AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોવામાં ‘ગેરકાયદે બાર’ ચલાવી રહી છે કેન્દ્રીય મંત્રીની દીકરી, પવન ખેડાનો સ્મૃતિ ઈરાની પર આરોપ, PM મોદીને કરી હટાવવાની માગ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smriti Irani)ની પુત્રીના ગોવાના રેસ્ટોરન્ટ એન્ડ બારને લઈને કોંગ્રેસે મોટુ નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ આરોપ લગાવ્યો કે મૃત વ્યક્તિના નામે બારનું નકલી લાઇસન્સ લેવામાં આવ્યું છે.

ગોવામાં 'ગેરકાયદે બાર' ચલાવી રહી છે કેન્દ્રીય મંત્રીની દીકરી, પવન ખેડાનો સ્મૃતિ ઈરાની પર આરોપ, PM મોદીને કરી હટાવવાની માગ
Smriti Irani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 6:15 PM
Share

કોંગ્રેસે શનિવારે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smriti Irani)ની પુત્રી ગોવામાં ‘ગેરકાયદે બાર’ ચલાવી રહી છે. આ મામલે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress) એ PM નરેન્દ્ર મોદીને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને હટાવવાની માગ કરી છે. આ તરફ, સ્મૃતિ ઈરાનીની પુત્રીએ આ તમામ આરોપોને ફગાવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી (MP)ની પુત્રીના વકીલ કિરાત નાગરાએ નિવેદન આપ્યું હતું કે તેમની અસીલ ‘સિલી સોલ્સ’ નામની રેસ્ટોરન્ટની ન તો માલિક છે અને ન તો તેને ચલાવે છે. ઉપરાંત, તેમને કોઈપણ ઓથોરિટી તરફથી કોઈ કારણ બતાવો નોટિસ પણ મળી નથી.

કેન્દ્રીય મંત્રીની પુત્રીના વકીલ કિરાત નાગરાએ કહ્યું કે મારી અસીલ વિરુદ્ધ કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ખોટી રીતે અપમાનજનક પોસ્ટ કરવામાં આવી રહી છે. તેઓ તેમના અસીલની માતા સ્મૃતિ ઈરાની પાસેથી રાજકીય સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. વકીલે તમામ આરોપોને સખ્ત શબ્દોમાં ફગાવતા જણાવ્યુ કે, આ ઘણુ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ દુષ્પ્રચાર કરી રહ્યા છે અને તપાસ કર્યા વિના જ ખોટી સનસની ઉભી કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે તેઓ મારા અસીલને એટલા માટે બદનામ કરી રહ્યા છે કે તે કેન્દ્રીય મંત્રીની પુત્રી છે.

કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પરિવાર પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

કોંગ્રેસે એક કાગળ બતાવીને દાવો કર્યો હતો કે એક્સાઈઝ વિભાગ દ્વારા સ્મૃતિ ઈરાનીની પુત્રીને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નોટિસ આપનાર અધિકારીની કથિત રીતે બદલી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી હેડ પવન ખેડાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પરિવાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. જેમા ગોવામાં તેમની પુત્રી દ્વારા ચલાવવામાં આવતા એક રેસ્ટોરન્ટમાં દારૂ પીરસવા માટે નકલી લાઇસન્સ આપવાનો આરોપ છે. તેમણે કહ્યું કે આ કોઈ સૂત્રોને ટાંકીને કે એજન્સીઓ દ્વારા રાજકીય બદલો લેવા માટે કરવામાં આવેલો આરોપ નથી. પરંતુ માહિતી અધિકાર (RTI) હેઠળ મળેલી માહિતીમાં ખુલાસો થયો છે.

પવન ખેડાએ કેન્દ્રીય મંત્રી પર સાધ્યું નિશાન

આ દરમિયાન પવન ખેડાએ દાવો કર્યો હતો કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીએ તેના સિલી સોલ્સ કેફે એન્ડ બાર માટે નકલી દસ્તાવેજો આપીને ‘બાર લાઇસન્સ’ મેળવ્યું હતું. તેમણે કહ્યું કે 22 જૂન, 2022ના રોજ ‘એન્થોની ડીગામા’નું નામ આપી લાઈસન્સ રિન્યુઅલ માટે અરજી કરી હતી, જ્યારે ગયા વર્ષે મે મહિનામાં જ એન્થનીનું અવસાન થયું હતું. એન્થનીના આધાર કાર્ડ પરથી જાણવા મળ્યું છે કે તે મુંબઈના વિલે પાર્લેનો રહેવાસી હતો. RTI હેઠળ માહિતી માંગનારા વકીલને તેમનું ડેથ સર્ટિફિકેટ પણ મળ્યુ છે.

પવન ખેડાએ કહ્યું- ગોવામાં મૃત વ્યક્તિના નામથી બારનું લાઇસન્સ

પવન ખેડાએ જણાવ્યું હતું કે દસ્તાવેજો પરથી એવું પણ જાણવા મળ્યું છે કે બાર લાયસન્સ માટે જરૂરી રેસ્ટોરન્ટ લાયસન્સ વિના જ બાર લાઇસન્સ ઈશ્યુ કરાયા હતા. તેમણે કહ્યું, અમે વડાપ્રધાન પાસે માગ કરીએ છીએ કે સ્મૃતિ ઈરાનીને તાત્કાલિક અસરથી મંત્રીમંડળમાંથી હટાવવામાં આવે. જ્યારે રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીના પ્રહાર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ખેડાએ કહ્યું, અખબાર ચલાવવા જેવા સારા કાર્યની તુલના ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવા સાથે કરી શકાય નહીં.

તેણે પૂછ્યું કે, શું આ બધું ઈરાનીની જાણ વગર થઈ રહ્યું હતું અને શું તેમના પ્રભાવ વિના લાઇસન્સ મળી ગયું હશે? તેમણે આરોપ લગાવ્યો હતો કે રેસ્ટોરન્ટમાં મીડિયાના પ્રવેશને રોકવા માટે રેસ્ટોરન્ટની આસપાસ ખાનગી સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે પૂછ્યું કે અમે તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કે આ બધું કોના પ્રભાવમાં થઈ રહ્યું છે? આ ગેરકાયદે કામ પાછળ કોનો હાથ છે?

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
g clip-path="url(#clip0_868_265)">