UCC: યુનિફોર્મ સિવિલ કોડ અંગે પસમાંદા મુસ્લિમો સાથે BJPનો સીધો સંવાદ, 23 જુલાઈએ લખનૌથી શરૂ થશે
ભારતીય જનતા પાર્ટી પોતાના સામાજિક આધારને મજબૂત કરવા માટે ઘણા સમયથી પસમાંદા મુસ્લિમોને પોતાની તરફ આકર્ષિત કરવાના અનેક પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પક્ષની નીતિઓને પસમાંદા મુસ્લિમો સુધી લઈ જવાની વાત કરી છે.
યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) વિરુદ્ધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બાદ શિયા ઉલેમાઓએ પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેઓનું કહેવું છે કે તેઓ તેનો વિરોધ કરશે. શિયા ઉલેમાની બેઠકમાં ઘણા મૌલાનાઓએ આ નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો. મૌલાનાઓએ કહ્યું કે UCC વિશે ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે. તે હજુ આવ્યો નથી અને કોઈએ વાંચ્યો પણ નથી, તેમ છતાં તેનો વિરોધ થઈ રહ્યો છે, જે ખોટું છે.
મુસ્લિમોને UCC વિશે માહિતી આપવાની તૈયારી
ભારતીય જનતા પાર્ટી (BJP) પણ મુસ્લિમ સમુદાયના લોકો સુધી સમાન નાગરિક સંહિતા સંબંધિત પોતાનો સંદેશો સીધો પહોંચાડી રહી છે. રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ પસમાંદા મુસ્લિમોને UCC વિશે માહિતી આપવાની તૈયારી કરી રહ્યું છે. બીજેપી નેતા આતિફ રશીદ, જે દિલ્હી બીજેપી અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ હતા, તે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજના અધ્યક્ષ છે.
આતિફ રશીદે ટ્વીટ કરીને આ અંગેની માહિતી શેર કરી છે. તેમણે કહ્યુ કે, તેઓ યુનિફોર્મ સિવિલ કોડને લઈને પસમાંદા મુસ્લિમો સાથે સીધો સંવાદ કરશે. આ સંવાદ 23મી જુલાઈથી લખનૌમાં શરૂ થશે. આ દરમિયાન, સંગઠન UCC વિશે ફેલાયેલી ગેરસમજો અને અફવાઓને દૂર કરવા માટે દેશના દરેક ગામ અને શહેરની મુલાકાત લેશે.
यूनिफार्म सिविल कोड को लेकर पसमांदा मुसलमानों से पहली बार सीधा संवाद 23 जुलाई को उत्तरप्रदेश के लखनऊ से होगी शुरुआत देश भर मे हमारा संगठन राष्ट्रवादी मुस्लिम पसमांदा महाज़ अलग अलग गाँव व शहरों मे पसमांदा मुसलमानों के बीच अफवाहों व भ्रान्तियों को करेगा दूर! अबकी बार पसमांदा… pic.twitter.com/JTAHz1Cajs
— Atif Rasheed (@AtifRasheed80) July 16, 2023
સરકારની ઘણી નીતિઓનો લાભ પસમાંદા મુસ્લિમોને મળે છે
ભારતીય જનતા પાર્ટી પોતાના સામાજિક આધારને મજબૂત કરવા માટે ઘણા સમયથી પસમાંદા મુસ્લિમોને પોતાની તરફ આકર્ષિત કરવાના અનેક પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પક્ષની નીતિઓને પસમાંદા મુસ્લિમો સુધી લઈ જવાની વાત કરી છે. ભાજપનું કહેવું છે કે કેન્દ્ર સરકારની ઘણી નીતિઓનો સૌથી વધુ લાભ પસમાંદા મુસ્લિમોને મળે છે. તેથી જો તેમને આ વાતનો અહેસાસ કરાવીને તેમની ગેરસમજ દૂર કરવામાં આવે તો આ સમુદાય પાર્ટીમાં જોડાઈ શકે છે.
આ પણ વાંચો : Himachal Pradesh Flood: કુલ્લુ મનાલીની ટ્રીપ 7 મિત્રોને ભારે પડી, વાદળ ફાટ્યું અને યુવકો પાણીમાં તણાયા
BJP યુનિફોર્મ સિવિલ કોડને લઈને પસમાંદા મુસ્લિમો સુધી પહોંચવાનો પણ પ્રયાસ કરી રહી છે. પાર્ટીનું માનવું છે કે જે રીતે CAA અને NRCને લઈને ગેરસમજ ફેલાવવામાં આવી હતી, તેવી જ રીતે સમાન નાગરિક સંહિતા અંગે પણ ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી શકે છે. તેથી પાર્ટી તેના સ્તરથી પસમાંદા મુસ્લિમો સુધી પહોંચવા અને તેમને UCC વિશે જણાવવા માટે અભિયાન ચલાવી રહી છે.