AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોબોટિક અવકાશયાત્રીઓની ટ્રાયલ પછી આવતા વર્ષે બે ભારતીયોને મોકલાશે અવકાશમાં, કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્રસિંહની જાહેરાત

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ઉત્તર પ્રદેશમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે ભારતીય મૂળના (Indian Origin In Space) એક કે બે માનવ અવકાશમાં મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે “અમારા ગગનયાનની (Gaganyaan) તૈયારીઓ થઈ ગઈ છે. તે પહેલા આ વર્ષના અંત સુધીમાં બે ટ્રાયલ હાથ ધરવામાં આવશે. પ્રથમ ટ્રાયલ ખાલી હશે, જ્યારે બીજા ટ્રાયલમાં […]

રોબોટિક અવકાશયાત્રીઓની ટ્રાયલ પછી આવતા વર્ષે બે ભારતીયોને મોકલાશે અવકાશમાં, કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્રસિંહની જાહેરાત
Union Minister Jitendra Singh (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 8:49 AM
Share

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ઉત્તર પ્રદેશમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે ભારતીય મૂળના (Indian Origin In Space) એક કે બે માનવ અવકાશમાં મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે “અમારા ગગનયાનની (Gaganyaan) તૈયારીઓ થઈ ગઈ છે. તે પહેલા આ વર્ષના અંત સુધીમાં બે ટ્રાયલ હાથ ધરવામાં આવશે. પ્રથમ ટ્રાયલ ખાલી હશે, જ્યારે બીજા ટ્રાયલમાં મહિલા રોબોટને અવકાશમાં મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે જે મહિલા રોબોટને અંતરિક્ષમાં મોકલવામાં આવશે તેનું નામ વ્યોમિત્ર છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ બંને ટ્રાયલ પછી આવતા વર્ષે ભારતમાંથી બે માનવોને અવકાશમાં મોકલવામાં આવશે.

સમુદ્રમાં પણ ઉતારાયુ યાન

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વ મંચ પર ઝડપથી પ્રગતિ કરતો દેશ બની ગયો છે. અવકાશમાં ઉપગ્રહો મોકલવાની સાથે 2023માં ગગનયાન મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. દેશનો દરિયાકિનારો 7000 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. દરિયામાં પણ એક યાન ઉતારવામાં આવ્યું છે. આ યાન દ્વારા માણસને સમુદ્રની અંદરની કિંમતી વસ્તુઓ શોધવા માટે મોકલવામાં આવશે.

ફક્ત સરકારી નોકરીઓથી જ દુર નહી થાય બેરોજગારી

સરકારી સેવામાં નોકરીઓમાં ઘટાડો થવાના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે માત્ર સરકારી નોકરીઓથી જ બેરોજગારી દૂર થવાની નથી. જ્યાં સરકારી નોકરીઓ માનસિકતામાં પ્રવેશી ગઈ છે, તેને ત્યાંથી બહાર કાઢવી પડશે. છેલ્લા આઠ વર્ષની સરખામણી કરીએ તો 2014 પહેલા દેશમાં માત્ર 300 થી 400 સ્ટાર્ટઅપ હતા. હવે તેની સંખ્યા 70 હજાર થઈ ગઈ છે. આ ઉપરાંત 100 થી વધુ યુનિકોર્ન છે.

2047 સુધીમાં તમામ ગર્વ લેવા જેવી સિદ્ધિઓ હાંસલ કરવાના પ્રયત્નો

મોદી સરકારે યુવાનોને નવી ટેકનોલોજી અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. તાજેતરમાં બેંગ્લોરથી બે બીટેક અને એક એમબીએ કરીને ત્રણ યુવકો પરત ફર્યા છે. તેમણે એગ્રીકલ્ચર સ્ટાર્ટ અપ માટે કામ શરૂ કર્યું છે. લોકો કોર્પોરેટ નોકરીઓ છોડીને સ્ટાર્ટઅપ્સમાં જોડાઈ રહ્યા છે. મોદી સરકારે એવો આધાર બનાવ્યો છે કે 2047માં દેશની આઝાદીનો 100મો પર્વ ઉજવાશે તો ગર્વ કરવા જેવી તમામ સિદ્ધિઓ આપણી પાસે હશે.

g clip-path="url(#clip0_868_265)">