PM Narendra Modi : આ વર્ષે PM નો જન્મદિવસ બનશે ખાસ, 20 દિવસના અભિયાન સાથે ઉજવાશે જન્મદિવસ

|

Sep 05, 2021 | 12:16 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત 20 દિવસના અભિયાનના ભાગરૂપે બીજેપી કાર્યકર્તાઓ 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) જન્મજયંતિએ વિશાળ સ્વચ્છતા અભિયાન ચલાવશે.

PM Narendra Modi : આ વર્ષે PM નો જન્મદિવસ બનશે ખાસ, 20 દિવસના અભિયાન સાથે ઉજવાશે જન્મદિવસ
PM Narendra Modi (File Photo)

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી (BJP) 17 સપ્ટેમ્બરના રોજ 20 દિવસનું “સેવા અને સમર્પણ” અભિયાન શરૂ કરશે. જે અભિયાન અંતર્ગત વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2014 માં મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ભાજપ તેમનો જન્મદિવસ ‘સેવા દિવસ’ તરીકે ઉજવે છે અને એક સપ્તાહ માટે દેશભરમાં કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આ વખતે 20 દિવસ આ અભિયાન (Campaign) ચલાવવામાં આવશે, કારણ કે મોદી રાજકારણમાં બે દાયકા પૂર્ણ કરી રહ્યા છે.

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ અભિયાન માટે પક્ષના કાર્યકર્તાઓને આપી સુચના

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ અભિયાનના ભાગરૂપે આરોગ્ય અને રક્તદાન શિબિરોનું આયોજન કરવા અને ગરીબોને રાશન વિતરણ કરવા પક્ષના કાર્યકર્તાઓને સૂચનાઓ આપી છે. તેમણે ભાજપના તમામ રાજ્ય એકમોને જણાવ્યુ હતુ કે, કોવિડ -19 પ્રોટોકોલને અનુસરીને કલ્યાણ કાર્યો હાથ ધરવામાં આવશે. ઉપરાંત નડ્ડાએ (J P Nadda) પાર્ટી કાર્યકર્તાઓને રસીકરણ (Vaccination) અભિયાનને સરળ બનાવવા માટે રસીકરણ શિબિરોની મુલાકાત લેવા પણ જણાવ્યુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમને જણાવી દઈએ કે, અભિયાનના ભાગરૂપે બીજેપી કાર્યકર્તાઓ 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીની જન્મજયંતિએ વિશાળ સ્વચ્છતા અભિયાન ચલાવશે અને લોકોને ખાદી અને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

ભાજપના કાર્યકરો પાંચ કરોડ પોસ્ટકાર્ડ મોકલશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે ભાજપના કાર્યકરો પાંચ કરોડ પોસ્ટકાર્ડ પણ મોકલશે, જેમાં ઉલ્લેખ કરવામાં આવશે કે તેઓ જાહેર સેવા માટે પોતાને સમર્પિત કરી રહ્યા છે. ઉપરાંત પાર્ટીએ કાર્યકરોને મોદી દ્વારા મળેલી ભેટોની હરાજી જાહેર કરવા પણ જણાવવામાં આવ્યુ છે. ભાજપના કિસાન મોરચા પણ મોદીના જન્મદિવસને (PM Modi Birthday) દેશના દરેક જિલ્લામાં ‘કિસાન જવાન સન્માન દિવસ’ તરીકે ઉજવશે. આ પહેલ હેઠળ ખેડૂતોના પરિવારોનું સન્માન કરવામાં આવશે.

 

આ પણ વાંચો: New Wage Code : કર્મચારીઓ માટે અગત્યના સમાચાર , 1 ઓક્ટોબરથી નોકરીના સમયથી લઈ પગાર સુધી આ થશે ફેરફાર, જાણો તમને શું થશે અસર

આ પણ વાંચો:  Haryana : ભૂતપૂર્વ CM ઓપી ચૌટાલાએ ધોરણ 10માં અંગ્રેજી વિષયની પરીક્ષા કરી પાસ, જાણો કેટલા માર્કસ મેળવ્યા !

Published On - 12:14 pm, Sun, 5 September 21

Next Article