PM Modi Birthday: પીએમ મોદીના જન્મદિવસ પર શરૂ થઈ રહી છે આ યોજનાઓ, જાણો આ સેવા પખવાડીઆની યોજનાઓ વિશે

પીએમ મોદીના જન્મદિવસ પર આજથી આરોગ્ય મંત્રાલય દ્વારા સેવા પખવાડા પણ શરૂ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે. આ સાથે આયુષ્માન સભાનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં સરકારના મંત્રીઓ કે બીજેપીના નેતાઓ લોકોને યોજનાઓની જાણકારી આપશે. આ સાથે આયુષ્માન ગામો પણ જાહેર કરવામાં આવશે.

PM Modi Birthday: પીએમ મોદીના જન્મદિવસ પર શરૂ થઈ રહી છે આ યોજનાઓ, જાણો આ સેવા પખવાડીઆની યોજનાઓ વિશે
These schemes are starting on PM Modi birthday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 4:15 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે આજે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે 17 સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમના જન્મદિવસ પર પીએમ મોદી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરાવી અને દિલ્હીના દ્વારકામાં નવા બનેલા કન્વેન્શન સેન્ટર ‘યશોભૂમિ’નું ઉદ્ઘાટન પણ કર્યુ. પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે ભાજપ દ્વારા એક વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવશે.

પીએમ મોદીના જન્મદિવસ પર આજથી આરોગ્ય મંત્રાલય દ્વારા સેવા પખવાડા પણ શરૂ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે. આ સાથે આયુષ્માન સભાનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં સરકારના મંત્રીઓ કે બીજેપીના નેતાઓ લોકોને યોજનાઓની જાણકારી આપશે. આ સાથે આયુષ્માન ગામો પણ જાહેર કરવામાં આવશે.

આયુષ્માન આપકે દ્વાર યોજના શરૂ થઈ રહી છે

આયુષ્માન આપકે દ્વાર યોજના પણ આજથી શરૂ થશે. આ સમય દરમિયાન, તે લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે જેઓ કોઈ કારણસર આ યોજનાનો લાભ મેળવી શક્યા નથી. દેશના અલગ-અલગ ભાગો અને જિલ્લાઓમાં આયોજિત થનારા આયુષ્માન મેળામાં દર્દીઓનું ફ્રી સ્ક્રીનિંગ થઈ શકશે અને આ દરમિયાન બીપી અને સુગરની પણ તપાસ કરવામાં આવશે.

દેશની તમામ ગ્રામ પંચાયતો અને વોર્ડમાં આયુષ્માન સભાનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન લોકોને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી, આયુષ્માન કાર્ડનો ઉપયોગ, આભા હેલ્થ કાર્ડ, સિકલ સેલ એનિમિયા વગેરે વિશે જણાવવામાં આવશે. સરકાર તરફથી આ માટેની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી.

PMએ 2018માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી

વાસ્તવમાં આયુષ્માન યોજનાને પીએમ મોદીની ડ્રીમ સ્કીમ પણ કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 1 એપ્રિલ 2018ના રોજ શરૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગરીબ અને વંચિત વર્ગને વધુ સારી સારવાર આપવાનો છે. આ યોજના મુજબ દેશના દરેક ગરીબ પરિવારને સરકાર દ્વારા દર વર્ષે 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. ઘણા જૂના અને ગંભીર રોગો પણ આમાં આવરી લેવામાં આવ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર