Union Cabinet Reshuffle: મહારાષ્ટ્રના ચાર નેતાઓને મોદી પ્રધાન મંડળમાં સામેલ કરાયા, નારાયણ રાણે, કપિલ પાટીલ, ભાગવત કરાડ અને ભારતી પવાર

|

Jul 07, 2021 | 11:09 PM

નારાયણ રાણે અને કપિલ પાટિલ માસ લીડર છે તો ડો.ભારતી પવાર અને ડો.ભાગવત કરાડ વ્યવસાયે ડોક્ટર છે. પહેલેથી જ એવું કહેવામાં આવ્યું હતું કે, વ્યવસાયિક અને તકનીકી નિપુણને કેબિનેટમાં તક મળી શકે છે.

Union Cabinet Reshuffle: મહારાષ્ટ્રના ચાર નેતાઓને મોદી પ્રધાન મંડળમાં સામેલ કરાયા, નારાયણ રાણે, કપિલ પાટીલ, ભાગવત કરાડ અને ભારતી પવાર
મહારાષ્ટ્રના ચાર નેતાઓ પ્રધાન મંડળમાં સામેલ

Follow us on

મોદી કેબિનેટ( Modi Cabinet ) ના કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં આજે 43 નેતાઓ શપથ લીધા છે. જેમાં મહારાષ્ટ્રના ચાર નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ નારાયણ રાણે, ભિવંડીના સાંસદ કપિલ પાટિલ, ડો.ભાગવત કરાડ અને ડો.ભારતી પવારના નામ છે. અગાઉ નારાયણ રાણે, ભાગવત કરાડ, કપિલ પાટિલ આજે વડાપ્રધાનને તેમના નિવાસસ્થાન 7 રેસકોર્સ ખાતે મળ્યા હતા.

નારાયણ રાણે અને કપિલ પાટિલ માસ લીડર છે તો ડો.ભારતી પવાર અને ડો.ભાગવત કરાડ વ્યવસાયે ડોક્ટર છે. ભારતી પવારને મહિલા અને આદિવાસી સમાજના હોવાને કારણે પસંદગી કરવામાં આવી છે. પહેલેથી જ એવું કહેવામાં આવ્યું હતું કે, વ્યવસાયિક અને તકનીકી નિપુણ યુવાનોને કેબિનેટમાં તક મળી શકે છે. એવી માહિતી પણ મળી હતી કે મોટાભાગના નવા પ્રધાન પદ પછાત અથવા આદિજાતિ સમાજના લોકોને આપી શકાય છે. કેબિનેટમાં 27 ઓબીસી નેતાઓ છે. આ ઉપરાંત 13 વકીલ, 5 ઇજનેર, 7 વહીવટી અધિકારીઓ અને 6 ડોકટર સામેલ છે.

કેબિનેટ વિસ્તરણની યાદીમાં પ્રથમ નામ નારાયણ રાણેનું હતું. નારાયણ રાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે મહારાષ્ટ્રમાં ઘણા મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા છે અને ઘણી સમિતિઓની અધ્યક્ષતા સંભાળી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેબિનેટ વિસ્તરણ બાદ હવે પોર્ટફોલિયોની જાહેરાત પણ કરવામાં આવી છે.

1. નારાયણ રાણે – Minister of Micro, Small and Medium Enterprises

2. કપિલ પાટિલ – Minister of State in the Ministry of Panchayati Raj

3. ડો.ભાગવત કરાડ – Minister of State in the Ministry of Finance

4. ડો.ભારતી પવાર – Minister of State in the Ministry of Health and Family Welfare

 

આ પણ વાંચો : Modi Cabinet Expansion : કેબીનેટ વિસ્તરણ બાદ હવે પોર્ટફોલિયોની જાહેરાત, મનસુખ માંડવીયા આરોગ્ય પ્રધાન , જુઓ સમગ્ર લીસ્ટ

Next Article