ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચેની મુસાફરી સાત કલાકને બદલે રેલ્વે દ્વારા માત્ર બે કલાકમાં પૂર્ણ કરી શકાશે

|

Mar 20, 2022 | 12:26 PM

Rishikesh Karnprayag Rail Line Project: રેલ લાઇન પ્રોજેક્ટમાં ટનલમાં 10 સ્ટેશન હશે. 12 સ્ટેશન પૈકી માત્ર બે સ્ટેશન શિવપુરી અને બિયાસી જમીનથી ઉપર હશે. આ રેલ્વે લાઈનનો લગભગ 105 કિમી માર્ગ અંડરગ્રાઉન્ડ હશે.

ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચેની મુસાફરી સાત કલાકને બદલે રેલ્વે દ્વારા માત્ર બે કલાકમાં પૂર્ણ કરી શકાશે
Rishikesh Karnprayag Rail Line Project (Symbolic photo)

Follow us on

ઉત્તરાખંડમાં (Uttarakhand), ઋષિકેશ અને કર્ણપ્રયાગ (Rishikesh Karnprayag Rail Line Project) વચ્ચે દેશની સૌથી લાંબી 15-km રેલ ટનલ બનાવવામાં આવી રહી છે. આ રેલ્વે લાઈનનું સપનું ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ પછી, ઋષિકેશ (Rishikesh) અને કર્ણપ્રયાગ વચ્ચેની મુસાફરી રેલ દ્વારા માત્ર બે કલાકમાં પૂર્ણ કરી શકાશે. આ સાથે રોજગારીની નવી તકો પણ ઉભી થશે. ખાસ વાત એ છે કે આ રેલ્વે લાઈનનો લગભગ 90 ટકા ભાગ ટનલમાં છે. જેમાં હવે 17 ટનલ, 35 બ્રિજ અને 12 સ્ટેશનનું અડધું કામ પૂર્ણ થઈ ગયું છે.

મુસાફરીનો સમય 7 કલાકથી ઘટાડીને માત્ર 2 કલાક કરવામાં આવ્યો છે

ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઇન પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. દરરોજ લગભગ 100 મીટરની ટનલ બનાવવામાં આવી રહી છે. રેલ વિકાસ નિગમના વરિષ્ઠ પ્રોજેક્ટ મેનેજર ઓમપ્રકાશ માલગુડીએ જણાવ્યું કે 126 કિલોમીટરના લાંબા આ રેલ પ્રોજેક્ટના 9 તબક્કામાં 80 પ્રવેશદ્વાર હશે. જેમાં 50 ગેટ તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એકવાર આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે તો ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચેનો પ્રવાસ સમય 7 કલાકથી ઘટીને માત્ર 2 કલાક થઈ જશે. આ સાથે કર્ણપ્રયાગથી બદ્રીનાથ સુધીની 4.30 કલાકની મુસાફરી પણ માત્ર બે કલાકમાં પૂરી થઈ શકશે. એટલે કે ઋષિકેશથી બદ્રીનાથ જવા માટે હવે માત્ર ચાર કલાકનો સમય લાગશે. પહેલા આ પ્રવાસમાં 11 કલાકનો સમય લાગતો હતો.

ડિસેમ્બર 2025માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઈન પ્રોજેક્ટને ડિસેમ્બર 2025માં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલમાં, સિવાઈ કલેશ્વરમાં અલકનંદા પર 125 મીટરના બો સ્ટ્રિંગ રોડ બ્રિજનું લોકાર્પણ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પુલ કર્ણપ્રયાગ સ્ટેશનને ઉત્તરાખંડના NH 58 સાથે જોડવામાં મદદ કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

12 સ્ટેશન, 17 ટનલ અને 35 પુલ બનાવવામાં આવશે

રેલ લાઇન પ્રોજેક્ટ હેઠળ કુલ 12 સ્ટેશન, 17 ટનલ અને 35 બ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લાના ગૌચર ભટ્ટનગર અને સિવાઈમાં પણ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. અહીં એપ્રોચ રોડ, રેલ અને રોડ બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. 16216 કરોડના આ પ્રોજેક્ટમાં 10 સ્ટેશન ટનલની અંદર હશે. માત્ર બે સ્ટેશન શિવપુરી અને બિયાસી જમીનથી ઉપર હશે. 126 કિમીની રેલ્વે લાઇનમાં લગભગ 105 કિમી અંડરગ્રાઉન્ડ હશે.

આ પ્રોજેક્ટથી હજારો લોકોને રોજગારી મળશે

આ પ્રોજેક્ટ Rishikesh Karnprayag Rail Line Project) માં 126 કિમી સિંગલ-ટ્રેક રેલ્વે લાઇનનું નિર્માણ ચાલી રહ્યું છે. તેમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL), 12 સ્ટેશનો અને L&T, HCC, NEC, Megha વગેરે જેવા ઘણા કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ પૂરો થતાં હજારો લોકોને રોજગારી મળશે.

પ્રોજેક્ટ 2025 સુધીમાં પૂર્ણ થશે

આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22 માટે 4,200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. બજેટની ફાળવણીથી બાંધકામને વેગ મળશે. આ બજેટ 2021-22 માટે પ્રસ્તાવિત છે. આ બજેટથી રેલ્વે લાઇનનું બાંધકામ પુરજોશમાં ચાલુ રાખી શકાશે. સરકારે વર્ષ 2024-25 સુધીમાં કર્ણપ્રયાગ-દેવપ્રયાગ બ્લોક સેક્શનનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ પણ વાંચોઃ

સોનું રેકોર્ડ ઉંચાઈએથી 4000 રૂપિયા સસ્તું થયું, ફેડ રેટમાં વધારા બાદ શું ખરીદવું જોઈએ Gold?

આ પણ વાંચોઃ

PM Modi: વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, 13 વૈશ્વિક નેતાઓના એપ્રુવલ રેટિંગ ચાર્ટમાં ટોચ પર

Next Article