જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો, વધુ તપાસ ચાલુ

જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના અમશીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો, વધુ તપાસ ચાલુ
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 12:53 PM

જમ્મુ-કાશ્મીરના (Jammu & Kashmir) શોપિયન જિલ્લાના (Shopian district) અમશીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં (encounter) બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી હતી. વધુ તપાસ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી.

મહત્વનું છે કે, બે દિવસ પહેલા પણ આ પ્રકારના સમાચાર સામે આવ્યા હતા. જેમાં જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં લશ્કર-એ-તૈયબના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યુ કે, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં શોપિયાં જિલ્લામાંથી લશ્કરના બે આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ (Terrorist) પાસેથી એક AK 47 રાઈફલ, એક મેગેઝિન અને 24 રાઉન્ડ એકે દારૂગોળો મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા જ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં લશ્કર-એ-તૈયબના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી.

ગત શનિવારે પણ કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગ-અલગ કાર્યવાહીમાં આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. પુલવામા અને શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે એક સૂચનાના આધારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં રહેમુ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો હતો.

આ પણ વાંચો: BOB Recruitment 2022: બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: JEE mains Exam 2022: JEE Mainsની પરીક્ષા આ વર્ષે 4 નહીં પણ 2 વાર યોજાશે, જાણો શું આવ્યો બદલાવ

Latest News Updates

સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળ આક્રમણના એંધાણ
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળ આક્રમણના એંધાણ
વલસાડમાં મૃતકોની અંતિમક્રિયા માટે લોકો જીવ જોખમમાં મૂકે છે
વલસાડમાં મૃતકોની અંતિમક્રિયા માટે લોકો જીવ જોખમમાં મૂકે છે
આ 5 રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભના સંકેત
દ્વારકામાં 2 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ-Video
દ્વારકામાં 2 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ-Video
મહેસાણાના નંદાસણ પાસેથી MD ડ્રગ્સ સાથે SOG એ શખ્શને ઝડપી પાડ્યો, જુઓ
મહેસાણાના નંદાસણ પાસેથી MD ડ્રગ્સ સાથે SOG એ શખ્શને ઝડપી પાડ્યો, જુઓ
કડીમાં કોટન સ્પિનિંગ મિલમાં સહકર્મીએ બેરિંગ મારી હત્યા કરી, જુઓ વીડિયો
કડીમાં કોટન સ્પિનિંગ મિલમાં સહકર્મીએ બેરિંગ મારી હત્યા કરી, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદને કારણે લીલો દુષ્કાળ સર્જાવાની ભીતિ
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદને કારણે લીલો દુષ્કાળ સર્જાવાની ભીતિ
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ, પૂરની સ્થિતિ- જુઓ -Video
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ, પૂરની સ્થિતિ- જુઓ -Video
જુનાગઢમાં અનરાધાર વરસાદથી ચોતરફ જળ બંબાકાર, અનેક નદીઓમાં ઘોડાપૂર
જુનાગઢમાં અનરાધાર વરસાદથી ચોતરફ જળ બંબાકાર, અનેક નદીઓમાં ઘોડાપૂર
કેશોદના અખોદર ગામે ખેતરમાં ફસાયેલા ખેડૂતોને બચાવાયા, જુઓ વીડિયો
કેશોદના અખોદર ગામે ખેતરમાં ફસાયેલા ખેડૂતોને બચાવાયા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">