AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરીબો માટે પીએમ મોદીએ લોન્ચ કરી ફ્રી ગેસ કનેક્શનની યોજના, એક અઠવાડીયામાં મળી 60 લાખ અરજી

10 ઓગસ્ટના રોજ, પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મહોબામાં ઉજ્જવલા યોજના 2.0 ની શરૂઆત કરી. આ અંતર્ગત 1 કરોડ મફત ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવશે.આ માટે માત્ર એક અઠવાડિયામાં 60 લાખ અરજીઓ આવી છે.

ગરીબો માટે પીએમ મોદીએ લોન્ચ કરી ફ્રી ગેસ કનેક્શનની યોજના, એક અઠવાડીયામાં મળી 60 લાખ અરજી
10 ઓગસ્ટના રોજ, પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મહોબામાં ઉજ્જવલા યોજના 2.0 ની શરૂઆત કરી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 10:13 PM
Share

તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરી. 10 ઓગસ્ટના રોજ આ યોજના લોન્ચ કરવામાં આવી હતી, એક અઠવાડીયાની અંદર, 60 લાખ નવા ગેસ કનેક્શનો માટે અરજીઓ પ્રાપ્ત થઈ છે. જ્યારે આ યોજના પહેલીવાર 2016 માં શરૂ કરવામાં આવી હતી, ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે ગરીબ માતાઓ અને બહેનોને હવે ધુમાડાથી મુક્તિ મળશે. છ વર્ષ વીતી ગયા હોવા છતાં, પીએમ મોદીને જાણે છે કે હજુ પણ કરોડો ગરીબ પરિવારો ગેસ સિલિન્ડરની સુવિધાથી વંચિત છે.

આ જ કારણ છે કે 1 ફેબ્રુઆરી 2021 ના ​​બજેટમાં સરકારે જાહેરાત કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષ (2021-22) માં 1 કરોડ નવા મફત ગેસ કનેક્શન ઉજ્જવલા 2.0 યોજના હેઠળ વહેંચવામાં આવશે.ઉજ્જવલા યોજનાના બીજા તબક્કા અંતર્ગત પ્રવાસી મજૂરોને નવા ગેસ જોડાણ માટે રેશનકાર્ડ કે સરનામાના પુરાવાની જરૂર રહેશે નહીં. આ એક કરોડ વધારાના PMUY કનેક્શનોનો ઉદ્દેશ્ય (ઉજ્જવલા 2.0 હેઠળ) ઓછી આવક ધરાવતા પરિવારોને થાપણ-મુક્ત LPG કનેક્શન આપવાનો છે જે PMUY ના પ્રથમ તબક્કા હેઠળ આવરી શકાયા નથી.

જ્યારે આ યોજના મે 2016 માં શરૂ કરવામાં આવી હતી, ત્યારે તેને 5 કરોડ બીપીએલ કેટેગરીના પરિવારોમાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એપ્રિલ 2018 માં આ લક્ષ્ય વધારીને 8 કરોડ કરવામાં આવ્યું હતું. આ સાથે, અન્ય સાત કેટેગરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. SC/ST, PMAY, AAY, મોસ્ટ બેકવર્ડ ક્લાસ, ટી ગાર્ડન, ફોરેસ્ટ ડેવલર્સ અને આઇસલેન્ડને આ સાત કેટેગરી હેઠળ સમાવવામાં આવ્યા હતા.

ઉજ્જવલા યોજના અંગે વડાપ્રધાન મોદીએ 9 ઓગસ્ટના રોજ એક ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, આ યોજનાનો પ્રથમ તબક્કો મે 2016 માં શરૂ કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2019 માં, નિર્ધારીત સમયના સાત મહીના પહેલાં અમે 80 મિલિયન ગેસ કનેક્શોનું વિતરણ પૂર્ણ કર્યું. ઉજ્જવલા 2.0 ના લાભાર્થી પરિવારોને પ્રથમ વખત ભરેલો ગેસ સિલિન્ડર અને ચૂલો મફતમાં મળશે. આ ઉપરાંત, નોંધણી પ્રક્રિયા વધુ સરળ અને ઓછા પેપરવર્ક વાળી રાખવામાં આવી છે. માઈગ્રેન્ટ વર્કરોએ આનો લાભ લેવા માટે રેશનકાર્ડ અથવા સરનામાના પુરાવા રજૂ કરવાની જરૂર રહેશે નહીં.

ઉજ્જવલા યોજનાના પહેલા તબક્કામાં સરકાર એલપીજી કનેક્શન માટે 1600 રૂપિયા (જમા નાણાં) ની આર્થિક સહાય કરતી હતી. આ યોજના હેઠળ, ગેસ કનેક્શન મેળવનારા પરિવારો ચૂલા અને સિલિન્ડર માટે વ્યાજ વગર લોન પણ લઈ શકતા હતા.

જ્યારે બીજા તબક્કામાં, એલપીજી કનેક્શન ઉપરાંત, પ્રથમ સિલિન્ડરની રિફિલિંગ પણ મફત રહેશે. આ સિવાય ગેસનો ચૂલો પણ વિનામૂલ્યે આપવામાં આવશે. એપ્રિલ 2018 માં, સરકારે યોજનાના લાભાર્થીઓનો વ્યાપ વધાર્યો અને આ યોજનામાં મહિલાઓની વધુ 7 કેટેગરીનો સમાવેશ કર્યો. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો નજીકના એલપીજી વિતરકનો સંપર્ક કરો. આ સિવાય, તમે pmuy.gov.in પર લોગીન કરી શકો છો.

આ પણ વાંચો :  Gold Silver Price: સામાન્ય માણસો માટે સારા સમાચાર, સોનું થયું સસ્તું જાણો 10 ગ્રામની કિંમત

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">