
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું આપ્યા પછી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી, જેના કારણે કોંગ્રેસ સહિત વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યું છે કે ધનખર ગુમ છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના રાજીનામા પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે જગદીપ ધનખરે બંધારણીય પદ સંભાળ્યું હતું અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે બંધારણ અનુસાર સારું કામ કર્યું હતું. તેમણે તેમની વ્યક્તિગત સ્વાસ્થ્ય સમસ્યાને કારણે રાજીનામું આપ્યું છે. કોઈએ તેના ઉપર વધુ વિવાદ ઊભો કરવાની કે તેમાંથી કંઈક નવા જૂની શોધવાનો પ્રયાસ ના કરવો જોઈએ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમાચાર એજન્સી ANI સાથેની મુલાકાતમાં આ નિવેદન આપ્યું છે. 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના થોડા દિવસો પહેલા તેમનું આ નિવેદન આવ્યું છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આ મહત્વપૂર્ણ ચૂંટણીઓ માટે એનડીએના ઉમેદવાર છે અને વિપક્ષે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને તેમના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જગદીપ ધનખરે ગયા મહિને સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ તેમણે આ પગલું કેમ ભર્યું તેની ચર્ચા શરૂ થઈ હતી.
#WATCH | On the resignation of former Vice President Jagdeep Dhankhar, Union HM Amit Shah says, “Dhankhar Sahab’s resignation letter is self-explanatory. He has resigned citing his health, and he has thanked ministers, the Prime Minister and all the members from his heart for his… pic.twitter.com/J95T1V7sa9
— ANI (@ANI) August 25, 2025
ગયા અઠવાડિયે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ધનખડના પગલા પર સરકાર પર નિશાન સાધ્યું હતું અને પૂછ્યું હતું કે જૂના ઉપરાષ્ટ્રપતિ ક્યાં ગયા? રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અને આપણે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કેમ કરી રહ્યા છીએ તે પણ ભૂલવું ન જોઈએ. હું કોઈની સાથે વાત કરી રહ્યો હતો અને મેં કહ્યું, શું તમને ખબર છે જૂના ઉપરાષ્ટ્રપતિ ક્યાં ગયા?
અમિત શાહે ઈન્ડિયા એલાયન્સના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડી વિશે વાત કરતા કહ્યું કે તેમણે સલવા જુડુમને નકારી કાઢ્યો અને આદિવાસીઓના સ્વ-રક્ષણના અધિકારને ખતમ કરી દીધો. આ જ કારણ છે કે નક્સલવાદ આ દેશમાં બે દાયકાથી વધુ સમય સુધી ચાલ્યો. મારું માનવું છે કે સુદર્શન રેડ્ડીની પસંદગી માટે ડાબેરી વિચારધારાનો માપદંડ હોવો જોઈએ.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો