કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના ઝડપથી વધતા ક્ષેત્રોમાનું એક ક્રૂઝ ટૂરિઝમ

|

May 16, 2022 | 7:27 AM

પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે સરકાર રિવર ક્રૂઝ (River cruise) પર્યટનને પ્રોત્સાહન આપવા ઘણી પહેલ કરી રહી છે.

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના ઝડપથી વધતા ક્ષેત્રોમાનું એક ક્રૂઝ ટૂરિઝમ
G.kishan reddy

Follow us on

કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક મંત્રી જી. કિશન રેડ્ડીએ (G Kishan Reddy) રવિવારે કહ્યું હતું કે સરકાર પર્યટન ઉદ્યોગને ગતિ આપવા એક વ્યાપક રાષ્ટ્રીય પર્યટન (National tourism) નીતિની દિશામાં કામ કરી રહી છે.રેડ્ડીએ મુંબઇમાં બે દિવસીય ‘ભારત આંતરરાષ્ટ્રીય ક્રૂઝ સંમેલન’ના અંતિમ દિવસે ઉદ્યોગના હિતધારકો સાથે ક્રૂઝ પર્યટન ઉદ્યોગના વિકાસ માટેની રૂપરેખા તૈયાર કરવા જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે ક્રૂઝ પર્યટન (cruise tourism)યુદ્ધ સ્તરેકાર્ય યોજના બનવી જોઈએ. સાથે જ ઉમેર્યું કે ક્રૂઝ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઝડપથી વિકસતા ક્ષેત્ર પૈકીનું એક છે. પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે સરકાર રિવર ક્રૂઝ પર્યટનને પ્રોત્સાહન આપવા ઘણી પહેલ કરી રહી છે.

ઉદ્યોગ એકમ ફિક્કીમાં (FICCI)જહાજ , બંદર અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું હતું કે સરકારે દેશમાં ક્રૂઝ પર્યટનના વિકાસ માટે એક સક્ષમ ઇકોલોજી સિસ્ટમ ઉભી કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. જેમાં સરકારી અધિકારી ઉપરાંત ક્રૂઝ ઉદ્યોગના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. સોનોવાલે ઉદ્યોગ મંડળ ફિક્કીના સહયોગમાં શિપિંગ, બંદર અને જળમાર્ગ મંત્રાલય તરફથી આયોજિત બે દિવસીય ભારત આંતરરાષ્ટ્રીય ક્રૂઝ સંમેલનનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસરે તેમણે રાજ્યમંત્રી શ્રીપદ નાઇક સાથે પીર પાઉ જેટીમાં ત્રીજી રાસાયણિક બર્થનું શિસાપૂજન પણ કર્યું હતું. સાથે જ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં કેલ્શી લાઇટહાઉસ અને તામિલનાડુંમાં ધુષ કોડી લાઇટ હાઉસનું વર્ચ્યૂઅલી લોકાર્પણ કર્યું હતું.

સોનોવાલે કાર્યક્રમ ઉપરાંત સંવાદદાતો સાથએ વાત કરતા કહ્યું હતું કે તેમણે પર્યટન મંત્રાલયના સચિવની આગેવાનીમાં એક કાર્યબળનું ગઠન કર્યું છે અને જહાજ મંત્રાલયના સચિવને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઉચ્ચ સ્તરીય સમિતિ પોતાના વિચારો અને સૂચનોના માધ્યમથી કાર્યબળ વિકસાવવામાં મદદ કરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેમણે ઉમેર્યું કે હું ઉચ્ચ સ્તરીય સમિતિની ઘોષણા કરું છું. જેમાં સરકારી અધિકારી અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઉદ્યોગના ખેલાડી સામેલ હશે. જે કાર્યબળની સહાયતા કરશે અને તેના પર પોતાના વિચાર અને સૂચન આપશે.

નોંધનીય છેકે હાલના સમયમાં લોકો ક્રૂઝ દ્વારા નજીકના સ્થળો પર ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને  દેશણાં ટૂંકા ગાળાના ક્રૂઝ પ્રવાસ માટે અને ક્રૂઝની મજા લેવા માટે  મુંબઇથી ગોવા તેમજ ગોવાથી મુંબઇ જવાનો પ્રવાસ ખૂબ પસંદ કરે છે. ત્યારે ક્રૂઝ દ્વારા લાંબા અંતરના પ્રવાસનું આયોજન થાય તેવા પ્રયાસો મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Next Article