Uttar Pradesh: 10 લાખ કરોડનું રોકાણ લાવવા યોગી સરકાર ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું કરશે આયોજન, 17 દેશમાં યોજાશે રોડ શો

|

Aug 22, 2022 | 10:41 PM

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવે 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ લાવવાનું અભિયાન શરૂ કર્યું છે. આટલું મોટું રોકાણ લાવવા માટે યોગી સરકાર આગામી વર્ષ 2023માં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરી રહી છે.

Uttar Pradesh: 10 લાખ કરોડનું રોકાણ લાવવા યોગી સરકાર ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું કરશે આયોજન, 17 દેશમાં યોજાશે રોડ શો
How much crime has decreased in UP in 5 years? CM Yogi presented the figures
Image Credit source: File Image

Follow us on

ઉત્તર પ્રદેશની (Uttarpradesh) યોગી સરકાર (Yogi Government) આવતા વર્ષે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ (Global Investors Summit)નું આયોજન કરશે. સીએમ યોગી આદિત્યનાથે 10 લાખ કરોડના રોકાણનો લક્ષ્યાંક રાખ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સ ત્રણ દિવસ સુધી ચાલશે. આ માટે 17 દેશમાં રોડ શો યોજાશે. આ રોડ શો સપ્ટેમ્બરમાં દુબઈથી શરૂ થશે. યુકે, નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, ઈઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, યુએસએ, કેનેડા, થાઈલેન્ડ, બેલ્જિયમ, સ્વીડન અને રશિયામાં પણ રોડ શો યોજાશે.

તમને જણાવી દઈએ કે વ્યાપારમાં ટોચના હોવાનું સાબિત કરનારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવે 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ લાવવાનું અભિયાન શરૂ કર્યું છે. આટલું મોટું રોકાણ લાવવા માટે યોગી સરકાર આગામી વર્ષ 2023માં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટની શરૂઆત કરશે. આ ત્રણ દિવસીય સમિટમાં દેશ-વિદેશના મોટા ઔદ્યોગિક ગૃહોના વડાઓ ભાગ લેશે. આ સમિટમાં ભારત અને વિદેશના મોટા ઉદ્યોગપતિઓને લાવવા માટે યુપીનો ઉદ્યોગ વિભાગ સપ્ટેમ્બરથી 17 દેશમાં રોડ શો શરૂ કરશે.

વિભાગના અધિકારીઓ તૈયારીઓમાં લાગ્યા

આ રોડ શો માટે ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિદેશમાં યોજાનારા રોડ શોની શરૂઆત દુબઈથી કરવામાં આવશે. આ ઉપરાંત યુનાઈટેડ કિંગડમ (યુકે), નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, ઈઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, યુએસએ, કેનેડા, થાઈલેન્ડ, બેલ્જિયમ, સ્વીડન અને રશિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મુખ્ય સચિવે આપી મંજૂરી

આ રોડ શોનો ઉદ્દેશ્ય ઉદ્યોગ સાહસિકોને રાજ્યની નીતિઓ અને અહીં રોકાણ માટેની અમર્યાદીત શક્યતાઓ વિશે માહિતગાર કરવાનો રહેશે. આ રોડ શોની તૈયારી માટે ઉદ્યોગ વિભાગના અધિકારીઓ રાજ્યમાં રોકાણ કરવા ઈચ્છુક આવા વિદેશી સાહસિકો સાથે સતત સંપર્કમાં છે. વિદેશમાં તેમજ દેશમાં મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને દિલ્હીમાં રોડ શોનું આયોજન કરવામાં આવશે. રાજ્યના મુખ્ય સચિવે ભૂતકાળમાં આ રોડ શોના આયોજનની સમીક્ષા કર્યા બાદ તેની મંજૂરી આપી છે.

રાજ્યની નીતિમાં ફેરફાર થવો જોઈએ

નોંધનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ષ 2023માં યોજાનારી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. 2018માં યોજાયેલી ઈન્વેસ્ટર્સ સમિટમાં 4.60 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હવે યુપીમાં 10 લાખ કરોડ રૂપિયાનું નવું રોકાણ લાવવા માટે રાજ્યની 27 નીતિઓમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

સરકાર ખાસ તૈયારી સાથે રોડ શો કરશે

આ ક્રમમાં ઔદ્યોગિક નીતિ લાવવાની સાથે રાજ્ય સરકાર નવી બાયો અને એનર્જી પોલિસી પણ લાવી રહી છે. આ ઉપરાંત યુપીની ઔદ્યોગિક નીતિ સહિત 27 ક્ષેત્રીય નીતિઓનું ભાષાંતર વિવિધ ભાષાઓમાં કરાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી વિદેશમાં રોડ શો દરમિયાન ત્યાંના રોકાણકારોને તેમની ભાષામાં પોલિસીની નકલો ઉપલબ્ધ કરાવી શકાય. પ્રથમ તબક્કામાં આ નીતિઓના જર્મન, ફ્રેન્ચ, જાપાનીઝ, અંગ્રેજી વગેરે ભાષાઓમાં અનુવાદ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

Next Article