DELHI : CM હાઉસ બહાર વિરોધ પ્રદર્શનમાં BJP નેતા મનોજ તિવારી ઘાયલ, સફદરગંજ હોસ્પિટલમાં દાખલ

દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું હતું કે, છઠનું મહત્વ અને તેમાં રહેલી માન્યતાને સમજીને, હું માનું છું કે છઠ પૂજાની ઉજવણી દિલ્હીમાં રહેતા 80 લાખ પૂર્વાંચલીઓ માટે સંજીવની સમાન છે. છઠ એ આસ્થાનો વિષય છે, આમાં રાજકારણ ન થવું જોઈએ.

DELHI : CM હાઉસ બહાર વિરોધ પ્રદર્શનમાં  BJP નેતા મનોજ તિવારી ઘાયલ, સફદરગંજ હોસ્પિટલમાં દાખલ
Delhi bjp leader manoj tiwari injured in protest against chhath puja at cm house
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 11:28 PM

DELHI : CM હાઉસમાં છઠ પૂજા પર પ્રતિબંધના વિરોધમાં ભાજપના સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari) ઘાયલ થયા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણા લોકોને ઈજાઓ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વોટર કેનનથી પાણીનો મારો ચલાવતા સમયે મનોજ તિવારી બેરીકેડ પરથી પડી જવાથી ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ મનોજ તિવારીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. આ સિવાય ભાજપના કેટલાક કાર્યકરોને પણ ઈજાઓ પહોંચી છે, જેમની પ્રાથમિક સારવાર પણ સફદરજંગ હોસ્પિટલમાં આપવામાં આવી હતી.

કેજરીવાલને છઠનો તહેવારની ઉજવણી સામે આટલો વાંધો કેમ છે? દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું હતું કે, છઠનું મહત્વ અને તેમાં રહેલી માન્યતાને સમજીને, હું માનું છું કે છઠ પૂજાની ઉજવણી દિલ્હીમાં રહેતા 80 લાખ પૂર્વાંચલીઓ માટે સંજીવની સમાન છે. છઠ એ આસ્થાનો વિષય છે, આમાં રાજકારણ ન થવું જોઈએ. એટલા માટે અમે રાજકારણથી દૂર તમામ છઠ સમિતિઓને મળી રહ્યા છીએ, તેમની તૈયારી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ કેજરીવાલ સરકારનો સીધો ઉજવણી ન કરવાનો નિર્ણય તદ્દન આશ્ચર્યજનક છે. અમે સમગ્ર દિલ્હીમાં છઠ વ્રત રાખનારાઓની ભાવનાને ધ્યાનમાં રાખીને છઠનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવીશું. સ્વચ્છતાના પ્રતીક છઠના તહેવારને ઉજવવામાં કેજરીવાલને આટલો વાંધો કેમ છે?

છઠ મહાપર્વ પર પ્રતિબંધ મૂકીને કેજરીવાલ સરકારે પૂર્વાંચલના લોકોનું અપમાન કર્યું દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે જ્યારે કોરોનાની લહેર આવી ત્યારે તે સમયે પણ અરવિંદ કેજરીવાલે પૂર્વાંચલના લોકોને નિરાધાર છોડીને સુવિધાઓ આપવાને બદલે હાથ ઊંચા કર્યા. ન તો રાશન આપ્યું, ન તો કોઈ તબીબી સુવિધા અને તેમને તેમના હાલ પર છોડી દીધા. પોતાની જવાબદારીઓથી બચવા માટે કેજરીવાલ સરકાર છઠ મહાપર્વ ઉજવવાનો સંપૂર્ણ ઇનકાર કરી રહી છે. ભાજપની માંગ છે કે દિલ્હી સરકારે તાત્કાલિક DDMAને પત્ર લખીને છઠ પૂજા ઉજવવાની પરવાનગી આપવી જોઇએ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આદેશ ગુપ્તાએ કહ્યું કે કેજરીવાલ પૂર્વાંચલના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની એક પણ તક છોડતા નથી. યુપી-બિહારના લોકો 500 રૂપિયાની ટિકિટ પર દિલ્હી આવે છે અને 5 લાખની સારવાર કરાવ્યા બાદ રજા આપે છે, કેજરીવાલના આ નિવેદનને કોણ ભૂલી શકે છે.

તેમણે કહ્યું દર વખતની જેમ કેજરીવાલે ફરી એકવાર પૂર્વાંચલના લોકોનું અપમાન કર્યું છે. પૂર્વાંચલના લાખો રહેવાસીઓ દિલ્હીમાં રહે છે અને શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા સાથે છઠ મહાપર્વની ઉજવણી કરે છે, પરંતુ કદાચ આ કેજરીવાલને પસંદ નથી.

આ પણ વાંચો : JAMNAGAR : ગુગળી બ્રાહ્મણ 505 મહિલા મંડળ છેલ્લા 75 વર્ષથી પ્રાચીન ગરબાથી માતાની કરે છે આરાધાના

આ પણ વાંચો : મુન્દ્રા ડ્રગ્સ કેસમાં NIAની મોટી કાર્યવાહી, કરોડોના ડ્રગ્સ મામલે દિલ્હી-NCRમાં 5 સ્થળોએ દરોડા પાડ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">