નદીનું પાણી અચાનક કાળું પડી ગયું અને હજારો માછલીઓના મોત થયા, જાણો કોનું છે આ ષડ્યંત્ર

|

Oct 30, 2021 | 7:48 PM

Arunachal Pradesh: પૂર્વ કામેંગ જિલ્લા પ્રશાસને એક સૂચના જાહેર કરીને લોકોને માછીમારી માટે કામેંગ નદીની નજીક જવાનું ટાળવા અને આગામી આદેશો સુધી મૃત માછલી ખાવા અને વેચવાનું ટાળવા જણાવ્યું છે.

નદીનું પાણી અચાનક કાળું પડી ગયું અને હજારો માછલીઓના મોત થયા, જાણો કોનું છે આ ષડ્યંત્ર
Thousands of fish die as river suddenly turns black in arunachal pradesh

Follow us on

અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના પૂર્વ કામેંગ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કામેંગ નદીનું પાણી અચાનક કાળું દેખાવા લાગ્યું અને જોતજોતામાં હજારો માછલીઓના મોત થયા. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. જિલ્લા મત્સ્યોદ્યોગ અધિકારીએ જણાવ્યું હતું કે TDSની વધુ માત્રાને કારણે નદીનું પાણી કાળું થઈ ગયું છે.

જિલ્લા મત્સ્ય વિકાસ અધિકારી (DFDO) હલી તાજોએ જણાવ્યું હતું કે શુક્રવારે જિલ્લા મુખ્યાલય સેપ્પામાં નદીમાં હજારો માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તારણો અનુસાર, મૃત્યુનું કારણ TDSની મોટી માત્રા હોવાનું જણાયું છે, જે પાણીમાં જળચર પ્રજાતિઓ માટે દૃશ્યતા ઘટાડે છે અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરે છે. નદીના પાણીમાં TDS વધારે જોવા મળી રહ્યો છે, જેના કારણે માછલીઓ ઓક્સિજન લઈ શકતી નથી.

તેમણે એક અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે નદીમાં TDS 6,800 મિલિગ્રામ પ્રતિ લિટર હતું, જે 300-1,200 મિલિગ્રામ પ્રતિ લિટરની સામાન્ય શ્રેણી કરતાં ઘણું વધારે હતું. તાજોએ લોકોને માછલીનું સેવન ન કરવાની અપીલ કરી કારણ કે તેનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. પૂર્વ કામેંગ જિલ્લા પ્રશાસને એક સૂચના જાહેર કરીને લોકોને માછીમારી માટે કામેંગ નદીની નજીક જવાનું ટાળવા અને આગામી આદેશો સુધી મૃત માછલી ખાવા અને વેચવાનું ટાળવા જણાવ્યું છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

કામેંગ નદીમાં આવી ઘટના ક્યારેય બની નથી
સેપ્પાના રહેવાસીઓએ નદીમાં TDS વધવા માટે ચીનને જવાબદાર ઠેરવ્યું હતું. આરોપ છે કે પાડોશી દેશની બાંધકામ પ્રવૃત્તિઓને કારણે પાણીનો રંગ કાળો થઈ ગયો છે. સેપ્પા પૂર્વના ધારાસભ્ય તાપુક ટાકુએ રાજ્ય સરકારને કામેંગ નદીના પાણીના રંગમાં અચાનક ફેરફાર અને મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ પાછળના કારણો શોધવા માટે તાત્કાલિક નિષ્ણાતોની સમિતિની રચના કરવા અપીલ કરી હતી. ટાકુએ ચિંતા વ્યક્ત કરી હતી કે કામેંગ નદીમાં આ ઘટના પહેલા ક્યારેય બની નથી.

2017માં સિયાંગ નદીનું પાણી પણ કાળું થઈ ગયું હતું
તેમણે કહ્યું, જો આ થોડા દિવસોથી વધુ ચાલશે તો નદીમાંથી જળચર જીવો સંપૂર્ણપણે નાશ પામશે. પાણીના રંગમાં અચાનક ફેરફાર થવાને કારણે આ પટ્ટાના ઉપરના જિલ્લાઓમાં ભારે ભૂસ્ખલન પણ થઈ શકે છે. રાજ્ય સરકારે વહેલી તકે પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે તથ્ય શોધ સમિતિની રચના કરવી જોઈએ.”

અગાઉ, પૂર્વ સિયાંગ જિલ્લાના પાસીઘાટ ખાતેની સિયાંગ નદી નવેમ્બર 2017માં કાળી થઈ ગઈ હતી, જેના પગલે અરુણાચલ પૂર્વના કોંગ્રેસના તત્કાલિન સાંસદ નિનોંગ એરિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમની દરમિયાનગીરીની માંગ કરી હતી અને દાવો કર્યો હતો કે તે ચીનમાં 10,000-km-લાંબી ટનલના નિર્માણનું પરિણામ છે જે સિયાંગથી પાણીને ટકલામાકન રણમાં આવેલા ઝિનજિયાંગ પ્રાંતમાં વાળી દીધું છે. જો કે ચીને આ આરોપને નકારી કાઢ્યો હતો.

આ પણ વાંચો : RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ કહ્યું, ધર્મપરિવર્તન સંપૂર્ણ રીતે બંધ થવું જોઈએ

આ પણ વાંચો : કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, કોંગ્રેસ સાથે વાતચીતના સમાચાર ખોટા, જલ્દી જ નવી પાર્ટી અને ભાજપ સાથે બેઠકની વહેંચણી જાહેર કરશે

Next Article