ToolKit કેસમાં દિલ્હી પોલીસે ઝૂમને પત્ર લખ્યો, મીટિંગમાં સામેલ લોકોની માહિતી માંગી

|

Feb 16, 2021 | 9:35 PM

દેશમાં એક પછી એક નવો ઘટસ્ફોટ ToolKit  ના મામલાને ગરમાવી રહ્યો છે. તાજેતરમાં આ કેસમાં પર્યાવરણીય કાર્યકર દિશા રવિની ધરપકડ કરવામાં આવી હતી અને હવે દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીના હિંસા મામલામાં ટૂલકિટ વિશે માહિતી માંગવા માટે ઝૂમને પત્ર લખ્યો છે.

ToolKit કેસમાં દિલ્હી પોલીસે ઝૂમને પત્ર લખ્યો, મીટિંગમાં સામેલ લોકોની માહિતી માંગી

Follow us on

દેશમાં એક પછી એક નવો ઘટસ્ફોટ ToolKit  ના મામલાને ગરમાવી રહ્યો છે. તાજેતરમાં આ કેસમાં પર્યાવરણીય કાર્યકર દિશા રવિની ધરપકડ કરવામાં આવી હતી અને હવે દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીના હિંસા મામલામાં ટૂલકિટ વિશે માહિતી માંગવા માટે ઝૂમને પત્ર લખ્યો છે.

દિલ્હી પોલીસના સાયબર સેલે ઝૂમને પત્ર લખીને આરોપીઓ દ્વારા 11 થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી બેઠક વિશે માહિતી માંગી છે. દિલ્હી પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 11 થી 22 ફેબ્રુઆરી વચ્ચે આરોપીઓએ ઝૂમ દ્વારા ઘણી બેઠક યોજી છે. દિલ્હીમાં થયેલી હિંસા અંગે એક કાવતરું રચવામાં આવ્યું હતું. આ સાથે પોલીસને એ માહિતી મળી છે કે હિંસાના દિવસે શાંતનુ અને દિશા દિલ્હીમાં હાજર હતા.

આ બેઠકમાં લગભગ 60 લોકો હાજર રહ્યા હતા

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસની સાયબર સેલ ટૂલકિટ આ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં દિલ્હી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ પર રહેલા બેંગાલુરુથી દિશા રવિની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન દિલ્હી પોલીસને ખબર પડી છે કે પ્રજાસત્તાક દિન નિમિત્તે હિંસા ફેલાવવા 11 જાન્યુઆરીએ એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં નિકિતા જેકબ, દિશા રવિ અને શાંતનુ સહિત 60 જેટલા લોકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં 26 જાન્યુઆરીના અવસરે રેલી પર ડિજિટલ હડતાલ કેવી રીતે રાખવી અને સરકાર વિરુદ્ધ કેવી રીતે કામ કરવું તે નક્કી કરવામાં આવ્યું હતું.

દિશા અને શાંતનુ દિલ્હીમાં હાજર હતા

ToolKit  કેસની તપાસ કરી રહેલા સાયબર સેલને માલુમ પડ્યું છે કે 26 જાન્યુઆરીની રેલી પહેલા શાંતનુ અને દિશા દિલ્હીમાં હાજર હતા. અહીં તેણે તે દિવસની આખી ઘટના જોઈ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને બોર્ડર પર પણ ગયા હતા. આ પછી બંને 27 જાન્યુઆરીએ દિલ્હીથી રવાના થયા હતા. આના અનેક મહત્વના પુરાવા પણ પોલીસ તરફથી આવ્યા છે. જેની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવ દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોપીઓની ઉંમર જોવી ન જોઈએ. આ કેસમાં નોંધપાત્ર પુરાવા સામે આવ્યા બાદ જ દિશાની ધરપકડ કરવામાં આવી છે.

ToolKit શું છે

‘ટૂલકીટ’ માં કોઈપણ હિલચાલ અથવા પ્રોગ્રામને શરૂ કરવા અને તેને વિસ્તૃત કરવા માટે, કેટલાક એક્શન પોઇન્ટ્સ તૈયાર કરવામાં આવે છે અને જેમાં તે દસ્તાવેજ રેકોર્ડ કરવામાં આવે છે તેને ટૂલકીટ કહેવામાં આવે છે. જે ચળવળને વધારવામાં મદદ કરી શકે છે.

અગાઉ, જ્યારે કોઈ રેલી, હડતાલ અથવા આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારે દિવાલો પર પોસ્ટરો લગાડવામાં આવતા હતા. ટૂલકીટ બદલાતા તે ડિજિટલ બની ગઈ છે. ટૂલકિટમાં, સોશિયલ મીડિયાનો ઉપયોગ જેવી બાબતો વિશે માહિતી આપવમાં આવે છે તે કયા દિવસે, કયા સમયે અને ટ્વીટ્સ અથવા પોસ્ટ્સ મૂકશે જેનાથી ફાયદો થશે . ટૂલકિટમાં, લોકોને અભિયાન સામગ્રી અને માહિતી આપવામાં આવે છે અને કેવી રીતે કરવું તે કહેવામાં આવે છે.

Next Article