‘આ મુંબઈ કે ગુજરાત નથી કન્નડ શીખો’, કન્નડ ભાષા પર બોલવાનું દબાણ કરતો વીડિયો વાયરલ

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બેંગ્લોરમાં રહેતો વ્યક્તિ બિન કન્નડ વ્યક્તિને કન્નડ ભાષા શીખવા માટે અંગ્રેજી ભાષામાં દબાણ કરતો જોવા મળ્યો હતો.

'આ મુંબઈ કે ગુજરાત નથી કન્નડ શીખો', કન્નડ ભાષા પર બોલવાનું દબાણ કરતો વીડિયો વાયરલ
Follow Us:
| Updated on: Nov 01, 2024 | 4:44 PM

બેંગલુરુ ફરી એકવાર વિવાદમાં છે, આ વખતે એક ભાષાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ છે. આ વીડિયો એક સ્થાનિક રહેવાસી અને બિન-કન્નડ ભાષી વચ્ચેનો જોવા મળી રહ્યો છે, જે કર્ણાટકમાં ભાષા અને સાંસ્કૃતિક સન્માન અંગે પ્રશ્નો ઉભા કરે છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ છેલ્લા 12 વર્ષ સુધી કર્ણાટકમાં રહી અને કામ કર્યા બાદ પણ કન્નડ યોગ્ય બોલી શકતો નથી. ત્યારે અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરતો જોવા મળી રહ્યો છે.

ભાષા પર ટકકર થઈ

સ્થાનિક વ્યક્તિ બિન-કન્નડ ભાષી પર સ્થાનિક સંસ્કૃતિ અને ભાષા પ્રત્યે “અપમાનજનક” હોવાનો આક્ષેપ કરે છે. આ વીડિયોમાં સ્થાનિક વ્યક્તિ કહી રહ્યો છે કે, તમે અહિ નોકરી ઈચ્છો છો. અહિ સારો પગાર ઈચ્છો છો પરંતુ અહિની ભાષા આવડતી નથી. બેંગ્લુરુનો રહેવાસી છેલ્લે કહે છે કે, માત્ર કન્નડ તો શીખો, આ બેંગ્લુરુ છે, મુંબઈ કે ગુજરાત નથી. આ અમારું રાજ્ય છે.આ વીડિયોને લાખોમાં વ્યુ અને લાઈક મળી છે, કેટલાક લોકો આ વીડિયો પર ટિપ્પણી પણ કરી રહ્યા છે. લોકો કોમેન્ટ કરી કહી રહ્યા છે કે, છેલ્લા 16 વર્ષથી વિરાટ કોહલી આરસીબીનો ભાગ છે, તેને કન્નડ બોલવાનું કહો.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

ભાષાની જરુર પડી નથી

લોકો કહી રહ્યા છે કે, સ્થાનિક ભાષા શીખવી સારી છે પરંતુ જે વ્યક્તિ કોઈ શહેરમાં તે ભાષા શીખ્યા વગર 12 વર્ષ સુધી રહે છે. તેનો મતલબ એવો થયો કે, તેને આ ભાષાની જરુર પડી નથી. કોઈ કહે છે અન્ય ભાષા શીખવી તે એ વ્યક્તિ પર નિર્ભર કરે છે, જે ત્યાં રહે છે. એક વ્યક્તિ કહી રહ્યો છે કે, હું છેલ્લા 20 વર્ષથી મહારાષ્ટ્રમાં રહું છે અને મરાઠી શીખ્યો નથી. પરંતુ અહિ મને કોઈએ પરેશાન કર્યો નથી.

કર્ણાટક-મહારાષ્ટ્ર બોર્ડર પર હિન્દી બોલવા બદલ ટોલ બૂથના કર્મચારીને માર મારતો ડ્રાઇવરનો એક વાયરલ વીડિયો સામે આવ્યો છે.કર્મચારીએ એમ કહીને પોતાનો બચાવ કર્યો કે સમગ્ર ભારતમાં હિન્દી વધારે બોલાય છે,

તમને જણાવી દઈએ કે, જો કોઈ પણ ભાષાની વાત આવે તો ગુજરાતી ભાષાની વિદેશમાં પણ બોલબાલા છે. કેનેડામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી બની છે. કહી શકાય કે, કેનેડા ગુજરાતીઓનો મનપસંદ દેશ છે.

g clip-path="url(#clip0_868_265)">