછળનો છે. અહીં કોરોનાકાળમાં ઘરની અંદર ભીડ એકઠી કરીને નોટોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.
અહીં બુમો પાડી પાડીને જણાવવામાં આવી રહ્યુ છે કે 20 લાખ 51 હજાર, 40 સોનાની વસ્તુ, 30 ચાંદીની વસ્તુ આપી છે. આ સિવાય બીજા ભાઇએ 21 લાખ રુપિયા 11 સોનાની વસ્તુ વેવાઇ-વેવાણને ભેટ આપી છે. આ સિવાય કારનું મહેમાન સામે પ્રદર્શન કરવામાં આવ્યુ. કન્યા પણ સોનાના ઘરેણાં સાથે બેસી છે.
#ViralVideo shows Bride's family giving Rs. 5 lakh to Groom during engagement ceremony in Shamli of #UttarPradesh. pic.twitter.com/B4Djvw7sNG
— tv9gujarati (@tv9gujarati) June 24, 2021
આ દરમિયાન એક નવયુવકને ભીડથી લોકોએ ઉપાડ્યો અને તેના માથા પર હાથ મૂકીને લોકો બોલે છે કે તારી સગાઇ થઇ ગઇ છે. અમે તારા માથા પર હાથ મૂકવાના પાંચ લાખ રુપિયા આપી રહ્યા છીએ. ત્યારબાદ બેગમાંથી નોટ કાઢીને પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.
આપને જણાવી દઇએ કે દેશમાં દહેજ લેવુ અને દેવુ એ કાયદાકીય રીતે અપરાધ છે. આ વાયરલ વીડિયો થાના ભવનના છે અને 2 મહિના જૂનો વીડિયો છે. જેમાં સોના-ચાંદી આભૂષણ દર્શાવવામાં આવી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યુ કે આઇટી સેલ દ્વાર તપાસ કરવામાં આવશે અને સંબંધિત ધારાઓ લગાડવામાં આવશે.