AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે ભારતીયો ભૂલથી સરહદ ઓળંગી ગયા, 8 વર્ષ બાદ પાકિસ્તાની રેન્જર્સે બંને લોકોને BSFને સોંપ્યા

ગેરકાયદે સરહદ પાર કરવા બદલ આઠ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ બે ભારતીય નાગરિકો સ્વદેશ પરત ફર્યા છે.

બે ભારતીયો ભૂલથી સરહદ ઓળંગી ગયા, 8 વર્ષ બાદ પાકિસ્તાની રેન્જર્સે બંને લોકોને BSFને સોંપ્યા
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 1:53 PM
Share

ગેરકાયદે સરહદ પાર કરવા બદલ આઠ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ બે ભારતીય નાગરિકો સ્વદેશ પરત ફર્યા છે. 8 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ બે ભારતીય નાગરિકોને વાઘા બોર્ડર પર BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) ના જવાનોને સોંપવામાં આવ્યા હતા. આ બંને પર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો આરોપ હતો.

અધિકારીએ જણાવ્યું કે, 2013માં શર્મા રાજપૂત અને રામ બુહાદર કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પરથી પાકિસ્તાનના પ્રદેશમાં પ્રવેશી ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાન રેન્જર્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

એક સરકારી અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, તે પછીથી બહાર આવ્યું છે કે, બંને ભારતીયો માનસિક રીતે વિકલાંગ હતા અને અજાણતા સરહદ પાર કરી ગયા હતા. અધિકારીએ કહ્યું કે, તેના ફોટોગ્રાફ્સ અને અન્ય સર્ટિફિકેટ ભારત સાથે શેર કરવામાં આવ્યા છે. આખરે ભારતે તેને તેના નાગરિક તરીકે સ્વીકાર્યો અને તે પછી પાકિસ્તાની રેન્જર્સે તેને સોમવારે બીએસએફને સોંપ્યો હતા.

તે જ સમયે, કથિત જાસૂસી અને ગેરકાયદેસર સરહદ ક્રોસિંગ માટે એક વર્ષ પહેલા પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા ધરપકડ કરાયેલા 19 ભારતીય નાગરિકોના કેસ હજુ પણ ફેડરલ રિવ્યુ બોર્ડમાં પેન્ડિંગ છે.

19 ભારતીયો અંગે ગૃહ મંત્રાલયના તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે

પાકિસ્તાની પોલીસ અને રેન્જર્સે દેશના સુરક્ષા કાયદા અને ગુપ્ત સેવા અધિનિયમ હેઠળ દેશના વિવિધ ભાગોમાંથી 19 ભારતીયોની ધરપકડ કરી હતી. તેમને જુદી જુદી જેલમાં રાખવામાં આવ્યા છે. તેમને ફેડરલ રિવ્યૂ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સુપિરિયર કોર્ટના જજો સામેલ હતા. તે જ સમયે ફેડરલ ગૃહ મંત્રાલયે તેના આરોપો રજૂ કર્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયના તપાસ રિપોર્ટના આધારે તેમના કેસોનો નિર્ણય ન આવે ત્યાં સુધી બોર્ડે તેમની કસ્ટડી લંબાવી છે. આ રિપોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે કે તેમને ટ્રાયલનો સામનો કરવો જોઈએ કે પછી તેમને મુક્ત કરવા જોઈએ.

મધ્યપ્રદેશનોમાંથી એક વ્યક્તિ આવતા અઠવાડિયે ભારત પરત આવશે

તે જ સમયે 28 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક પોલીસ અધિકારીએ કહ્યું કે, 57 વર્ષીય વ્યક્તિ જે અજાણતા પાડોશી દેશ પાકિસ્તાનમાં પ્રવેશ્યા બાદ લાંબા સમય સુધી જેલમાં બંધ રહ્યો હતો તેને છોડવામાં આવશે. અને આવતા અઠવાડિયે તેના ઘરે પરત ફરશે. સાગરના પોલીસ અધિક્ષક અતુલ સિંહે શનિવારે જણાવ્યું હતું કે, જિલ્લા મુખ્યાલયથી 46 કિમી દૂર ગૌરઝામર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોસી પાટી ગામના રહેવાસી પ્રહલાદ સિંહને વાઘા બોર્ડર પર ભારતને સોંપવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું કે, આ વ્યક્તિ 30 વર્ષ પહેલા તેના ઘરેથી ગુમ થઈ ગયો હતો અને જાન્યુઆરી 2014માં મધ્યપ્રદેશ સરકારને ખબર પડી કે તે પાકિસ્તાની જેલમાં બંધ છે.

આ પણ વાંચો: લગ્ને લગ્ને કુંવારા યુવકે કર્યા 6 લગ્ન, આ રીતે ભાંડાફોડ થતા લોકોએ કરી ધોલાઈ

આ પણ વાંચો:  GATE Registration 2022: GATE પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા ક્યારે યોજાશે

g clip-path="url(#clip0_868_265)">