
જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો, ત્યારે તેમણે એક ચેતવણી પણ આપી હતી. એક સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતુ, ‘આઠ કલાકમાં હજુ શું શું થાય ચ જોતા રહો.’ જે બાદ એવી આશંકા હતી કે 8 કલાક બાદ ભારત પર વધુ ટેરિફ કે વધુ પ્રતિબંધનું એલાન કરવામાં આવશે. પરંતુ હાલ 48 કલાકથી વધુ સમય વીતી ગયો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ મૌન સેવીને બેઠા છે. ત્યારે એવી અટકળો લગાવાઈ રહી છે કે પરદા પાછળ કંઈક તો એવુ થયુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક બેકફુટ પર જતા રહ્યા છે. કંઈક તો મોટુ જે થયુ છે એ છે, ભારતને નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (NSA) અજીત ડોભાલ મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રાનું એલાન, પુતિન અને વડાપ્રધાન મોદી વચ્ચે ટેલિફોન પર થયેલી વાતચીત અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાની પીએમ મોદી સાથેની ફોન પરની વાતચીત છે.
આ તમામ વાતોમાં કોમન એ છે કે બ્રાઝીસ ભારત, રશિયા અને ચીન.. આ ચારેય દેશ બ્રિક્સના સંસ્થાપક સદસ્ય દેશ છે. એવામાં સવાલ એ છે કે શુ ટેરિફ યુદ્ધ વિરુદ્ધ બ્રુક્સના એક્ટીવેટ થતા જ ડોનાલ્ડ ટ્રમ્પે પાછીપાછી કરી લીધી છે? અનેક એક્સપર્ટ્સ તો સતત એ જ સંકેત આપી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધની સામે બ્રિક્સ દેશ બહુ મોટુ એલાન કરવાની તૈયારી કરી રહ્યા છે અને એ એલાન બ્રિક્સ કરંસીને લઈને પણ હોઈ શકે છે. જે અમેરિકાના પગતળેથી જમીનને હલબલાવી દેનારુ હશે. માનવામાં આવી રહ્યુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની રોજની ટેરિફની નૌટંકી સામે બ્રિક્સ દેશ જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે બ્રિક્સ દેશ વૈશ્વિક જીડીપીમાં લગભગ 35.6 % યોગદાન આપે છે અને હવે તેઓ ટ્રમ્પની ટેરિફ નીતિની સામે એકજૂથ થઈ રહ્યા છે.
ગત વર્ષે રશિયાના કઝાનમાં જ્યારે બ્રિક્સની બેઠક મળી હતી ત્યારે એક નક્લી નોટ બ્રિક્સ કરન્સીના નામ પર જારી કરવામાં આવી હતી, જેનાથી ટ્રમ્પ હલબલી ગયા હતા. આ વખતે અમેરિકાથી દાઝેલા આ પાંચેય દેશો બ્રિક્સ કરન્સીને હકીકતનું સ્વરૂપ આપી દે તો નવાઈ નહીં. કારણ કે બ્રિક્સના આ પાંચેય દેશો વર્તમાનમાં અમેરિકાની દાદાગીરીથી ત્રાસેલા છે. એ જ કારણ છે કે અમેરિકાની અકડ ઓછી કરવા બ્રિક્સ કરન્સી જેવો કોઈ નવો વિકલ્પ શોધી શકે છે. આજ કારણે ભારતે અમેરિકા દ્વારા લગાવાયેલા વધારાના 25 ટકા ટેરિફનું સ્વાગત કર્યુ છે. 6 ઓગસ્ટે ભારતે તેનુ નિવેદન જારી કર્યુ હતુ અને એ સમયે જ ભારતે સ્પષ્ટ કર્યુ છે India will take all actions to protect its national interest. જો કે આ કામ ઘણુ વહેલુ થઈ જવાની જરૂર હતી. જોકે હવે દેશવાસીઓએ એ સમજવાની જરૂર છે કે જ્યારે ભારત તેની જરૂરિયાતોની પૂર્તિ માટે રશિયા પાસેથી તેલ ખરીદે છે, ન માત્ર ખરીદે છે પરંતુ વિશ્વમાં તેલની કિંમતોમાં સ્થિરતા પણ લાવે છે.
જો કે ટ્રમ્પ હવે આવનારા સમયમાં ભારત પર વધારાનો કેટલો ટેરિફ લાદે છે. અટકળો તો એવી પણ લગાવાઈ રહી છે કે દોઢ મહિનાના સમયગાળામાં ટ્રમ્પ એકવાર તો ભારતનો 100 ટકા ટેરિફનો ટેસ્ટ જરૂર કરાવશે. જો કે તે ટકી નહીં શકે કારણ કે ભારત હવે એકલુ આ મુદ્દે નથી ચાલવાનું. ભારત રશિયા, ચીન બ્રાઝિલ, સાઉથ આફ્રિકા સહિતના દેશોને સાથે લઈને ચાલશે. જેનુ કારણ છે ભારત અને બ્રાઝિલ પર 50 ટકા, સાઉથ આફ્રિકા પર 30 ટકા, ચીન સાથે હજુ ડીલની વાત ચાલી રહી છે. રશિયા તો પહેલેથી જ સેન્કશેન્ડ છે. એવામાં જો આ પાંચેય કંઈક સ્ટ્રેટેજી બનાવીને દુનિયામાં અમેરિકાને આઈસોલેટ કરવાનો કોઈ પ્લાન ઘડી કાઢે છે તો તે સમગ્ર વિશ્વ માટે એક મિસાલ કાયમ કરશે.
જો કે બ્રુક્સનો હવે વિસ્તાર થઈ ચુક્યો છે. અને અનેક નવા દેશો પણ તેમાં સામેલ થયા છે. પરંતુ તેમા સામેલ મોટાભાગના દેશો ચીનની નજીક છે.જેમાંથી મોટાભાગના એવા દેશો છે પણ છે જેમની ભારત સાથે સારી મિત્રતા છે. જેમ કે સંયુક્ત આરબ અમીરાત. બ્રિક્સનો પાંચમો સભ્ય દેશ દક્ષિણ આફ્રિકા છે. જે હજુ સુધી સ્થિર છે. નિષ્ણાંતોનું માનવુ છે કે બ્રિક્સ દેશોના નેતાઓ વચ્ચેની વાતચીત હવે ઔપચારિક્તાથી આગળ વધી ચુકી છે. જેમા વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચેની લાંબી વાતચીત પણ સામેલ છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા એ પણ પીએમ મોદી સાથે લાંબી વાતચીત કરી છે જેમા બંને નેતાઓએ 2030 સુધીમાં પરસ્પર વેપાર 20 અબજ ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ ઉપરાંત પીએમ મોદી આ મહિને 6 વર્ષ બાદ ચીન જઈ રહ્યા છે. જે બેઈજિંગ અને દિલ્હી વચ્ચે સામાન્ય થઈ રહેલા સંબંધોની સાથોસાથ એક નવા આધ્યાયની શરૂઆતનો સંકેત છે. રસપ્રદ બાબત એ છે કે ચીનનું સત્તાવાર સરકારી મીડિયા ગ્લોબલ મીડિયા ટાઈમ્સ પણ ભારતને લઈને તેમનો સ્વર નરમ કરતુ જોવા મળી રહ્યુ છે અને ટ્ર્મ્પના ટેરિફ વિરુદ્ધ વારંવાર ભારતના પક્ષમાં નિવેદન જારી કરતુ રહયુ છે.
બીજી તરફ ડોનાન્ડ ટ્રમ્પે ખુલ્લેઆમ કહ્યુ છે કે જે બ્રિક્સ દેશ અમેરિકી હિતોની વિરુદ્ધ જશે, તેમને વધારાનો 10% વધારાનો ટેરિફ સહન કરવો પડશે. ભારતે તેને અયોગ્ય કરાર આપ્યો છે અને સ્પષ્ટ કર્યુ છે કે રશિયાની સાથે તેમના સંબંધો લાંબા સમયથી વિશ્વાસ પર ટકેલા છે અને તેમને કોઈ ત્રીજા દેશના દૃષ્ટિકોણથી ન જોવુ જોઈએ. તો બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ ટ્રમ્પ સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ ફગાવી દીધો અને બ્રિકસની અધ્યક્ષતાનો ઉપયોગ સામૂહિક જવાબ આપવા માટેનું એલાન કર્યુ. લુલાએ કહ્યુ મારે વાત કરવી જ હશે તો હું પુતિન સાથે કરીશ, મોદી સાથે કરીશ, શી જીનપિંગ સાથે કરીશ. જેનો મતલબ સાફ છે કે બ્રિક્સના આ પાંચેય દેશ અમેરિકા સામે એક થવાનું નક્કી કરી લીધુ છે.
લુલા ડિ સિલ્વા તો આ અંગેના છેલ્લા ઘણા સમયથી સંકેત આપી રહ્યા છે કે હું તો અમેરિકાની વિરુદ્ધ જ છુ. એવામાં આ પાંચેય દેશો જેમા લુલા ડી સિલ્વા હોય કે રામાફોસા એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક અમેરિકાને કાઉન્ટર કરવાની સ્ટ્રેટેજી તૈયાર કરાઈ રહી છે.
એવામાં સવાલ એ છે કે જ્યારે બ્રિકસ દેશો ખરેખર એકસાથે આવી જ રહ્યા છે અને જુગલબંધી કરવા લાગ્યા છે તો શું ટ્રમ્પ ખરેખર બેકફુટ પર આવી ગયા છે કે બ્રિક્સને કાઉન્ટર કરવાની નવી યોજના બનાવી રહ્યા છે. જો બ્રિક્સ દેશ ખરેખર નવી કરન્સીની ઘોષણા કરી દે છે તો પછી ડોનાલ્ડ ટ્રમ્પ માટે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની જશે કારણ કે જો કોઈ દેશએ અત્યાર સુધી બ્રિક્સ કરન્સીને રોકી રાખી હોય તો તે ભારત છે.
એક સમયે ક્રિપ્ટો કરન્સીનો વિરોધ કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકાને ક્રિપ્ટો કેપિટલ બનાવવા તરફ નીકળી પડ્યા છે. નિષ્ણાતો માને છે કે આ બ્રિક્સ કરન્સીને કાઉન્ટર કરવા માટે કરવામાં આવી રહ્યુ છે. તેથી, બ્રિક્સ દેશો વચ્ચે તાલમેલ ઘણો ગાઢ બનતો જણાઈ રહ્યો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાની જાહેરાત કરી દીધી છે, જ્યારે મોદીએ ગ્લોબલ સાઉથ માટે ‘પિપલ સેન્ટ્રિક પાર્ટનરશિપ’ (લોકો કેન્દ્રીત ભાગીદારી) માટે આહ્વાન કર્યુ છે, જેને ટ્રમ્પની નીતિઓના સીધા પ્રત્યુત્તરના રૂપે જોવામાં આવી રહ્યુ છે. બીજી તરફ, મોદીનો રશિયા સાથે વધતો સંપર્ક અને ચીનમાં આગામી SCO પરિષદમાં ભાગ લેવાથી અમેરિકા સાથેના સંબંધો બગડતા અને નવી વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ તરફ સંકેત કરે છે. રોકાણકાર અને વિશ્લેષક મારિયો નવફાલે જણાવ્યું હતું કે “વિશ્વની સૌથી મોટી લોકશાહી અને દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો ખેલાડી (બ્રાઝિલ) હવે આ દેશો સાથે મળીને અમેરિકા સાથે ‘હાર્ડબોલ’ રમી રહ્યુ છે.”
એટલે કે ટ્રમ્પે બ્રિક્સ દેશો વચ્ચનું અંતર દૂર કરી ડૉલરના પ્રભુત્વને પડકારવાનો માર્ગ ખોલવા માટે મજબુર કરી દીધા છે. ગ્લોબલ સાઉથ જે પહેલા પોતપોતાના એજન્ડાને કારણે તાકાત ગુમાવી દેતુ હતુ, તે આ વખતે એક થતા વૈશ્વિક સંતુલનમાં આવી રહેલા ઝડપી પરિવર્તનનો સંકેત આપે છે. એવામાં નિષ્ણાતોનું માનવુ છે કે જ્યારે બ્રિક્સ દેશો નવી નીતિઓ અને નવી યોજનાઓની ઘોષણા કરશે તો તેમા અમેરિકા વિરુદ્ધ એક મલ્ટી પોલર વર્લ્ડની ઝલક જોવા મળી શકે છે.
Published On - 5:51 pm, Mon, 11 August 25