‘છેલ્લા 20 વર્ષમાં ઘણા દેશોમાંથી પરત લાવવામાં આવી 107 પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ’, સરકારે લોકસભામાં આપી માહિતી

|

Nov 29, 2021 | 10:42 PM

યુએસએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની યુએસ મુલાકાત દરમિયાન હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંબંધિત 157 પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ સોંપી હતી. 157 પ્રાચીન વસ્તુઓમાંથી 63 પ્રાચીન વસ્તુઓનો પ્રથમ જથ્થો ભારતમાં પહોંચ્યો છે.

છેલ્લા 20 વર્ષમાં ઘણા દેશોમાંથી પરત લાવવામાં આવી 107 પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ, સરકારે લોકસભામાં આપી માહિતી
Union Minister G Kishan Reddy.

Follow us on

છેલ્લા 20 વર્ષમાં વિવિધ દેશોમાંથી 107 પ્રાચીન વસ્તુઓ (Antique Items) પરત લાવવામાં આવી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે (Union Culture Ministry) સોમવારે લોકસભામાં (Lok Sabha) આ માહિતી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર 2015 અને 2021 વચ્ચે વિવિધ રાજ્યોમાંથી લગભગ 14 કલાકૃતિઓ (Artefacts) અને પ્રાચીન વસ્તુઓની ચોરી થઈ છે.

 

કેન્દ્રીય પર્યટન, સંસ્કૃતિ અને પુર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જી. કિશન રેડ્ડી (G Kishan Reddy) દ્વારા એક પ્રશ્નના જવાબમાં શેર કરેલા ડેટા અનુસાર 2001-2021 સુધીમાં અન્ય દેશોમાંથી 107 પ્રાચીન વસ્તુઓ ભારતમાં પરત લાવવામાં આવી છે. ડેટા દર્શાવે છે કે 2021માં મોટાભાગની પ્રાચીન વસ્તુઓ અમેરિકાથી પરત લાવવામાં આવી છે. આ વર્ષે ભારત દ્વારા અમેરિકા પાસેથી 63 વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

20 વર્ષમાં 107 પ્રાચીન વસ્તુઓ ભારતમાં પાછી લાવવામાં આવી

તેમણે જણાવ્યું કે છેલ્લા 20 વર્ષો દરમિયાન અલગ-અલગ દેશોમાંથી 107 પ્રાચીન વસ્તુઓ ભારત પરત લાવવામાં આવી છે. જ્યારે 2015 અને 2021 વચ્ચે વિવિધ રાજ્યોમાંથી લગભગ 14 કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓની ચોરી થઈ છે. રેડ્ડીએ લોકસભામાં કહ્યું કે અમેરિકા સિવાય એવા અન્ય દેશો છે જ્યાંથી પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ પરત લાવવામાં આવી છે. તેમાં હોલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જર્મની, યુકે, કેનેડા અને સિંગાપોરનો સમાવેશ થાય છે.

 

ઓસ્ટ્રેલિયાથી 9 પ્રાચીન વસ્તુઓ લાવવામાં આવી

રેડ્ડીએ કહ્યું ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) એ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની યુએસ મુલાકાત દરમિયાન હિન્દુ ધર્મ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંબંધિત 157 પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ સોંપી હતી. 157 પ્રાચીન વસ્તુઓમાંથી 63 પ્રાચીન વસ્તુઓનો પ્રથમ જથ્થો ભારતમાં પહોંચ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાંથી 9 પ્રાચીન વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવી છે.

 

PM મોદી 157 પ્રાચીન વસ્તુઓ સાથે સ્વદેશ પરત ફર્યા હતા

ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 26 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસેથી સ્વદેશ પરત ફર્યા, ત્યારે તેઓ પોતાની સાથે 157 પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ લાવ્યા હતા. અમેરિકાએ વડાપ્રધાનને આ કલાકૃતિઓ અને વસ્તુઓ ભેટ કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આમાંની મોટાભાગની કલાકૃતિઓ અને વસ્તુઓ 11મીથી 14મી સદીની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કલાકૃતિઓ પરત કરવા બદલ અમેરિકાનો આભાર પણ માન્યો હતો.

 

 

આ પણ વાંચો :  કૃષિ બિલ મંજૂર થયા બાદ હવે 750 ખેડૂતોના મૃત્યુ અને MSPનો મુદ્દો ઉઠાવવામાં આવશે: રાકેશ ટિકૈતનું નિવેદન

 

Next Article