Jan Ashirwad Yatra : કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડી તેલંગાણાના પ્રવાસે, તિરુપતિના SVIMS વેક્સિનેશન સેન્ટરની કરી મુલાકાત

|

Aug 19, 2021 | 3:00 PM

જન આશીર્વાદ યાત્રાનો (Jan Aashirwad Yatra) મુખ્ય ઉદ્દેશ તેલંગણાના વિકાસ પર ભાજપના દ્રષ્ટિકોણનો પ્રચાર કરવાનો અને પાર્ટી કેડરને પ્રોત્સાહન આપવાનો છે. આ સિવાય ભાજપ આ યાત્રા દ્વારા સમગ્ર રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા માંગે છે.

Jan Ashirwad Yatra : કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડી તેલંગાણાના પ્રવાસે, તિરુપતિના SVIMS વેક્સિનેશન સેન્ટરની કરી મુલાકાત
G Kishan Reddy

Follow us on

કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડી આજથી તેલંગાણામાં ત્રણ દિવસના રાજકીય પ્રવાસ પર છે. મુલાકાત દરમિયાન આજે  19 ઓગસ્ટના રોજ તેમણે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (SVIMS) ખાતે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી “તમામને વેક્સિન ફ્રી વેક્સિન” ડ્રાઈવનું (Vaccination Drive) નિરીક્ષણ કર્યુ હતુ.

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન જી.કિશન રેડ્ડી (G. Kishan Reddy) આજથી તેમની ત્રણ દિવસીય જન આશીર્વાદ યાત્રા શરૂ કરી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તિરુપતિ પહોંચતા ભાજપના કાર્યકરો દ્વારા કેન્દ્રીય મંત્રીનું (Union Minister) ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રેડ્ડીએ ટ્વિટ કરીને લખ્યુ હતું કે, તિરુપતિમાં જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) રેલીમાં ભાજપના અમારા કાર્યકરોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વધુમાં લખ્યુ કે, ઉત્સાહી કાર્યકરો સાથે વાતચીત કરીને તેમણે શુભેચ્છા પાઠવી હતી. તમને જણાવી દઈએ કે, તેમણે એક જાહેર સભાને સંબોધિત કરી હતી જેમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ હાજર રહ્યા હતા.

આ શહેરમાંથી નીકળશે જન આશીર્વાદ યાત્રા 

મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રીએ વિજયવાડા મંદિરોમાં (Vijayawada Temple) ભગવાન બાલાજી મંદિર અને કનક દુર્ગા મંદિરે વિશેષ પ્રાર્થના કરી હતી. આપને જણાવવુ રહ્યું કે, તેલંગણાના સૂર્ય અપેટ, તોરૂર, વર્ધનપેટ, હનામકોંડા, જનગાવ, પેમ્બર્થી, અલૈરથી હૈદરાબાદ સુધી આ જન આશીર્વાદ યાત્રા નીકળશે.

 

આ પણ વાંચો: Maharashtra : CM ઉદ્ધવ ઠાકરેના મંત્રીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું “જન આશિર્વાદ યાત્રાથી કોવિડને ખુલ્લું આમંત્રણ”

આ પણ વાંચો: ગરીબો માટે પીએમ મોદીએ લોન્ચ કરી ફ્રી ગેસ કનેક્શનની યોજના, એક અઠવાડીયામાં મળી 60 લાખ અરજી

Published On - 1:34 pm, Thu, 19 August 21

Next Article