જોશીમઠ પર ખતરાને લઈને 1976માં જ અપાયા હતા સંકેત, તેમ છત્તા પણ કેમ સરકાર અજાણ !

|

Jan 07, 2023 | 11:56 AM

જોશીમઠને લઈને 1976માં મિશ્રા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પણ હાલ જોશીમઠની હાલત વધુ ખરાબ થઈ રહી છે. તેમજ સરકાર પણ આ મામલે કઈ કરી શકી નથી.

જોશીમઠ પર ખતરાને લઈને 1976માં જ અપાયા હતા સંકેત, તેમ છત્તા પણ કેમ સરકાર અજાણ !
The threat to Joshimath was signaled in 1976

Follow us on

જોશીમઠમાં થઈ રહેલ ભૂસ્ખલનના કારણે 561થી વધુ મકાનોમાં તિરાડો પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોશીમઠ પર આ ખતરો ઘણા વર્ષો પહેવાથી જ મંડરાઈ રહ્યો હતો. જે અંગેની એક અહેવાલમાં પુષ્ટિ કરાઈ છે કે જોશીમઠ ભૂસ્ખલનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે જોશીમઠને લઈને 1976માં મિશ્રા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પણ હાલ જોશીમઠની હાલત વધુ ખરાબ થઈ રહી છે. તેમજ સરકાર પણ આ મામલે કઈ કરી શકી નથી.

1976ના રિપોર્ટમાં જોશીમઠ પર ખતરાના સંકેત

જોશીમઠ પર ખતરો મંડરાઈ રહ્યો હોવાને લઈને વર્ષ 1976માં તત્કાલિન ગઢવાલ કમિશન એમસી મિશ્રાની અધ્યક્ષતામાં 18 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ પોતાના એહવાલમાં લખ્યૂ હતુ કે જોશીમઠ ધીમે ધીમે તૂટીને ધસી થઈ રહી છે. ત્યારે ભૂસ્ખલન અને ભૂસ્ખલનના વિસ્તારોમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. જે કામ માટે સેના, આઈટીબીપી અને સ્થાનિક લોકોને પણ તેમાં સામેલ કરવા જોઈએ.

2001ના રિપોર્ટમાં પણ અપાઈ હતી ચેતવણી

જોશીમઠને લઈને 1976 પછી પણ વર્ષ 2001માં એક રિસર્ચ પેપર આવ્યું હતું, જેમાં જોશીમઠ શહેરની વાસ્તવિક સ્થિતિ અને ત્યાં થઈ રહેલા ભૂસ્ખલન, જમીન ધસી પડવાની અને ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ લખવામાં આવી હતી. આ અહેવાલના નિર્માતા એમપીએસ બિષ્ટ અને પીયૂષ રૌતેલા હતા. એમપીએસ બિષ્ટે કહ્યું હતુ કે તે સમયે આ રિપોર્ટમાં ઘણી વસ્તુઓ લખવામાં આવી હતી. એમપીએસ બિષ્ટે કહ્યું કે જોશીમઠ મધ્ય હિમાલયમાં છે, જોશીમઠનો વિસ્તાર સક્રિય ટેકટોનિક ઝોન છે. 1936 માં, હેઇમ અને ગેન્સરે એક અભિયાન કર્યું હતુ, જેમાં હેલાંગથી 900 મીટર દૂર એમસીટી એટલે કે મુખ્ય સેન્ટ્રલ થ્રસ્ટને હાઈલાઈટ કરવામાં આવ્યુ હતુ.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

આ કારણે જોશીમઠ લોકોના જીવ જોખમાયા

જોશીમઠની શહેરના ભૂસ્ખલ પાછળ ઘણા કારણો છે પણ આ એક કારણ કે અલકનંદા અને ધૌલીગંગા દ્વારા જોશીમઠ શહેરની માટીનું સતત ધોવાણ થઈ રહ્યું છે. તેમજ બીજુ સૌથી મોટું કારણ છે કે આ શહેર મેન સેન્ટ્રલ થ્રસ્ટની વચ્ચોવચ આવેલું છે.તેની સાથે બાંધકામ બાંધકામ, પછી તે લોકોના ઘર હોય, હોટલ હોય કે હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ હોય, તેનું કારણ રહ્યું છે. તે જ સમયે, વરસાદી પાણી જમીનમાં જવાનું કારણ છે, કારણ કે જોશીમઠ કાચા માલ પર આધારિત શહેર છે. આ સાથે, સૌથી મોટું કારણ પહાડોમાં વારંવાર આવતા ભૂકંપ છે, કારણ કે તે MCT અથવા મેન સેન્ટ્રલ થ્રસ્ટનો મધ્ય ભાગ છે, વૈજ્ઞાનિકોનું સંશોધન કેન્દ્ર પણ આ સ્થાન પર રહે છે, કે ભૂકંપ મોટાભાગે આ કેન્દ્રીય થ્રસ્ટ હેઠળ આવે છે.

Next Article