TMC MLA નો બફાટ, કહ્યું- આઝાદીમાં ગુજરાતીઓનું કોઈ યોગદાન નહીં, મોદી-શાહની દુર્યોધન-દુશાસન સાથે કરી તુલના

|

Nov 28, 2022 | 4:03 PM

TMC ધારાસભ્ય સબીત્રી મિત્રાનો એક વીડિયોને નેતા પ્રતિપક્ષ શુવેંદુ અધિકારીએ ટ્વિટ કર્યું છે. જેમાં સબીત્રી મિત્રા એવું કહેતા સાંભળી શકાય છે કે ગુજરાતીઓનું દેશના સ્વતંત્રતા આંદોલનમાં કોઈ યોગદાન નથી.

TMC MLA  નો બફાટ, કહ્યું- આઝાદીમાં ગુજરાતીઓનું કોઈ યોગદાન નહીં, મોદી-શાહની દુર્યોધન-દુશાસન સાથે કરી તુલના
TMC MLA Sabitri mitra
Image Credit source: Google

Follow us on

પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી આવતા નેતાઓના નિવેદનો વધી ગયા છે. રાજ્યના જલ મંત્રી અખિલ ગિરિના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મને લઈ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી બાદ હવે રાજ્યના પૂર્વ મંત્રી અને ટીએમસીના ધારાસભ્ય સબીત્રી મિત્રાનો એક વીડિયોને વિપક્ષના નેતા શુવેંદુ અધિકારીએ ટ્વિટ કર્યો છે. જેમાં સબીત્રી મિત્રા એવું કહેતા સાંભળી શકાય છે કે ગુજરાતીઓનું દેશના સ્વતંત્રતા આંદોલનમાં કોઈ યોગદાન નથી.

આ સાથે જ સબીત્રી મિત્રાએ વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની તુલના દુર્યોધન અને દુશાસન સાથે કરતા કહ્યું છે કે, ‘ભાજપ નેતાઓનું મહિલાઓના વસ્ત્ર હરણ સિવાય કોઈ કામ નથી’. જોકે TV9 હિન્દી વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. શુવેંદુ અધિકારીએ સબીત્રી મિત્રાના નિવેદનનો વીડિયો ટ્વિટ કર્યો છે અને તેને લઈ ટીએમસી ધારાસભ્ય પર જોરદાર પ્રહારો કર્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શુવેંદુ અધિકારીએ ટ્વિટ કર્યું કે, પૂર્વ મંત્રી અને પશ્ચિમ બંગાળના માણિકચકની ધારાસભ્ય સબીત્રી મિત્રા ઝેર ઓકી રહી છે અને કહી રહી છે કે ગુજરાતીઓએ ભારતને બ્રિટિશ વસાહત તરીકે રાખવાના હેતુથી અંગ્રેજોને હથિયારો આપ્યા હતા અને બાપુ અને પટેલની પ્રસિદ્ધ ‘ભૂમિ’ નું ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં કોઈ યોગદાન નથી. તેમના સર્વોચ્ચ નેતાના પગલે ચાલીને, તેઓએ વડાપ્રધાન અને ગૃહ પ્રધાનને આજે માલદામાં એક રાજકીય રેલીમાં દુર્યોધન અને દુશાસન ગણાવ્યા, પરંતુ ગુજરાતીઓ પ્રત્યેની તેમની નફરત સમજ બાહર છે. તેમણે ગુજરાતની જનતાને દેશદ્રોહી ગણાવી હતી. આ કમનસીબી છે.

અંગ્રેજોને હથિયારો સપ્લાય કરતા હતા ગુજરાતીઓ- TMC MLA

સબીત્રી મિત્રા માલદાના માણિકચક વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તે એક સમયે રાજ્યકક્ષાના મંત્રી હતા. શુવેંદુ અધિકારીએ માલદામાં એક જાહેર સભામાં તેમના ભાષણના એક ભાગનો વીડિયો ટ્વીટ કર્યો હતો. શા માટે? તે વીડિયોમાં સબીત્રી મિત્રા કહેતા સંભળાય છે કે, ‘આઝાદીની ચળવળમાં ગુજરાતીઓની કોઈ ભૂમિકા નથી. ગુજરાતીઓ અંગ્રેજોને હથિયાર સપ્લાય કરતા હતા. તૃણમૂલના ધારાસભ્ય, રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન સાવિત્રી મિત્રાએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું, શુવેંદુ અધિકારી જે કહી રહ્યા છે તેનો હું જવાબ આપીશ નહીં.

ભાજપનું આઝાદીની ચળવળમાં કોઈ યોગદાન નથી – સબીત્રી મિત્રા

સબીત્રી મિત્રાએ કહ્યું, મેં કહ્યું તેમ, ગુજરાતમાં રહેતા નરેન્દ્ર મોદી, નીરવ મોદી, વિજય માલ્યા જેવા લોકોની સ્વતંત્રતા ચળવળમાં કોઈ ભૂમિકા નહોતી. તે અંગ્રેજોની તરફેણમાં હતા. મેં કંઈ ખરાબ નથી કહ્યું. તેમણે દાવો કર્યો, મારા પાસે ગાંધીજીનું અપમાન કરવાની શક્તિ નથી. મેં એવું નથી કહ્યું કે ગુજરાતીઓએ આપણું સ્વાતંત્ર્ય આંદોલન કર્યું નથી. આઝાદીની ચળવળમાં ભાજપના એ લોકોની કોઈ ભૂમિકા નહોતી. મેં નામનો ઉલ્લેખ કર્યો. શુવેંદુ અધિકારી શું કહી રહ્યા છે તેનો હું જવાબ આપીશ નહીં.

Published On - 1:03 pm, Mon, 28 November 22

Next Article