LACમાં ડ્રેગનના નાપાક કૃત્ય પર વિદેશ મંત્રાલયે કહ્યું, ‘ચીનના કબજા હેઠળના વિસ્તારમાં બંને પુલ, ગેરકાયદેસર કબ્જાનો ક્યારેય પણ નથી કર્યો સ્વીકાર

|

May 21, 2022 | 7:24 AM

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, "અમે પેંગોંગ સરોવર પર તેના પહેલાથી જ અસ્તિત્વમાં છે તે પુલની સાથે ચીન અન્ય પુલ બનાવી રહ્યું હોવાના અહેવાલો જોયા છે." આ બંને પુલ 1960ના દાયકાથી ચીનના ગેરકાયદેસર કબજા હેઠળ છે.

LACમાં ડ્રેગનના નાપાક કૃત્ય પર વિદેશ મંત્રાલયે કહ્યું, ચીનના કબજા હેઠળના વિસ્તારમાં બંને પુલ, ગેરકાયદેસર કબ્જાનો ક્યારેય પણ નથી કર્યો સ્વીકાર
Pangong Tso
Image Credit source: File Image

Follow us on

પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવની (Pangong Lake) આસપાસ ચીન (China) તેના કબજા હેઠળના વિસ્તારમાં બીજો પુલ બનાવી રહ્યું હોવાના અહેવાલો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ બંને પુલ (Chinese Bridges in Ladakh) 1960ના દાયકાથી ચીનના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં છે. અમે અમારા પ્રદેશ પર આવો ગેરકાયદેસર કબજો ક્યારેય સ્વીકાર્યો નથી. વાસ્તવમાં, ચીન પેંગોંગ તળાવ પર બીજો પુલ બનાવી રહ્યું હોવાના અહેવાલો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી આપી હતી. ચીનના બ્રિજની માહિતી સેટેલાઈટ ફોટા દ્વારા મળી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “અમે પેંગોંગ સરોવર પર તેના પહેલાથી જ અસ્તિત્વમાં છે તે પુલની સાથે ચીન અન્ય પુલ બનાવી રહ્યું હોવાના અહેવાલો જોયા છે.” આ બંને પુલ 1960ના દાયકાથી ચીનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. “અમે ક્યારેય અમારા ક્ષેત્રમાં આવા ગેરકાયદેસર કબજાનો સ્વીકાર કર્યો નથી, ન તો અમે અયોગ્ય ચીની દાવાઓ અથવા આવા બાંધકામ પ્રવૃત્તિઓને માન્યતા આપીએ છીએ.” પ્રવક્તાએ કહ્યું, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે અન્ય દેશો ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે.

સુરક્ષા અને આર્થિક વિકાસ માટે સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ

બાગચીએ કહ્યું, ‘દેશના સુરક્ષા હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા. સરકાર ખાસ કરીને 2014થી રસ્તા, પુલ વગેરેના નિર્માણ સહિત સરહદી માળખાકીય સુવિધાઓના વિકાસને ઝડપી બનાવી રહી છે. તેમણે કહ્યું, “સરકાર માત્ર ભારતની વ્યૂહાત્મક અને સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે જ નથી, પરંતુ આ વિસ્તારોના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે.” વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું સરકાર ભારતની સુરક્ષાને પ્રભાવિત કરનારી તમામ ઘટનાઓ પર સતત નજર રાખે છે. સાથે જ દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, સેટેલાઈટ તસવીરો અને ઘટનાક્રમથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે ચીન પૂર્વી લદ્દાખમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પેંગોંગ તળાવની આસપાસ તેના કબજા હેઠળના વિસ્તારમાં બીજો પુલ બનાવી રહ્યું છે. તેના દ્વારા ચીનની સેનાને આ વિસ્તારમાં ઝડપથી પોતાના સૈનિકો સુધી પહોંચવામાં મદદ મળી શકે છે. જાણવા મળ્યું છે કે ચીને હાલમાં જ આ વિસ્તારમાં પ્રથમ પુલનું નિર્માણ પૂર્ણ કર્યું છે. નવો પુલ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી 20 કિમીથી વધુ દૂરના વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં, સંવેદનશીલ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને તરફથી લગભગ 50,000થી 60,000 સૈનિકો તૈનાત છે.

Next Article