Breaking News: પોખરાથી કાઠમંડુ જઈ રહેલી UPની બસ નદીમાં ખાબક્તા 14 ભારતીયોના થયા મોત, નેપાળના તનાહુન જિલ્લામાં થયો અકસ્માત

|

Aug 23, 2024 | 12:52 PM

Nepal Bus Accident: જિલ્લા પોલીસ કચેરી તનાહુનના ડીએસપી દીપકુમાર રાયના જણાવ્યા અનુસાર, "યુપી FT 7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં પડી છે અને નદીના કિનારે પડી છે." મળતી માહિતી મુજબ, આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. બસમાં 40 યાત્રિકો સવાર હતા. પોખરાથી બસ કાઠમંડુ જઈ રહી હતી એ દરમિયાન તનાહુન જિલ્લામાં બસને અકસ્માત નડ્યો. બસ નદીમાં ખાબક્તા ઘટનાસ્થળે જ 14 ભારતીયોના મોત થયા છે.

Breaking News: પોખરાથી કાઠમંડુ જઈ રહેલી UPની બસ નદીમાં ખાબક્તા 14 ભારતીયોના થયા મોત, નેપાળના તનાહુન જિલ્લામાં થયો અકસ્માત

Follow us on

Nepal Bus Accident: નેપાળના તનાહુન જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય પેસેન્જર બસ મર્સ્યાંગડી નદીમાં પડી છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. જિલ્લા પોલીસ કાર્યાલય તનહુનના ડીએસપી દીપકુમાર રાયે માહિતી આપી હતી કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી હતી અને હવે નદી કિનારે પડી છે.

દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને 16 ઘાયલ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ બસ પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમંડુ જવા રવાના થઈ હતી. અકસ્માત સમયે બસમાં ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.

જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો

તમામ  ઈજાગ્રસ્તોને  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.  તમામ 16 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે.

આ દુ:ખદ ઘટનાથી સ્થાનિક સમુદાયો અને મુસાફરોમાં ચિંતા અને શોકનું મોજુ ફરી વળ્યું છે. વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ આ દુર્ઘટનાના તમામ સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

 

 

Published On - 12:36 pm, Fri, 23 August 24

Next Article