શ્યામ પ્રસાદ મુખર્જીની 120મી જન્મ જયંતિ, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

|

Jul 06, 2021 | 11:58 AM

શ્યામ પ્રસાદ મુખર્જીની 120મી જન્મ જયંતિ નિમિતે, PM મોદીએ મુખર્જીના ઉમદા આદર્શો અને ભારતની એકતાને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્યામ પ્રસાદ મુખર્જીની 120મી જન્મ જયંતિ, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
PM મોદીએ શ્યામ પ્રસાદ મુખર્જીને અર્પી શ્રધ્ધાજંલી

Follow us on

શ્યામ પ્રસાદ મુખર્જીની આજે 120મી જન્મ જયંતિ છે, ત્યારે PM મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, શ્યામ પ્રસાદ મુખર્જીએ (Shyam Prasad Mukherjee)પોતાનું જીવન ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત કર્યું હતું. અને તેમના ઉમદા આદર્શો આજે પણ દેશભરમાં લાખો લોકોને પ્રેરણા આપી રહ્યાં છે.

ભારતીય જનસંઘની સ્થાપના (Indian Jana Sangh) કરનાર શ્યામ પ્રસાદ મુખર્જીની જન્મજંયતિ નિમિતે PMએ શ્રદ્ધાંજલિ અર્પીને મુખર્જીના ઉમદા આદર્શોને યાદ કર્યા હતા.

વડાપ્રધાને કહ્યું હતું કે “હું શ્યામ પ્રસાદ મુખર્જીને તેમની જન્મ જયંતિ (Birth Anniversary) પર નમન કરું છું. તેમના ઉમદા આદર્શો આપણા દેશભરમાં લાખો લોકોને પ્રેરણા આપે છે. વધુમાં જણાવ્યું હતું કે, ડો. મુખર્જીએ પોતાનું જીવન ભારતની એકતા અને પ્રગતિ તરફ સમર્પિત કર્યું હતું. અને એક વિદ્વાન અને બૌદ્ધિક વ્યક્તિ તરીકે તે હંમેશા અલગ વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા હતા.”

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મહત્વપૂર્ણ છે કે, શ્યામ પ્રસાદ મુખર્જીએ જનસંઘ ભારતીય જનતા પાર્ટીના પૂર્વજ હતા અને તેની સ્થાપના 1980માં થઈ હતી. મોદી સરકારે  મુખર્જીના પાયાના એજન્ડાને (agenda)પરિપૂર્ણ કરીને 2019 માં બંધારણમાં (Constitution) આર્ટિકલ 370 રદ કરી હતી.

શ્યામ પ્રસાદ મુખર્જીના વિદ્વાન અને બૌદ્ધિકતાના ગુણોને યાદ કરતાં વડા પ્રધાને કહ્યું કે, મુખર્જીએ તેમનું જીવન ભારતની એકતા અને પ્રગતિ તરફ સમર્પિત કર્યું હતું.

શ્યામ પ્રસાદ મુખર્જી એક ભારતીય રાજકારણી, બેરિસ્ટર અને શિક્ષણવિદ્ હતા, જેમણે વડાપ્રધાન જવાહરલાલ નહેરુના (Jawaharlal Nehru) પ્રધાનમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે કામ કર્યું હતું. બાદમાં નહેરુ સાથે જોડાયા બાદ, નહેરુ-લિયાકત સંધિનો વિરોધ કર્યો હતો.અને ત્યાર બાદ મુખર્જીએ નહેરુના મંત્રીમંડળમાંથી(Cabinet)  રાજીનામું આપ્યું હતું. ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મદદથી, તેમણે 1951 માં ભારતીય જનતા પાર્ટીના પૂર્વગામી ભારતીય જનસંઘની સ્થાપના કરી.

મુખર્જીએ 1943થી 1946 દરમિયાન અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્થાને પણ રહ્યા હતા. અને 1953 માં જમ્મુ-કાશ્મીરની પોલીસ કસ્ટડીમાં(Police Custody) તેમનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, શ્યામ પ્રસાદ મુખર્જીના એકતા અને અખંડિતતાને આજે પણ ભારતીયવાસીઓ માટે પ્રેરણા રુપ(Motivated) બની રહ્યાં છે.

Published On - 11:54 am, Tue, 6 July 21

Next Article