સ્તન પકડવા, પાયજામાનું નાડુ તોડવુ એ બળાત્કાર નથી: કોર્ટે આવુ કેમ કહ્યુ ?
અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાંન પકડવા અને પાયજામાનું નાડુ તોડવાની ઘટનાને બળાત્કાર નહીં પરંતુ ગંભીર જાતીય હુમલો ગણાવ્યો છે. આ સાથે જ આ ઘટનાને ગંભીર ગુનો પણ ગણાવ્યો છે. કોર્ટે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 376ને બદલે કલમ 354-B અને POCSO એક્ટની કલમ 9/10 હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાંન પકડવા અને પાયજામાનું નાડુ તોડવાની ઘટનાને બળાત્કાર નહીં પરંતુ ગંભીર જાતીય હુમલો ગણાવ્યો છે. આ સાથે જ આ ઘટનાને ગંભીર ગુનો પણ ગણાવ્યો છે. કોર્ટે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 376ને બદલે કલમ 354-B અને POCSO એક્ટની કલમ 9/10 હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર મિશ્રાએ કાસગંજના પટિયાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ અંગે ટિપ્પણી કરી છે કે, સ્તન પકડવા અને પાયજામાનું નાડુ તોડવાને બળાત્કાર નથી, પણ જાતીય સતામણીનો ગંભીર ગુનો છે. જેમાં તેમણે આકાશ અને અન્ય બે આરોપીઓની ફોજદારી સુધારણા અરજી સ્વીકારી છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે બળાત્કારના પ્રયાસ અને ગુનાની તૈયારી વચ્ચેનો તફાવત યોગ્ય રીતે સમજવો જોઈએ.
કોર્ટે આરોપીઓ સામે કલમ 376 (બળાત્કાર) ને બદલે કલમ 354-B (કપડા ઉતારવાના ઈરાદાથી હુમલો) અને POCSO એક્ટની કલમ 9/10 (વધુ ગંભીર જાતીય હુમલો) હેઠળ ટ્રાયલ ચલાવવાનો આદેશ આપ્યો. કોર્ટે સ્પષ્ટતા કરી કે આરોપોના તથ્યો બળાત્કારનો પ્રયાસ સાબિત કરતા નથી.
શું છે સમગ્ર કેસ ?
આ ઘટના 2021 ની છે, જ્યારે કાસગંજ કોર્ટે બે આરોપીઓ, પવન અને આકાશને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 અને POCSO એક્ટની કલમ 18 હેઠળ એક સગીર છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં ટ્રાયલનો સામનો કરવા માટે સમન્સ પાઠવ્યું હતું.
હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આરોપી પર POCSO એક્ટની કલમ 9/10 (વધુ ગંભીર જાતીય હુમલો) સાથે IPCની કલમ 354-B (હુમલો અથવા કપડાં ઉતારવાના ઈરાદાથી ગુનાહિત બળનો ઉપયોગ) ના નાના આરોપ હેઠળ કેસ ચલાવવામાં આવે.
ટ્રાયલ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો
ટ્રાયલ કોર્ટે પોક્સો એક્ટ હેઠળ બળાત્કાર અને જાતીય સતામણીના પ્રયાસનો કેસ ગણીને સમન્સ આદેશ જાહેર કર્યો હતો. આરોપીઓએ આ આદેશને પડકાર્યો હતો અને હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદના આધારે, કેસ કલમ 376 IPC (બળાત્કાર) હેઠળ આવતો નથી અને તે ફક્ત કલમ 354 (B) IPC અને POCSO એક્ટ હેઠળ જ આવી શકે છે, જેને કોર્ટે પણ સ્વીકારી હતી.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે ફોજદારી સુધારણા અરજીને આંશિક રીતે સ્વીકારી અને કહ્યું કે આરોપી પવન અને આકાશ સામે લગાવવામાં આવેલા આરોપો અને કેસના તથ્યો આ કેસમાં બળાત્કારના પ્રયાસનો ગુનો નથી બનાવતા. ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, આરોપી પવન અને આકાશે 11 વર્ષની પીડિતાના સ્તન પકડી લીધા હતા અને આકાશે તેના પાયજામાનું નાડુ તોડી નાખ્યુ હતુ અને તેને નાડુ નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પસાર થતા લોકો/સાક્ષીઓની દરમિયાનગીરીને કારણે, આરોપી પીડિતાને છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો. તેણે બળાત્કારનો ગુનો કર્યો નથી.
કોર્ટે કહ્યું કે એવા કોઈ પુરાવા નથી જેના પરથી એવું અનુમાન કરી શકાય કે આરોપીનો પીડિતા પર બળાત્કાર કરવાનો ઈરાદો હતો. તેમણે વધુમાં કહ્યું કે નોંધાયેલા નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે આરોપી પોતે જ નીચેના કપડાનું નાડું તોડી નાખ્યા બાદ નારાજ થઈ ગયો હતો.