કોરોના કાળના જોવા મળ્યું અનોખું જુનુન, માત્ર 50 કલાકમાં તૈયાર કરાયો ઑક્સિજન પ્લાન્ટ

કોરોના સંક્રમિત દર્દીઓ માટે મધ્ય પ્રદેશના રીવાના એન્જિનિયરો અને અધિકારીઓના જુનુનથી માત્ર 50 ક્લાકમાં જ સુપર સ્પેશીયાલીટી ઑક્સીજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાંથી દરરોજ 100  ઑક્સીજન સિલિન્ડર ભરવામાં આવે છે

  • tv9 webdesk33
  • Published On - 10:33 AM, 1 May 2021
કોરોના કાળના જોવા મળ્યું અનોખું જુનુન, માત્ર 50 કલાકમાં તૈયાર કરાયો ઑક્સિજન પ્લાન્ટ
મધ્ય પ્રદેશના રીવામાં ઑક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયો

કોરોના સંક્રમિત દર્દીઓ માટે મધ્ય પ્રદેશના રીવાના એન્જિનિયરો અને અધિકારીઓના જુનુનથી માત્ર 50 ક્લાકમાં જ સુપર સ્પેશીયાલીટી oxygen પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાંથી દરરોજ 100  ઑક્સીજન સિલિન્ડર ભરવામાં આવે છે. તેમજ ભવિષ્યની કાર્ય યોજનાને જોતાં હવે રીવા જિલ્લો ઑક્સીજનને લઇને આત્મનિર્ભર થયો છે. શહેરમાં પ્રતિ દિવસ એક હજારથી વધારે બોટલ રીફિલિંગનો ટાર્ગેટ છે.

જેમાં હવે 700 oxygen સિલેન્ડર રિફીલ કરવાનો લક્ષ્ય છે. રીવા જિલ્લામાં 50 કિલો લીટર પ્રવાહી ઑક્સીજનનો ભંડાર છે. અન્ય રાજ્યોમાંથી મેડિકલ oxygen મેળવવાની સાથે સાથે પ્લાન્ટ લગાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તેમજ oxygen  કોન્સેનટેટર લગાવીને ઑક્સીજનનો પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ધારાસભ્ય ભંડોળમાંથી 170 ઓક્સિજન કન્સન્ટ્રેટર ખરીદ્યા

કલેકટર ઇલૈયારાજા ટીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ઓક્સિજનની કમી નથી. આઠ ધારાસભ્યોની પહેલથી 170 ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીનોની ખરીદી કરવામાં આવી હતી. તેમાંથી 70 મશીન લગાવવામાં આવ્યા છે. જ્યાંથી 140 દર્દીઓ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મેળવી રહ્યા છે. બાકીના 100 મશીનો પણ બે-ત્રણ દિવસમાં લગાવવામાં આવશે.

આ સાથે જિલ્લામાં 200 ઓક્સિજન સપ્લાય બેડની સુવિધા ઉપલબ્ધ થશે. તેમજ 12 સમુદાય આરોગ્ય કેન્દ્રોમાં 52 ઓક્સિજન સાથેના બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જો કે, ઓક્સિજન સપ્લાય કરવા માટે અનેક સ્તરે પ્રયાસો કરવામાં આવ્યા હતા. પ્રવાહી ઓક્સિજન ટેન્કર બોકારો પાસેથી સતત મળી રહ્યા છે. તેઓ સંજય ગાંધી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મોટી ટાંકીમાં ઓક્સિજન સંગ્રહ કરે છે.

500 દર્દીઓને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવામાં આવી રહ્યો છે

હાલમાં 500 દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે જે પ્રવાહી ઓક્સિજન અને સિલિન્ડરો દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યું છે. રીવાને સિંગરૌલી પ્લાન્ટમાંથી ઓક્સિજન સિલિન્ડર પણ મળી રહ્યા છે. બે દિવસ પહેલા પ્લાન્ટમાં તકનીકી ખામી હતી. આ પ્લાન્ટ 29 એપ્રિલના રોજ ફરી શરૂ કરાયો હતો. સતના અને કાટની જિલ્લામાંથી ઓક્સિજન સિલિન્ડર પણ મળી રહ્યા છે. હોસ્પિટલોમાં ક્યારેય ઓક્સિજનની તંગી નથી થઈ.

સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્વનિર્ભર 

સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓક્સિજન વિશે આત્મનિર્ભર બની છે. અહીં બે દિવસમાં 89 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અહીંથી દરરોજ 100 સિલિન્ડર ઓક્સિજન મળશે. આ પ્લાન્ટ 29 એપ્રિલથી કાર્યરત છે. ચિકિત્સકોએ કહ્યું કે, આની મદદથી બેડ સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત પ્લાન્ટ ચાલુ કરવાથી અહીં વપરાશમાં લેવામાં આવતા ઓક્સિજનની બચત થશે.