એરપોર્ટ ઉપર દાણચોરોએ બતાવી કરામત, 4.5 કરોડનું સોનું એવું સંતાડ્યું કે સામે હોવા છતાં ન શોધી શકી પોલીસ!

|

Jun 05, 2022 | 7:49 AM

ચેન્નઇ એરપોર્ટ પર સીમા શુલ્ક અધિકારીઓને સોનાની ચોરી (Gold)વિશે માહિતી મળી હતી અને આ માહિતીને આધારે તેઓએ ચેન્નઈ એરપોર્ટ ઉપર દુબઈથી (Dubai )આવતા મુસાફરોની તપાસ શરૂ કરી હતી.

એરપોર્ટ ઉપર દાણચોરોએ બતાવી કરામત, 4.5 કરોડનું સોનું એવું સંતાડ્યું કે સામે હોવા છતાં ન શોધી શકી પોલીસ!
Chennai Airport
Image Credit source: file photo

Follow us on

તમિલનાડુની રાજધાની ચેન્નઈ (Chennai) એરપોર્ટ (Airport)ખાતે આશ્ચર્યજનક ઘટના બની હતી. દાણચોરોએ (Smuggler) શુક્રવારે દુબઈથી આવેલા વિમાનમાં સોનું (Gold) સંતાડી દીધું હતું. તે ઉપરાંત દાણચોરોએ વોશરૂમ અને કચરાપેટીમાં પણ સોનું સંતાડી દીધું હતું. જેની કિંમત 4.5 કરોડ રૂપિયા હતી. આથી અધિકારીઓએ દુબઇથી ચેન્નઈ આવતા મુસાફરોની તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓએ બાતમીને આધારે દરેક મુસાફરની તપાસ તેમજ તેમના સામાન ખોલાવી ખોલાવીને પણ  સઘન તપાસ  હાથ ધરી હતી. જોકે આ તમામ તપાસને અંતે પણ અધિકારીઓ નિરાશ થયા  હતા. બધા જ મુસાફરોના સામાનની ઉંડી તાપસ કરવા છતાં તપાસ અધિકારીઓને કંઈ મળ્યું ન હતું.

આટલી તપાસ બાદ અધિકારીઓએ ઇમિગ્રેશન ચેક પાસે  કાઉન્ટર પાસે   વોશ રૂમની તપાસ શરૂ કરી હતી.  સાથે જ તેમણે વિમાનની અંદર પણ તપાસ શરૂ કરી હતી.  આ તપાસ દરમિયાન તેમને જોવા મળ્યું  હતું કે વોશરૂમ તથા કચરાના ડબ્બામાં 60 પાર્સલ બિનવારસી પડેલા હતા. આ પાર્સલને ખોલીને તપાસ કરવામાં આવતા અધિકારીઓની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી કારણ કે પાર્સલમાં 9 કિલો સોનું બાર અને ટ્યૂબમાં ભરેલું હતું. અધિકારીઓને આ જોઈને ખબર પડી ગઈ હતી કે દાણચોરને અગાઉથી જ ખબર પડી ગઈ હતી કે તેમને ઝડપી લેવામાં આવશે એટલે તેઓ માલમત્તા મૂકીને નાસી ગયા હતા

CCTV દ્વારા થઈ રહી છે તસ્કરોની તપાસ

અધિકારીઓએ  અંગે કેસ નોંધ્યો છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓને પકડવા સીસીટીવીની મદદ પણ લેવામાં આવી રહી છે. અધિકારીઓ વોસરૂમ પાસેના સીસીચીવી ચકાસી ખાસ ચકાસી રહ્યા છે જેથી ખબર પડે કે કોણ આ રીતે સોનુ મૂકીને જતું રહ્યું છે. અહીંયાં ખાસ વાત એ છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં કેટલાક ક્રૂ મેમ્બરને ખબર પડી ગઈ હતી કે અધિકારીઓના દરોડા અંગે માહિતી મળી ગઈ હતી, તો શું તેમાંથી જ કોઈએ તસ્કરોને સાવચેત કરી દીધા હશે? આ તમામ બાબતો અંગે પોલીસ સઘન તપાસ હાથ ધરશે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે છેલ્લી ફ્લાઇટ આવી તે પહેલા વોશરૂમમાં કોણ કોણ જતા જોવા મળ્યા છે મુસાફરોના નામના લિસ્ટની પણ તપાસ કરવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચેન્નઈ ઉપરાંત દેશભરમાં ઘણા એવા એરપોર્ટ છે જ્યાં એવી ઘટનાઓ સામે આવી છે જેમાં એરપોર્ટ પર ગેરકાયદે સોનું અથવા ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોય.

Next Article