ખુલામાં શૌચ જનારી સાસુઓએ હાથમાં લોટા લઇ રેસ લગાવી, વિજેતા સાસુને વહુએ મેડલ પહેરાવ્યો

|

Oct 12, 2021 | 11:53 PM

આ દોડમાં વૃદ્ધ સાસુ હાથમાં લોટા લઈને 100 મીટર દોડ્યા, જેની પુત્રવધૂ ખુલ્લામાં શૌચ કરવા જાય છે. રેસમાં વિજેતાને સાસુને પુત્રવધૂએ મેડલ પહોરાવ્યો હતો.

ખુલામાં શૌચ જનારી  સાસુઓએ હાથમાં લોટા લઇ રેસ લગાવી, વિજેતા સાસુને વહુએ મેડલ પહેરાવ્યો
Unique race for mother in laws in Bhopal in a open defecation free village

Follow us on

ઘરમાં શૌચાલય છે, છતાં વહુઓ શૌચ કરવા બહાર નીકળી રહી છે. પંચાયતો ખુલ્લામાં શૌચમુક્ત (ODF) બની છે, તેમ છતાં કેટલીક મહિલાઓ બહાર શૌચ કરવાનું બંધ કરી રહી નથી. આવી મહિલાઓ માટે ભોપાલને અડીને આવેલા ફંડા કાલા ગામમાં એક અનોખી દોડ જોવા મળી હતી. આ દોડમાં, વૃદ્ધ સાસુ હાથમાં લોટા લઈને 100 મીટર દોડ્યા, જેની પુત્રવધૂ ખુલ્લામાં શૌચ કરવા જાય છે.

સ્વચ્છતાનો સંદેશ આપવા માટે જિલ્લા પ્રશાસને પ્રથમ વખત આ અનોખો પ્રયોગ કર્યો છે. આ રેસમાં વિજેતા તે સાસુ થઇ, જે દોડ્યા બાદ તેના લોટામાં સૌથી વધુ પાણી બચ્યું હતું. આ રેસની સૌથી સારી બાબત એ છે કે વિજેતા જીતવન નિર્ધારિત નિશાન સુધી પહોંચ્યા બાદ સાસુએ લોટા ફેંક્યા. વિજેતાને તેની પુત્રવધૂએ મેડલ આપ્યો હતો.

ઉદ્દેશ ODF જાહેર કરાયેલા ગામોમાં ખુલ્લામાં શૌચ બંધ કરવા અંગે જાગૃતિ લાવવાનો હતો
આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ તે ગામોમાં ખુલ્લામાં શૌચ બંધ કરવા અંગે જાગૃતિ લાવવાનો હતો જેને ODF જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધા ત્રણ રાઉન્ડમાં યોજવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં 10 સાસુ-સસરા દોડ્યા, બીજા રાઉન્ડમાં 10, પછી તેમાંથી 5 અંતિમ રાઉન્ડમાં પસંદ થયા. પ્રથમ, બીજા અને ત્રીજા વિજેતાઓને અંતિમ રાઉન્ડના આધારે પસંદ કરવામાં આવ્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જિલ્લા પંચાયતના સીઈઓ વિકાસ મિશ્રા કહે છે કે આ દોડથી તે સંદેશ છે કે અમે આખી જિંદગી લોટા સાથે શૌચ માટે બહાર ગયા હતા, પણ અમારી વહુઓએ હવેથી આવું ન કરવું જોઈએ. સાસુ અને પુત્રવધૂ વચ્ચેનો સંકોચ દૂર કરવા અને બંને વચ્ચે સંવાદ જાળવવા માટે આ દોડ યોજવાનો વિચાર આવ્યો. સરપંચે સમગ્ર ગામને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા. આ કાર્યક્રમમાં ગામની મહિલાઓએ પણ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સાથે જ સામાજિક સંદેશ આપતી આ ખાસ પ્રકારની દોડની ચર્ચા બધે થઈ રહી છે.

આ પણ વાંચો : DELHI : CM હાઉસ બહાર વિરોધ પ્રદર્શનમાં BJP નેતા મનોજ તિવારી ઘાયલ, સફદરગંજ હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો : JAMNAGAR : ગુગળી બ્રાહ્મણ 505 મહિલા મંડળ છેલ્લા 75 વર્ષથી પ્રાચીન ગરબાથી માતાની કરે છે આરાધાના

Next Article