AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કર્ણાટકની પરીક્ષામાં ટોપ કરનાર તબસ્સુમ શેખની કહાની, કહ્યું – “હિજાબ કરતા શિક્ષણને પસંદ કર્યુ”

ઘણા મુસ્લિમ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થામાં હિજાબ ન પહેરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો જ્યારે ઘણાએ કોર્ટના નિર્ણય પર પરીક્ષાનો બહિષ્કાર પણ કર્યો હતો. જો કે, તબસ્સુમ શેખે આ મુદ્દાના રાજકીયકરણ અને રાજ્યવ્યાપી વિરોધ અને અશાંતિને કારણે શિક્ષણને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું અને તેણે હિજાબની ઉપર શિક્ષણ પસંદ કર્યુ.

કર્ણાટકની પરીક્ષામાં ટોપ કરનાર તબસ્સુમ શેખની કહાની, કહ્યું – “હિજાબ કરતા શિક્ષણને પસંદ કર્યુ”
chose studies instead of hijab
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 12:39 PM
Share

કર્ણાટક બીજું PUC પરિણામ 21 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે સ્કોરર તબસ્સુમ શેખ નામની એક યુવતી હતી, જેણે 600 માંથી 593 ગુણ મેળવ્યા હતા અને આર્ટસ પ્રવાહમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણીની શૈક્ષણિક સિદ્ધિઓ વિશે મીડિયા સાથે વાત કરતા, તબસ્સુમ શેખે કહ્યું કે “હિજાબ પર તેણે શિક્ષણ” પસંદ કર્યુ છે.

ટોપર તબસ્સુમેં શિક્ષણને હિજાબથી ઉપર રાખ્યું

તબસ્સુમ શેખ કર્ણાટકના બેંગલુરુમાં નાગરથમ્મા મેડા કસ્તુરીરંગા સેટ્ટી નેશનલ સ્કૂલ, NMKRVની વિદ્યાર્થીની છે. ગયા વર્ષે, કર્ણાટક હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ એટલે કે બુરખા જેવા ધાર્મિક પોશાક પર પ્રતિબંધ મૂકતા સરકારના આદેશને સમર્થન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડનું પાલન કરવાનું કહ્યું હતું.

ઘણા મુસ્લિમ વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. હિજાબ અને કેપ પહેરીને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, જ્યારે ઘણાએ કોર્ટના નિર્ણય પર પરીક્ષાનો બહિષ્કાર પણ કર્યો હતો. જો કે, તબસ્સુમ શૈકે આ મુદ્દાના રાજકીયકરણ અને રાજ્યવ્યાપી વિરોધ અને અશાંતિને કારણે શિક્ષણને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું અને તેણે હિજાબની ઉપર શિક્ષણ રાખ્યું હતુ.

વિરોધ બાદ કેવી રીતે કર્યુ હિજાબનું પાલન?

આ અંગે તબસ્સુમએ એક ચેનલ પર ઈન્ટરવ્યૂ આપતા કહ્યું હતુ કે “મેં (કોલેજમાં) હિજાબ ઉતારવાનું અને મારું શિક્ષણ ચાલુ રાખવાનું નક્કી કર્યું. અમારે શિક્ષણ માટે કેટલાક બલિદાન આપવાની જરૂર પડશે.

તબસ્સુમે મીડિયાને જણાવ્યું હતું કે જ્યાં સુધી કોર્ટનો આદેશ જારી થયો ન હતો ત્યાં સુધી તે દરરોજ હિજાબ પહેરીને તેના ક્લાસમાં જતી હતી. તેણીનો અભ્યાસ આગળ વધારવાની તેણીની ઇચ્છા અને તેના માતાપિતા પાસેથી કાયદાનો આદર કરવાના પાઠને લીધે કોર્ટના આદેશ બાદ તેણીએ હિજાબ પહેરવાનું બંધ કરવાનું નક્કી કર્યું.

અહેવાલો અનુસાર, તબસ્સુમના માતા-પિતાએ તેના નિર્ણય અને તેના શિક્ષણ પ્રત્યેના પ્રયત્નોને પૂરા દિલથી સમર્થન આપ્યું હતું. તેના પિતા અબ્દુલ ખૌમ શેખે તેમની પુત્રીને કહ્યું કે “દેશના કાયદાનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. બાળકો માટે શિક્ષણ વધુ મહત્વપૂર્ણ છે”.

તબસ્સુમે શેર કર્યું કે તે સરકાર દ્વારા જારી કરાયેલા આદેશોનું પાલન કરશે. તેણી તેના કોલેજ કેમ્પસમાં તેણીનો હિજાબ પહેરતી હતી અને વર્ગોમાં જતા પહેલા તેને ઉતારતી દેતી હતી. તેણીએ કહ્યું કે જે દિવસે તેણી ટોપર તરીકે ઉભરી, તેણીએ તેણીનો હિજાબ પહેર્યો અને તેણીના પ્રિન્સિપાલને મળી અને કોઈએ તેના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો નહીં.

શું હતો કર્ણાટક હિજાબ વિવાદ?

કર્ણાટકમાં હિજાબ વિવાદે ગયા વર્ષે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી વેગ પકડ્યો હતો જ્યારે આઠ મુસ્લિમ છોકરીઓને ઉડુપી કોલેજના વર્ગોમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો કારણ કે તેઓ હિજાબ પહેરતી હતી. કોલેજ સત્તાવાળાઓએ માહિતી આપી હતી કે હિજાબ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત યુનિફોર્મ ડ્રેસ કોડનો ભાગ નથી.

હિજાબ પહેરવા પર અડગ રહેતી મુસ્લિમ છોકરીઓએ પછી હાઈકોર્ટમાં અરજી કરી હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી માંગી. તેણીએ કહ્યું કે હિજાબ પહેરવો એ ભારતીય બંધારણની કલમ 14 અને 25 હેઠળ તેનો “મૂળભૂત અધિકાર” છે અને “ઇસ્લામની અભિન્ન પ્રથા” છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">